Khyati Hospitalને લઈ સૌથી મોટો ખુલાસો, બિનજરૂરી સર્જરી કરાઈ હતી : કમિટી
મોતનું તાંડવ કરનાર ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે મોટો ખુલાસો થયો છે,સંદેશ ન્યૂઝની ડો. પ્રકાશ મહેતા સાથે વાતચીતમાં ખુલાસો થયો છે,પ્રકાશ મહેતા આરોગ્ય વિભાગની તપાસ કમિટીના મુખ્ય સભ્ય છે જેમાં તેમણે ખુલાસો કર્યો છે જે જાણીને તમે પણ ચૌંકી જશો,આ કેસમાં પોલીસે ડોકટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી છે. જાણો શું કહ્યું કમિટીના સભ્ય ડોકટર પ્રકાશ મહેતાએ આ સમગ્ર કેસને લઈ કમિટી પણ તપાસ કરી રહી છે,કમિટીના સભ્યનું કહેવું છે કે,ભૂતકાળમાં દર્દીઓના ખોટા રિપોર્ટની કમિટીને શંકા છે,ખોટા રિપોર્ટ બતાવી સર્જરી કરી હોવાની કમિટીને શંકા છે,પૂરતી જાણકારી વગર એન્જિઓગ્રાફી કરાઈ હતી,દર્દીઓને હોસ્પિટલમાં બોલાવી એન્જિઓગ્રાફી કરાઈ હતી,7 દર્દીઓની એન્જિઓગ્રાફી, બિનજરૂરી સર્જરી કરાઈ હતી તો ભૂતકાળમાં સર્જરી કરાવી હોય તે દર્દીઓની તપાસ થઈ શકે છે,ઘણી ખરી પ્રક્રિયા અયોગ્ય રીતે કરી હતી,મૃત્યુ પામનાર 1 દર્દીને 40 ટકા બ્લોકેજ હતું,બિનજરૂરી એન્જિઓગ્રાફી, એન્જોપ્લાસ્ટિ કરાઈ હતી,80 ટકાથી વધારે બ્લોકેજ હોય તો જ સ્ટેન્ડ મૂકાય તેવું કમિટીના ડોકટરનું માનવું છે. ખ્યાતિ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ દર્દીઓની ફરી તપાસ આરોગ્ય વિભાગ 5 દર્દીઓની ફરી તપાસ કરશે સાથે સાથે દર્દીઓને લઈ 108 UN મહેતા હોસ્પિટલ પહોંચી છે,UN મહેતા હોસ્પિટલમાં સંપૂર્ણ તપાસ કરાવાશે તેમજ UN મહેતાના કાર્ડિયોલોજીસ્ટે આ બાબતે મુલાકાત પણ લીધી હતી સાથે સાથે પાંચેય દર્દીઓની હાલત અત્યારે સ્થિર છે.અમુક દર્દીઓને ચક્કર આવવાની પણ તકલીફ હજી યથાવત છે.જે લોકો સારવાર માટે આવ્યા ન હતા તેવાની સારવાર કરી દીધી છે,ત્યારે ગુજરાતનું આરોગ્ય વિભાગ આ બાબતે કંઈ પણ કાચુ કાપશે નહી તેવી આશા ગુજરાત તમારી પાસે રાખી રહ્યું છે. આરોગ્ય કમિશનરને રિપોર્ટ સોંપાશે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરી દર્દીઓને હૃદયની સારવાર માટે અમદાવાદ લવાયા હતાં. જયાં બે દર્દીઓના મોત થતાં સગાસબંધીઓએ હોબાળો મચાવ્યો હતો. સાથે જ હોસ્પિટલમાં તોડફોડ મચાવી હતી. આ પ્રકરણમાં આરોગ્ય વિભાગે તપાસના આદેશ કર્યાં છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, પ્રાથમિક તબક્કે દર્દીઓની સારવારના નામે પૈસા પડાવવાનું કૌભાંડ કર્યું હોય તેવુ લાગી રહ્યુ છે. આ જોતાં હોસ્પિટલનું બાકી પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે. બીજુ કે, નિષ્ણાંતોની ટીમના રિપોર્ટ બાદ આરોગ્ય કમિશનરના વડપણ હેઠળ વઘુ નિર્ણય લેવામાં આવશે. આરોગ્ય વિભાગે એ દિશામાં પણ વિચારણા કરી છે કે, આ યોજના હેઠળની હોસ્પિટલ પેનલમાં ના જોડાઈ શકે, ડૉક્ટરો બીજી હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ ના કરી શકે ત્યાં સુધી સસ્પેન્સનના પગલા પણ લેવામાં આવી શકે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મોતનું તાંડવ કરનાર ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે મોટો ખુલાસો થયો છે,સંદેશ ન્યૂઝની ડો. પ્રકાશ મહેતા સાથે વાતચીતમાં ખુલાસો થયો છે,પ્રકાશ મહેતા આરોગ્ય વિભાગની તપાસ કમિટીના મુખ્ય સભ્ય છે જેમાં તેમણે ખુલાસો કર્યો છે જે જાણીને તમે પણ ચૌંકી જશો,આ કેસમાં પોલીસે ડોકટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી છે.
જાણો શું કહ્યું કમિટીના સભ્ય ડોકટર પ્રકાશ મહેતાએ
આ સમગ્ર કેસને લઈ કમિટી પણ તપાસ કરી રહી છે,કમિટીના સભ્યનું કહેવું છે કે,ભૂતકાળમાં દર્દીઓના ખોટા રિપોર્ટની કમિટીને શંકા છે,ખોટા રિપોર્ટ બતાવી સર્જરી કરી હોવાની કમિટીને શંકા છે,પૂરતી જાણકારી વગર એન્જિઓગ્રાફી કરાઈ હતી,દર્દીઓને હોસ્પિટલમાં બોલાવી એન્જિઓગ્રાફી કરાઈ હતી,7 દર્દીઓની એન્જિઓગ્રાફી, બિનજરૂરી સર્જરી કરાઈ હતી તો ભૂતકાળમાં સર્જરી કરાવી હોય તે દર્દીઓની તપાસ થઈ શકે છે,ઘણી ખરી પ્રક્રિયા અયોગ્ય રીતે કરી હતી,મૃત્યુ પામનાર 1 દર્દીને 40 ટકા બ્લોકેજ હતું,બિનજરૂરી એન્જિઓગ્રાફી, એન્જોપ્લાસ્ટિ કરાઈ હતી,80 ટકાથી વધારે બ્લોકેજ હોય તો જ સ્ટેન્ડ મૂકાય તેવું કમિટીના ડોકટરનું માનવું છે.
ખ્યાતિ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ દર્દીઓની ફરી તપાસ
આરોગ્ય વિભાગ 5 દર્દીઓની ફરી તપાસ કરશે સાથે સાથે દર્દીઓને લઈ 108 UN મહેતા હોસ્પિટલ પહોંચી છે,UN મહેતા હોસ્પિટલમાં સંપૂર્ણ તપાસ કરાવાશે તેમજ UN મહેતાના કાર્ડિયોલોજીસ્ટે આ બાબતે મુલાકાત પણ લીધી હતી સાથે સાથે પાંચેય દર્દીઓની હાલત અત્યારે સ્થિર છે.અમુક દર્દીઓને ચક્કર આવવાની પણ તકલીફ હજી યથાવત છે.જે લોકો સારવાર માટે આવ્યા ન હતા તેવાની સારવાર કરી દીધી છે,ત્યારે ગુજરાતનું આરોગ્ય વિભાગ આ બાબતે કંઈ પણ કાચુ કાપશે નહી તેવી આશા ગુજરાત તમારી પાસે રાખી રહ્યું છે.
આરોગ્ય કમિશનરને રિપોર્ટ સોંપાશે
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરી દર્દીઓને હૃદયની સારવાર માટે અમદાવાદ લવાયા હતાં. જયાં બે દર્દીઓના મોત થતાં સગાસબંધીઓએ હોબાળો મચાવ્યો હતો. સાથે જ હોસ્પિટલમાં તોડફોડ મચાવી હતી. આ પ્રકરણમાં આરોગ્ય વિભાગે તપાસના આદેશ કર્યાં છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, પ્રાથમિક તબક્કે દર્દીઓની સારવારના નામે પૈસા પડાવવાનું કૌભાંડ કર્યું હોય તેવુ લાગી રહ્યુ છે. આ જોતાં હોસ્પિટલનું બાકી પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે. બીજુ કે, નિષ્ણાંતોની ટીમના રિપોર્ટ બાદ આરોગ્ય કમિશનરના વડપણ હેઠળ વઘુ નિર્ણય લેવામાં આવશે. આરોગ્ય વિભાગે એ દિશામાં પણ વિચારણા કરી છે કે, આ યોજના હેઠળની હોસ્પિટલ પેનલમાં ના જોડાઈ શકે, ડૉક્ટરો બીજી હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ ના કરી શકે ત્યાં સુધી સસ્પેન્સનના પગલા પણ લેવામાં આવી શકે છે.