Ahmedabadમાં દશેરાના પર્વએ 500 કરોડથી વધુના વાહનોની શહેરીજનોએ કરી ખરીદી

દશેરાના દિવસે નવા વાહનોની ખરીદી શહેરીજનોએ કરી છે.આ દિવસને એવો દિવસ માનવામાં આવે છે કે જેમાં કોઈ મુહર્ત કે ચોઘડિયું જોવામાં આવતું નથી અને ખરીદી કરવામાં આવે છે,લોકો ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ખરીદી કરતા હોય છે,આ દિવસે વાહન વિક્રેતાઓને પણ વાહનોના બુકિંગ વધુ હોય છે.વિવિધ શો રૂમમાં વાહનોની ખરીદી માટે ભીડ જામી છે. વણજોયા મુર્હૂત પર નવા વાહનોની ધૂમ ખરીદી અમદાવાદમાં 500 કરોડથી વધુના વાહનોની ખરીદી કરાઈ છે.વિવિધ શો રૂમમાં વાહન ખરીદી માટે ભીડ જામી છે.ગુજરાતમાં 900 કરોડના ટુ વ્હીલર વાહનોની ખરીદી થઈ છે તો 2100 કરોડની ફોર વ્હીલરની ખરીદી કરવામાં આવી છે.આજના પર્વ પર થતી ખરીદીથી ઓટો ઇન્ડસ્ટ્રીઝને વેગ મળશે સાથે સાથે ઈલેકટ્રીક વાહનોની પણ આજે લોકોએ ખરીદી કરી છે.અમદાવાદમાં પણ દશેરા નિમિત્તે વાહનોની ખરીદી વધી છે. ગત વર્ષની સરખામણીએ ટુવ્હીલર અને ફોર વ્હિલરના વેચાણમાં 10થી 15 ટકાનો વધારો નોંધાયો છે. નવરાત્રીથી લઈને દશેરા સુધી આ 10 દિવસ દરમિયાન વાહનોની ધૂમ ખરીદી થઈ હતી. દશેરા 2024 શુભ મુહૂર્ત દશમી તિથિ 12મી ઓક્ટોબરે એટલે કે આજે સવારે 10.58 કલાકે શરૂ થશે અને 13મી ઓક્ટોબરે એટલે કે આવતીકાલે સવારે 09.08 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, દશેરા 12 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે. વાહનોના વેચાણમાં 15 ટકા જેટલો વધારો દર વર્ષે નવરાત્રિ અને દશેરાના તહેવાર નિમિત્તે સામાન્ય દિવસોની સરખામણીમાં વાહનોના વેચાણમાં 15 ટકા જેટલો વધારો થાય છે. આ વર્ષે પણ આરટીઓ અધિકારીના મતાનુસાર 2023ની સરખામણીએ આ વર્ષે નવાં વાહનોના રજિસ્ટ્રેશનમાં 20 ટકા જેટલો વધારો થયો છે, પરંતુ આ વર્ષે ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં ઘટાડો આવ્યો છે. અમદાવાદ શહેર આરટીઓ કચેરી ખાતે 1 ઓક્ટોબરથી લઈને 10 ઓક્ટોબર સુધીમાં ફક્ત 76 ઈલેક્ટ્રિક વ્હીકલનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જેમાંથી સૌથી વધુ નવાં ટુ-વ્હીલરનું વેચાણ થશે.

Ahmedabadમાં દશેરાના પર્વએ 500 કરોડથી વધુના વાહનોની શહેરીજનોએ કરી ખરીદી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દશેરાના દિવસે નવા વાહનોની ખરીદી શહેરીજનોએ કરી છે.આ દિવસને એવો દિવસ માનવામાં આવે છે કે જેમાં કોઈ મુહર્ત કે ચોઘડિયું જોવામાં આવતું નથી અને ખરીદી કરવામાં આવે છે,લોકો ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ખરીદી કરતા હોય છે,આ દિવસે વાહન વિક્રેતાઓને પણ વાહનોના બુકિંગ વધુ હોય છે.વિવિધ શો રૂમમાં વાહનોની ખરીદી માટે ભીડ જામી છે.

વણજોયા મુર્હૂત પર નવા વાહનોની ધૂમ ખરીદી

અમદાવાદમાં 500 કરોડથી વધુના વાહનોની ખરીદી કરાઈ છે.વિવિધ શો રૂમમાં વાહન ખરીદી માટે ભીડ જામી છે.ગુજરાતમાં 900 કરોડના ટુ વ્હીલર વાહનોની ખરીદી થઈ છે તો 2100 કરોડની ફોર વ્હીલરની ખરીદી કરવામાં આવી છે.આજના પર્વ પર થતી ખરીદીથી ઓટો ઇન્ડસ્ટ્રીઝને વેગ મળશે સાથે સાથે ઈલેકટ્રીક વાહનોની પણ આજે લોકોએ ખરીદી કરી છે.અમદાવાદમાં પણ દશેરા નિમિત્તે વાહનોની ખરીદી વધી છે. ગત વર્ષની સરખામણીએ ટુવ્હીલર અને ફોર વ્હિલરના વેચાણમાં 10થી 15 ટકાનો વધારો નોંધાયો છે. નવરાત્રીથી લઈને દશેરા સુધી આ 10 દિવસ દરમિયાન વાહનોની ધૂમ ખરીદી થઈ હતી.

દશેરા 2024 શુભ મુહૂર્ત

દશમી તિથિ 12મી ઓક્ટોબરે એટલે કે આજે સવારે 10.58 કલાકે શરૂ થશે અને 13મી ઓક્ટોબરે એટલે કે આવતીકાલે સવારે 09.08 કલાકે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર, દશેરા 12 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે.

વાહનોના વેચાણમાં 15 ટકા જેટલો વધારો

દર વર્ષે નવરાત્રિ અને દશેરાના તહેવાર નિમિત્તે સામાન્ય દિવસોની સરખામણીમાં વાહનોના વેચાણમાં 15 ટકા જેટલો વધારો થાય છે. આ વર્ષે પણ આરટીઓ અધિકારીના મતાનુસાર 2023ની સરખામણીએ આ વર્ષે નવાં વાહનોના રજિસ્ટ્રેશનમાં 20 ટકા જેટલો વધારો થયો છે, પરંતુ આ વર્ષે ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં ઘટાડો આવ્યો છે. અમદાવાદ શહેર આરટીઓ કચેરી ખાતે 1 ઓક્ટોબરથી લઈને 10 ઓક્ટોબર સુધીમાં ફક્ત 76 ઈલેક્ટ્રિક વ્હીકલનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જેમાંથી સૌથી વધુ નવાં ટુ-વ્હીલરનું વેચાણ થશે.