Ahmedabadમાં જેજી યુનિવર્સિટીમાં કાર્યકરો સાથે મારામારી મુદ્દે ABVPનું વિરોધ પ્રદર્શન, જુઓ Video

Oct 15, 2025 - 16:30
Ahmedabadમાં જેજી યુનિવર્સિટીમાં કાર્યકરો સાથે મારામારી મુદ્દે ABVPનું વિરોધ પ્રદર્શન, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં શાળા અને કોલેજ વિદ્યાના ધામ નહીં વિવાદના ધામ બનવા લાગ્યા છે. મણિનગરની સેવન્થ ડે સ્કૂલના મામલો થાળે પડી રહ્યો છે ત્યાં જેજી યુનિવર્સિટીમાં હંગામાના ઘટનાની શહેરભરમાં ચર્ચા થવા લાગી છે. જે.જી. યુનિવર્સિટીના કેમ્પસમાં ABVPના કાર્યકરો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે મોટું ઘર્ષણ થયા બાદ મારામારીની ઘટના બની હતી. આ મામલો શાંત પડવાને બદલે વધુ ઉગ્ર બની રહ્યો છે. આજે ABVPના કાર્યકરો દ્વારા આ ઘટનાને લઈને જેજી યુનિ.માં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

ABVPના કાર્યકરો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે મારામારી

મહત્વનું છે કે બે-ત્રણ દિવસ પહેલા જયારે ABVPના કાર્યકરો યુનિવર્સિટી કેમ્પસમાં તેમની કારોબારી ઘોષણા કરવા માટે જેજી યુનિવર્સિટી પહોંચ્યા ત્યારે સિકયુરીટી ગાર્ડ સાથે ઘર્ષણ થયું હતું. ત્યારે કોલેજ સંચાલકોએ તેમને કેમ્પસની બહાર જઈને કાર્યક્રમ યોજવાનું કહેવા બાદ ABVPના કાર્યકરો ત્યાં દેખાવ કરતા ઉભા હતા. એટલે સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમને બહાર ખસેડવા કવાયત કરાઈ હતી. દરમિયાન જેજી યુનિવર્સિટી કેમ્પસની અંદર સિક્યુરિટી ગાર્ડ્સ દ્વારા ABVPના કાર્યકરોને ડંડા વડે બેરહમીપૂર્વક માર માર્યો હતો. જેમાં કેટલાક કાર્યકરોને ગંભીર ઇજા પહોંચતા તેમને સોલા સિવિલમાં દાખલ કરાયા હતા. 

જેજી યુનિવર્સિટી સંચાલકો પર કર્યો આક્ષેપ

જેજી યુનિવર્સિટી સામે આજે ABVPના કાર્યકરોએ યુનિ.ના VC અને રજિસ્ટરના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. નોંધનીય છે કે જયારે ABVPના કાર્યકરો અને સિક્યુરીટી ગાર્ડ વચ્ચે ઘર્ષણની સ્થિતિ બનવાની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસ મામલો નિયંત્રણમાં લીધો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.  ABVP કાર્યકરો પર હુમલો કરનાર 5 થી 6 સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ કાયદેસરનો ગુનો પણ નોંધવામાં આવ્યો. આજે ABVPના કાર્યકરોએ જેજી યુનિવર્સિટી સંચાલકો અધધ ફી લઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો. અને યુનિ.ના VC અને રજિસ્ટરના રાજીનામાની માંગ કરી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0