Ahmedabadમાં દબાણ અને ડિમોલિશન મુદ્દે પત્રની રાજનીતિ, ધારાસભ્યો આવ્યા સામ-સામે
અમદાવાદમાં હવે ડિમોલિશન અને દબાણોને લઈને રાજનીતિ શરૂ થઈ છે. આમ તો એક જ વિધાનસભામાં ખાડિયા વર્શિસ જમાલપુર જેવી સ્થિતિ સર્જાઈ છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને ઈમરાન ખેડાવાલા સામ સામે આવી ગયા છે અને પત્ર પોલિટિક્સ કરી રહ્યા છે.AMC અધિકારીઓ સફાળા જાગ્યા થોડા દિવસ પહેલા એલિસબ્રિજના ધારાસભ્ય અને શહેર ભાજપ અધ્યક્ષ અમિત શાહે AMC કમિશનરની હાજરીમાં સંકલન બેઠકમાં સરકારી શાળા પર બિલ્ડિંગ બની ગઈ અને સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા તેના ભાડા પણ ઉઘરાવવામાં આવી રહ્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યા અને AMC અધિકારીઓ સફાળા જાગ્યા હતા અને સરવેની કામગીરી ગઈકાલે શરૂ કરી હતી. હજુ તંત્ર આ કામગીરી કરે એ પહેલા અમિત શાહે બીજો પત્ર લખીને આરોપ લગાવ્યો કે મુંડા દરવાજા પાસે ઝૂંપપટ્ટી અને ગેરકાયદે કોંગ્રેસ જમાલપુર વોર્ડના પ્રમુખ કયુમ કુરેશી દ્વારા દબાણો કરી ત્યાં કબાડી માર્કેટ ઉભુ કરવામાં આવ્યું છે, જે જગ્યાની કિંમત 200 કરોડ રૂપિયા છે અને આ જગ્યા પર બકરી ઈદ પર બકરા મંડી પણ ઊભી કરી દેવામાં આવે છે. તેમાં પણ ખોટી રીતે ઉઘરાણા કરવામાં આવે છે, આ દબાણો દૂર કરી ત્યાં પોલીસ પોઈન્ટ મૂકી પ્લોટનો કબજો પરત લેવા રજૂઆત કરી છે. રાજકારણીઓ વોટબેંકની ચિંતા કરી રહ્યા છે આ જે જગ્યાને લઈને વિવાદ ઉભો થયો તે જગ્યા પર ઝૂંપડાઓ અકબંધ છે, આ ઝૂપડા ધારકોને જે તે સમયે બહેરામપુરા અને વટવા ખાતે મકાન ફાળવવામાં આવ્યા હતા, પરંતુ આ લોકો મકાન ખાલી નથી કરતા અને કેટલાક અસામાજિક તત્વો અહીંથી ખોટી રીતે ભાડા ઉઘરાવે છે તો સ્થાનિક રાજકારણીઓ આ વોટબેંકની ચિંતા કરી રહ્યા છે તો આ પ્રકરણમાં જેના પર આરોપ લગાવવામાં આવ્યો તે કયુમના ભાઈ ઉમર કુરેશીનું કહેવું છે કે પોલીસ અને AMC સ્થળ પર આવે તપાસ કરે અને જેના દ્વારા આ દબાણ કરવામાં આવ્યું હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે.ખાડિયામાં 2800થી વધારે ગેરકાયદે મકાનો આવેલા છે જે રીતે છેલ્લા 2 દિવસથી જમાલપુર વિસ્તારને લઈને પત્રો લખવામાં આવે છે, તેને લઈને જે હવે જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ મેદાને આવ્યા છે અને હવે તેમણે પણ કોર્પોરેશનને પત્ર લખ્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે ખાડિયા વિસ્તારમાં અનેક હેરિટેજ મકાનો આવેલા છે, તેની સુરક્ષા કરવી જોઈએ અને ખાડિયામાં 2800થી વધારે ગેરકાયદે મકાનો આવેલા છે, તેને તોડવા માટે કામગીરી કરવી જોઈએ સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે ભાજપમાં એક વર્ગને ટાર્ગેટ કરવાની સ્પર્ધા ચાલી રહી છે. અમિત શાહે ખાડિયામાં થતાં દબાણો બાબતે પત્ર લખવો જોઈએ. આમ, હવે સામ સામે આક્ષેપ અને નિવેદન બાજી ચાલી રહી છે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આખરે કેમ અત્યાર સુધી AMC તંત્ર ઊંઘતું રહ્યું? કેમ કોઈ પગલા ના લીધા? કેમ આંખ આડા કાન કર્યા ? ઈમરાન ખેડા વાલા પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે તો અમિત શાહ મેયર રહી ચૂક્યા છે અને તેમના કાર્યકાળના પહેલાથી આ બાંધકામો છે તો પછી તે સમયે સક્રિય ના થઈ અને હવે કેમ પત્રો લખી રહ્યા છે?
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં હવે ડિમોલિશન અને દબાણોને લઈને રાજનીતિ શરૂ થઈ છે. આમ તો એક જ વિધાનસભામાં ખાડિયા વર્શિસ જમાલપુર જેવી સ્થિતિ સર્જાઈ છે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને ઈમરાન ખેડાવાલા સામ સામે આવી ગયા છે અને પત્ર પોલિટિક્સ કરી રહ્યા છે.
AMC અધિકારીઓ સફાળા જાગ્યા
થોડા દિવસ પહેલા એલિસબ્રિજના ધારાસભ્ય અને શહેર ભાજપ અધ્યક્ષ અમિત શાહે AMC કમિશનરની હાજરીમાં સંકલન બેઠકમાં સરકારી શાળા પર બિલ્ડિંગ બની ગઈ અને સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા તેના ભાડા પણ ઉઘરાવવામાં આવી રહ્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યા અને AMC અધિકારીઓ સફાળા જાગ્યા હતા અને સરવેની કામગીરી ગઈકાલે શરૂ કરી હતી. હજુ તંત્ર આ કામગીરી કરે એ પહેલા અમિત શાહે બીજો પત્ર લખીને આરોપ લગાવ્યો કે મુંડા દરવાજા પાસે ઝૂંપપટ્ટી અને ગેરકાયદે કોંગ્રેસ જમાલપુર વોર્ડના પ્રમુખ કયુમ કુરેશી દ્વારા દબાણો કરી ત્યાં કબાડી માર્કેટ ઉભુ કરવામાં આવ્યું છે, જે જગ્યાની કિંમત 200 કરોડ રૂપિયા છે અને આ જગ્યા પર બકરી ઈદ પર બકરા મંડી પણ ઊભી કરી દેવામાં આવે છે. તેમાં પણ ખોટી રીતે ઉઘરાણા કરવામાં આવે છે, આ દબાણો દૂર કરી ત્યાં પોલીસ પોઈન્ટ મૂકી પ્લોટનો કબજો પરત લેવા રજૂઆત કરી છે.
રાજકારણીઓ વોટબેંકની ચિંતા કરી રહ્યા છે
આ જે જગ્યાને લઈને વિવાદ ઉભો થયો તે જગ્યા પર ઝૂંપડાઓ અકબંધ છે, આ ઝૂપડા ધારકોને જે તે સમયે બહેરામપુરા અને વટવા ખાતે મકાન ફાળવવામાં આવ્યા હતા, પરંતુ આ લોકો મકાન ખાલી નથી કરતા અને કેટલાક અસામાજિક તત્વો અહીંથી ખોટી રીતે ભાડા ઉઘરાવે છે તો સ્થાનિક રાજકારણીઓ આ વોટબેંકની ચિંતા કરી રહ્યા છે તો આ પ્રકરણમાં જેના પર આરોપ લગાવવામાં આવ્યો તે કયુમના ભાઈ ઉમર કુરેશીનું કહેવું છે કે પોલીસ અને AMC સ્થળ પર આવે તપાસ કરે અને જેના દ્વારા આ દબાણ કરવામાં આવ્યું હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે.
ખાડિયામાં 2800થી વધારે ગેરકાયદે મકાનો આવેલા છે
જે રીતે છેલ્લા 2 દિવસથી જમાલપુર વિસ્તારને લઈને પત્રો લખવામાં આવે છે, તેને લઈને જે હવે જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ મેદાને આવ્યા છે અને હવે તેમણે પણ કોર્પોરેશનને પત્ર લખ્યો છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે ખાડિયા વિસ્તારમાં અનેક હેરિટેજ મકાનો આવેલા છે, તેની સુરક્ષા કરવી જોઈએ અને ખાડિયામાં 2800થી વધારે ગેરકાયદે મકાનો આવેલા છે, તેને તોડવા માટે કામગીરી કરવી જોઈએ સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે ભાજપમાં એક વર્ગને ટાર્ગેટ કરવાની સ્પર્ધા ચાલી રહી છે. અમિત શાહે ખાડિયામાં થતાં દબાણો બાબતે પત્ર લખવો જોઈએ.
આમ, હવે સામ સામે આક્ષેપ અને નિવેદન બાજી ચાલી રહી છે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આખરે કેમ અત્યાર સુધી AMC તંત્ર ઊંઘતું રહ્યું? કેમ કોઈ પગલા ના લીધા? કેમ આંખ આડા કાન કર્યા ? ઈમરાન ખેડા વાલા પણ કોર્પોરેટર રહી ચૂક્યા છે તો અમિત શાહ મેયર રહી ચૂક્યા છે અને તેમના કાર્યકાળના પહેલાથી આ બાંધકામો છે તો પછી તે સમયે સક્રિય ના થઈ અને હવે કેમ પત્રો લખી રહ્યા છે?