Ahmedabadના 13 વહીવટદારોનો છૂટી જશે પરસેવો, ડીજીપીએ મિલકતને લઈ આપ્યા તપાસના આદેશ

અમદાવાદમાં 13 પોલીસકર્મીઓ કે જેઓ વહીવટદાર તરીકે કામ કરતા હતા તેમની જિલ્લાભરમાં બદલી કરવામાં આવી છે,આ બદલીને લઈ ચાર કોન્સ્ટેબલો ગુજરાત હાઈકોર્ટ સુધી પણ ગયા હતા,ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે આ વહીવટદારોની મિલકતને લઈ તપાસના આદેશ આપ્યા છે.આ સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપવામાં આવી છે જેને લઈ વહીવટદારોનો પરસેવો છૂટી ગયો છે. જિલ્લા બહાર કરાઈ છે બદલી ગુજરાતના ગાંધીનગર ખાતેથી અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા અને અધિકારીઓનો વહીવટ કરતા 13 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે.તોડબાજીની ફરિયાદને આધારે આ વહીવટદારોની કરાઇ હતી બદલી જેમાં ડીજીપીએ સ્ટેટ મોનિટરીગ સેલને આદેશ કર્યો છે કે,પોલીસકર્મી અને તેમના પરિવારની મિલકતની તપાસ કરાશે સાથે સાથે મિલકતો, બેંક બેલેન્સ, વાહન, લોકરની તપાસ કરાશે.આ સમગ્ર ઘટનામાં અને તપાસમાં પોલીસની જો કોઈ વધારાની મિલકત મળશે તો ગુનો પણ નોંધાઈ શકે છે. જિલ્લાભરમાં સજાના ભાગે કરાય છે બદલી જયારે પણ વહીવટદારોની અથવા કોઈ પોલીસકર્મીને સજાના ભાગરૂપે બદલી કરવામાં આવે છે ત્યારે તેમની બદલી જે તે જિલ્લાની બહાર કરવામાં આવતી હોય છે,અમદાવાદ પોલીસમાં પણ હજી તમામ પોલીસ સ્ટેશનોના વહીવટદારોની બદલી કરવામાં આવી નથી,જે મોટા વહીવટદારો છે કે જેઓ બે થી ત્રણ પોલીસ સ્ટેશનોનો વહીવટ કરતા હતા તેમની જ બદલી કરવામાં આવી છે,પરંતુ એક પોલીસ સ્ટેશનનો વહીવટ કરતા વહીવટદાર તો હજી મોજમાં જ જીવી રહ્યાં છે,તેમની બદલી કરવામાં આવી નથી. અન્ય જિલ્લાના વહીવટદારોની બદલી કયારે ? મોટા આઈપીએસોની સેવા કરવા માટે નાના કોન્સ્ટેબલો તત્પર હોય છે અને તેઓ વહીવટ કરતા હોય છે અને તેમને રાજી રાખતા હોય છે,અમદાવાદ પોલીસમાં પણ એવો ગણગણાટ શરૂ થયો છે કે,જો ગાંધીનગરથી વહીવટદારોની બદલી કરવામાં આવતી હોય તો જિલ્લાભરમાં તો ઘણા વહીવટદારો છે તેમની બદલી કેમ કરવામાં આવતી નથી,શું પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવા વહીવટદારની બદલી કરશે ? જો જિલ્લાભરના વહીવટદારોની બદલી કરવામાં આવે તો પોલીસબેડામાં ઘણા મોટા ફેરફાર એમનેમ થઈ જાય અને ભ્રષ્ટ્રાચાર પર કાબુ આવી જાય.માત્ર પોલીસ ખાતુ ભ્રષ્ટ્રાચાર કરે છે એવું નથી,ઘણા ખાતા એવા છે જેમાં ઘણા ખાનગી માણસો પણ વહીવટ કરતા હોય છે. આ પોલીસ કર્મચારીઓની કરાઈ છે જિલ્લામાં બદલી 01-રાજેન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલ- તાપી જિલ્લામાં બદલી 02-કેયુર ધીરૂભાઈ બારોટ - જુનાગઢ જિલ્લામાં બદલી 03-સિરાજ રજાક મન્સુરી- પોરબંદર જિલ્લામાં બદલી 04-હરવિજયસિંહ દિગ્વીજયસિંહ ચાવડા- અમરેલી જિલ્લામાં બદલી 05-જગદીશ કાંતિલાલ પટેલ- પશ્ચિમ કચ્છ ભૂજ જિલ્લામાં બદલી 06-મહેન્દ્રસિંહ રણછોડભાઈ દરબાર- જામનગર જિલ્લામાં બદલી 07-ફિરોજખાન મનસુરખાન પઠાણ- બોટાદ જિલ્લામાં બદલી 08-ઈન્દ્રવિજયસિંહ દાદુભા વાઘેલા- નર્મદા જિલ્લામાં બદલી 09-મહિપતસિંહ ઉદેસિંહ ચૌહાણ- જામનગર જિલ્લામાં બદલી 10-લાલજી ચતુરભાઈ દેસાઈ- દેવભુમિ દ્વારકા જિલ્લામાં બદલી 11-સમીઉવા યાવરમિંયા ઠાકોર- રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં બદલી 12-જીવણ મેઘજી યાદવ- મહીસાગર જિલ્લામાં બદલી 13-અક્ષયસિંહ રામસિંહ પુવાર- પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં બદલી  

Ahmedabadના 13 વહીવટદારોનો છૂટી જશે પરસેવો, ડીજીપીએ મિલકતને લઈ આપ્યા તપાસના આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં 13 પોલીસકર્મીઓ કે જેઓ વહીવટદાર તરીકે કામ કરતા હતા તેમની જિલ્લાભરમાં બદલી કરવામાં આવી છે,આ બદલીને લઈ ચાર કોન્સ્ટેબલો ગુજરાત હાઈકોર્ટ સુધી પણ ગયા હતા,ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે આ વહીવટદારોની મિલકતને લઈ તપાસના આદેશ આપ્યા છે.આ સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપવામાં આવી છે જેને લઈ વહીવટદારોનો પરસેવો છૂટી ગયો છે.

જિલ્લા બહાર કરાઈ છે બદલી

ગુજરાતના ગાંધીનગર ખાતેથી અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા અને અધિકારીઓનો વહીવટ કરતા 13 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે.તોડબાજીની ફરિયાદને આધારે આ વહીવટદારોની કરાઇ હતી બદલી જેમાં ડીજીપીએ સ્ટેટ મોનિટરીગ સેલને આદેશ કર્યો છે કે,પોલીસકર્મી અને તેમના પરિવારની મિલકતની તપાસ કરાશે સાથે સાથે મિલકતો, બેંક બેલેન્સ, વાહન, લોકરની તપાસ કરાશે.આ સમગ્ર ઘટનામાં અને તપાસમાં પોલીસની જો કોઈ વધારાની મિલકત મળશે તો ગુનો પણ નોંધાઈ શકે છે.

જિલ્લાભરમાં સજાના ભાગે કરાય છે બદલી

જયારે પણ વહીવટદારોની અથવા કોઈ પોલીસકર્મીને સજાના ભાગરૂપે બદલી કરવામાં આવે છે ત્યારે તેમની બદલી જે તે જિલ્લાની બહાર કરવામાં આવતી હોય છે,અમદાવાદ પોલીસમાં પણ હજી તમામ પોલીસ સ્ટેશનોના વહીવટદારોની બદલી કરવામાં આવી નથી,જે મોટા વહીવટદારો છે કે જેઓ બે થી ત્રણ પોલીસ સ્ટેશનોનો વહીવટ કરતા હતા તેમની જ બદલી કરવામાં આવી છે,પરંતુ એક પોલીસ સ્ટેશનનો વહીવટ કરતા વહીવટદાર તો હજી મોજમાં જ જીવી રહ્યાં છે,તેમની બદલી કરવામાં આવી નથી.

અન્ય જિલ્લાના વહીવટદારોની બદલી કયારે ?

મોટા આઈપીએસોની સેવા કરવા માટે નાના કોન્સ્ટેબલો તત્પર હોય છે અને તેઓ વહીવટ કરતા હોય છે અને તેમને રાજી રાખતા હોય છે,અમદાવાદ પોલીસમાં પણ એવો ગણગણાટ શરૂ થયો છે કે,જો ગાંધીનગરથી વહીવટદારોની બદલી કરવામાં આવતી હોય તો જિલ્લાભરમાં તો ઘણા વહીવટદારો છે તેમની બદલી કેમ કરવામાં આવતી નથી,શું પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવા વહીવટદારની બદલી કરશે ? જો જિલ્લાભરના વહીવટદારોની બદલી કરવામાં આવે તો પોલીસબેડામાં ઘણા મોટા ફેરફાર એમનેમ થઈ જાય અને ભ્રષ્ટ્રાચાર પર કાબુ આવી જાય.માત્ર પોલીસ ખાતુ ભ્રષ્ટ્રાચાર કરે છે એવું નથી,ઘણા ખાતા એવા છે જેમાં ઘણા ખાનગી માણસો પણ વહીવટ કરતા હોય છે.

આ પોલીસ કર્મચારીઓની કરાઈ છે જિલ્લામાં બદલી

01-રાજેન્દ્રસિંહ અજીતસિંહ ગોહિલ- તાપી જિલ્લામાં બદલી

02-કેયુર ધીરૂભાઈ બારોટ - જુનાગઢ જિલ્લામાં બદલી

03-સિરાજ રજાક મન્સુરી- પોરબંદર જિલ્લામાં બદલી

04-હરવિજયસિંહ દિગ્વીજયસિંહ ચાવડા- અમરેલી જિલ્લામાં બદલી

05-જગદીશ કાંતિલાલ પટેલ- પશ્ચિમ કચ્છ ભૂજ જિલ્લામાં બદલી

06-મહેન્દ્રસિંહ રણછોડભાઈ દરબાર- જામનગર જિલ્લામાં બદલી

07-ફિરોજખાન મનસુરખાન પઠાણ- બોટાદ જિલ્લામાં બદલી

08-ઈન્દ્રવિજયસિંહ દાદુભા વાઘેલા- નર્મદા જિલ્લામાં બદલી

09-મહિપતસિંહ ઉદેસિંહ ચૌહાણ- જામનગર જિલ્લામાં બદલી

10-લાલજી ચતુરભાઈ દેસાઈ- દેવભુમિ દ્વારકા જિલ્લામાં બદલી

11-સમીઉવા યાવરમિંયા ઠાકોર- રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં બદલી

12-જીવણ મેઘજી યાદવ- મહીસાગર જિલ્લામાં બદલી

13-અક્ષયસિંહ રામસિંહ પુવાર- પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં બદલી