Suratમાં કાપડ માર્કેટમાં ઉઠામણુ કરનારાઓની સાથે મિલીભગત રાખનારા પોલીસકર્મીઓની હેડકવાર્ટર ખાતે બદલી

સુરત પોલીસ કમિશનરે ત્રણ પોલીસ કર્મી સામે કડક પગલા ભરીને તેમની બદલી હેડકવાર્ટર ખાતે કરી દીધી છે.કાપડ માર્કેટમાં ઉઠામણું કરનારા સાથે મિલીભગત રાખીને તેમની સામે કાર્યવાહી નહી કરવામાં આ પોલીસ કર્મીઓની સંડોવણી સામે આવી હતી જેને લઈ સુરત પોલીસ કમિશનરને જાણ થઈ હતી અને તેમની સામે કાર્યવાહી કરી છે.સુરતમાં કાપડનું મોટું બજાર સુરત શહેરમાં કાપડનું મોટું બજાર આવેલુ છે અને આ બજારમાંથી દેશભરમાં કાપડનુ સપ્લાય થતુ હોય છે ત્યારે એજન્ટો દ્રારા ઘણીવાર રૂપિયા લઈ લેવામા આવે છે અને કાપડ મોકલાવવામા આવતુ નથી જેના કારણે વેપારીઓને મોટું નુકસાન થતું હોય છે,આવી રીતે છેતરપિંડી કરનારાઓ સામે પોલીસ તપાસ કરવાની બદલે મિલીભગત કરતી હોય છે એ કેટલા અંશે યોગ્ય કહેવાય ? આરોપીઓને સાથ આપવાને લઈ પોલીસ મદદ કરી રહી હોવાનો આક્ષેપ આ પોલીસ કર્મીઓ સામે લાગ્યો છે જેને લઈ બદલી કરવામાં આવી છે. ત્રણ પોલીસકર્મીઓ સામે કરાઈ બદલી સુરતમાં ત્રણ પોલીસ કર્મીની બદલી કરતા ચર્ચાનો વિષય બન્યો છે.સુરતના સરોલીના રણજિત જાદવ, રણછોડ રબારી,અશ્વિન ડાંગરની બદલી હેડ કવાર્ટરમાં કરી છે,આરોપીઓ સામે કાર્યવાહી નહી કરી અને તેમની સાથે રૂપિયા લઈ તેમને છોડી દેવામાં આવતો હોવાનો આક્ષેપ વેપારીઓ દ્રારા કરવામાં આવ્યો છે,જે લોકો કાપડ લઈ રૂપિયા ના આપતા હોય તેવા આરોપીઓ સાથે આ પોલીસકર્મીઓએ મિલીભગત કરી હતી જેને લઈ વેપારીઓમાં રોશ જોવા મળ્યો છે. અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા આ પોલીસકર્મીઓ અગાઉ પણ સુરતમાં અલગ-અલગ પોલીસ મથકમાં આ પોલીસકર્મીઓ વિવાદમાં આવ્યા છે,આ ત્રણ પોલીસકર્મીઓની બદલી કરાતા અન્ય પોલીસકર્મીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે,ત્યારે આરોપીઓ પાસેથી આ પોલીસકર્મીઓએ કેટલા રૂપિયા લીધા છે અને અગાઉ પણ શું વિવાદ કર્યો છે તેને લઈ પોલીસ ઈન્સપેકટરને તપાસ પણ સોંપવામાં આવી છે.

Suratમાં કાપડ માર્કેટમાં ઉઠામણુ કરનારાઓની સાથે મિલીભગત રાખનારા પોલીસકર્મીઓની હેડકવાર્ટર ખાતે બદલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત પોલીસ કમિશનરે ત્રણ પોલીસ કર્મી સામે કડક પગલા ભરીને તેમની બદલી હેડકવાર્ટર ખાતે કરી દીધી છે.કાપડ માર્કેટમાં ઉઠામણું કરનારા સાથે મિલીભગત રાખીને તેમની સામે કાર્યવાહી નહી કરવામાં આ પોલીસ કર્મીઓની સંડોવણી સામે આવી હતી જેને લઈ સુરત પોલીસ કમિશનરને જાણ થઈ હતી અને તેમની સામે કાર્યવાહી કરી છે.

સુરતમાં કાપડનું મોટું બજાર
સુરત શહેરમાં કાપડનું મોટું બજાર આવેલુ છે અને આ બજારમાંથી દેશભરમાં કાપડનુ સપ્લાય થતુ હોય છે ત્યારે એજન્ટો દ્રારા ઘણીવાર રૂપિયા લઈ લેવામા આવે છે અને કાપડ મોકલાવવામા આવતુ નથી જેના કારણે વેપારીઓને મોટું નુકસાન થતું હોય છે,આવી રીતે છેતરપિંડી કરનારાઓ સામે પોલીસ તપાસ કરવાની બદલે મિલીભગત કરતી હોય છે એ કેટલા અંશે યોગ્ય કહેવાય ? આરોપીઓને સાથ આપવાને લઈ પોલીસ મદદ કરી રહી હોવાનો આક્ષેપ આ પોલીસ કર્મીઓ સામે લાગ્યો છે જેને લઈ બદલી કરવામાં આવી છે.

ત્રણ પોલીસકર્મીઓ સામે કરાઈ બદલી
સુરતમાં ત્રણ પોલીસ કર્મીની બદલી કરતા ચર્ચાનો વિષય બન્યો છે.સુરતના સરોલીના રણજિત જાદવ, રણછોડ રબારી,અશ્વિન ડાંગરની બદલી હેડ કવાર્ટરમાં કરી છે,આરોપીઓ સામે કાર્યવાહી નહી કરી અને તેમની સાથે રૂપિયા લઈ તેમને છોડી દેવામાં આવતો હોવાનો આક્ષેપ વેપારીઓ દ્રારા કરવામાં આવ્યો છે,જે લોકો કાપડ લઈ રૂપિયા ના આપતા હોય તેવા આરોપીઓ સાથે આ પોલીસકર્મીઓએ મિલીભગત કરી હતી જેને લઈ વેપારીઓમાં રોશ જોવા મળ્યો છે.

અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા આ પોલીસકર્મીઓ
અગાઉ પણ સુરતમાં અલગ-અલગ પોલીસ મથકમાં આ પોલીસકર્મીઓ વિવાદમાં આવ્યા છે,આ ત્રણ પોલીસકર્મીઓની બદલી કરાતા અન્ય પોલીસકર્મીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે,ત્યારે આરોપીઓ પાસેથી આ પોલીસકર્મીઓએ કેટલા રૂપિયા લીધા છે અને અગાઉ પણ શું વિવાદ કર્યો છે તેને લઈ પોલીસ ઈન્સપેકટરને તપાસ પણ સોંપવામાં આવી છે.