Surendranagar: પાક નુકસાની થયેલા ખેડૂતોને સરકાર ચોક્કસ મદદ કરશે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલ પ્રદેશ પ્રમુખના અભિવાદન સમારોહમાં પ્રદેશ પ્રમુખે ખેડૂતોની વેદના સમજી સરકાર પુરી મદદ કરશે એવી ખાતરી આપી આપના પ્રદેશ તેમજ કેન્દ્રીય નેતાઓને આડેહાથ લઇ અહીની પ્રજા પગ મુકવા દેવાની નથી. એવો હુંકાર કરી સતત વરસાદી વાતાવરણ વચ્ચે પણ હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓને સમારોહમાં હાજર જોઇ આનંદ વ્યકત કર્યો હતો.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર નવનિયુકત પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્માનો સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો. આવા સાત સાત દિવસ વરસાદી હેલી જેવા વાતાવરણમાં પણ હજારોની સંખ્યામાં કાર્યકર્તા ખેડૂતો મહિલાઓને હાજર જોઇ પ્રમુખે ભારે આનંદ વ્યકત કરી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ઉપર આવેલી વરસાદી કુદરતી આફતને તો કોઇ રોકી શકવાનુ નથી. પરંતુ સરકાર ખેડૂતોની પડખે છે અને હંમેશા રહેવાની જ છે. જેથી ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી. બીજી તરફ દિલ્હી પણ નથી સાચવી શકયા પંજાબમાં પુર આવ્યુ ત્યાં ખેડૂતોની વ્હારે નથી આવ્યા અને ગુજરાતમાં સભા કરવી હોય તો આજુબાજુ વિસ્તારમાંથી લોકોને બોલાવવા પડે છે. એવા દીલ્હી વાળાને ગુજરાતની પ્રજા પગ મુકવા દેવાની નથી એવો પણ હુંકાર કર્યો હતો. જ્યારે રસ્તામાં નાના કેરાળા ગામની 11 વર્ષની દીકરી તુલસીબા સજુભા સોલંકીએ ભાજપ કોગ્રેસ વચ્ચેનો તફાવત લખી પ્રદેશ પ્રમુખને પત્ર આપ્યો હતો. જે દીકરીને સુરેન્દ્રનગર કાર્યક્રમના સ્ટેજ ઉપર બોલાવી સન્માનીત કરી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, મંત્રી કુવરજીભાઇ બાવળીયા, મંત્રી દર્શનાબેન વાઘેલા, નાયબ દંડક જગદીશભાઇ મકવાણા, સાંસદ ચંદુભાઇ શીહોરા, પૂર્વ મંત્રી આઇ. કે. જાડેજા, વડવાળાધામના કોઠારી મુકુંદરામ બાપુ સહિત અનેક સંતો સહિત હજારોની સંખ્યામા કાર્યકર્તા હાજર રહયા હતા. પ્રદેશ પ્રમુખે પોતાના વકતવ્યમાં વર્ષોથી જરૂર પડે ત્યારે પોતાને માર્ગદર્શન આપતા આઇ. કે. જાડેજાને પોતાના માર્ગદર્શક કહી સંબોધન કરતા લોકોએ આનંદ વ્યકત કર્યો હતો. આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણનો જન્મ દિવસ હજારો ખેડૂતોની વચ્ચે ઉજવણી કરતા પ્રદેશ પ્રમુખે તેમને પણ અભિનંદન આપ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદી વાતાવરણના કારણે ખેડૂતોના પાકનો ખાત્મો બોલી ગયો હોવા છતાય અભિવાદન સમારોહમાં હજારો ખેડૂતો, મહિલાઓ સહિતનાએ હાજરી આપતા પ્રદેશ પ્રમુખ જગદીશભાઇએ આંસુ આવી એવુ સન્માન કર્યાનું લોકોને જણાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

