Ahmedabadના પેલેડિયમ મોલ ખાતે જાહેરમાં તલવારોથી આતંક મચાવનારા 3ની પોલીસે કરી ધરપકડ
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના પોશ વિસ્તારમાં એસ. જી. હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ ખાતે ગત શુક્રવારે કેટલાક લુખ્ખાઓએ જાહેરમાં તલવારો વડે આતંક મચાવ્યો હતો અને વાહનોમાં તોડફોડ કરીને હુમલો કર્યો હતો.હજુ પણ અન્ય 4 આરોપીઓની ધરપકડ બાકી આ સમગ્ર ઘટના મામલે પોલીસ દ્વારા વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેની તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીઓ જોધપુરથી ફોરચ્યુનર કાર લઈને ફરાર થઈ ગયા હતા અને દિલ્હી એરપોર્ટ પર ગાડી પાર્ક કરીને ગોવા જવા રવાના થયા હતા, ત્યાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને હજુ પણ અન્ય 4 આરોપીઓની ધરપકડ બાકી છે, આ આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં પોલીસે 8 આરોપીની ધરપકડ કરી લીધી છે, નોંધનીય છે કે તલવાર વડે હુમલો કરનારા શખ્સો ફોર્ચ્યુનર, ક્રેટા અને સ્કોર્પિયોમાં આવીને પેલેડિયમ મોલ પાસે ઊભા રહેલા વિજય ભરવાડ નામના શખ્સ સહિત તેના મિત્રોને નિશાનો બનાવ્યો હતો. વિજય ભરવાડને પીઠના ભાગે ઈજા પહોંચી જેમાં આરોપી પ્રિન્સ અને મિહિર દેસાઈ સહિતના હુમલાખોરોએ પીડિતો પર તલવારો અને લાકડીઓથી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટનામાં વિજય ભરવાડને પીઠના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે અન્ય કેટલાક શખ્સો પણ ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના મામલે હુમલામાં ભોગ બનનારા શખ્સે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના પોશ વિસ્તારમાં એસ. જી. હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ ખાતે ગત શુક્રવારે કેટલાક લુખ્ખાઓએ જાહેરમાં તલવારો વડે આતંક મચાવ્યો હતો અને વાહનોમાં તોડફોડ કરીને હુમલો કર્યો હતો.
હજુ પણ અન્ય 4 આરોપીઓની ધરપકડ બાકી
આ સમગ્ર ઘટના મામલે પોલીસ દ્વારા વધુ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેની તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપીઓ જોધપુરથી ફોરચ્યુનર કાર લઈને ફરાર થઈ ગયા હતા અને દિલ્હી એરપોર્ટ પર ગાડી પાર્ક કરીને ગોવા જવા રવાના થયા હતા, ત્યાંથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને હજુ પણ અન્ય 4 આરોપીઓની ધરપકડ બાકી છે, આ આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં પોલીસે 8 આરોપીની ધરપકડ કરી લીધી છે, નોંધનીય છે કે તલવાર વડે હુમલો કરનારા શખ્સો ફોર્ચ્યુનર, ક્રેટા અને સ્કોર્પિયોમાં આવીને પેલેડિયમ મોલ પાસે ઊભા રહેલા વિજય ભરવાડ નામના શખ્સ સહિત તેના મિત્રોને નિશાનો બનાવ્યો હતો.
વિજય ભરવાડને પીઠના ભાગે ઈજા પહોંચી
જેમાં આરોપી પ્રિન્સ અને મિહિર દેસાઈ સહિતના હુમલાખોરોએ પીડિતો પર તલવારો અને લાકડીઓથી હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટનામાં વિજય ભરવાડને પીઠના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે અન્ય કેટલાક શખ્સો પણ ઈજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના મામલે હુમલામાં ભોગ બનનારા શખ્સે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.