Ahmedabad:કરોડોનું વર્ક વિઝા કૌભાંડઃ મંડળીના કરતૂતોની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હિંમતનગરના સવગઢ પાટિયા વિસ્તારમાં જરૂરિયાત મંદ લોકોને વિદેશમાં નોકરી અપાવવા માટે વર્ક વિઝાના નામે સાબરકાંઠા સહિત દેશના 13 રાજ્યોમાં રહેતા બેરોજગારો પાસેથી પાસપોર્ટ તથા લાખો રૂપિયા પડાવી લઈ આવા બેરોજગારો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર સિકંદર લોઢા અને આણી મંડળીના સભ્યોના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ તેઓ ભૂગર્ભમાં જતાં રહ્યા છે.તો બીજી તરફ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બે દિવસ અગાઉ નોંધાયેલી બે ફરીયાદો બાદ બુધવારે મોડેથી આ કૌભાંડની તપાસ કરવા માટે એસઆટીની રચના કરાઈ છે. જે મુજબ ડીવાયએસપીની આગેવાનીમાં તેમની ટીમ વધુ તપાસ કરશે.
સિકંદર લોઢા, તેના પૂત્ર તથા ભાઈ સહિત ઓફિસમાં કામ કરતા કર્મચારીઓએ વિદેશમાં નોકરી અપાવવાના બહાને ગુજરાત સહિત 13 રાજ્યોના બેરોજગારોને નોકરીની લાલચ આપી પાસપોર્ટ સહિતના દસ્તાવેજો અને રોકડ તથા ઓનલાઈનના માધ્યમથી લાખો રૂપિયા પડાવી લીધા બાદ તેમને વિઝા આપવામાં આવ્યા નથી. ત્યારબાદ ત્રણ દિવસ અગાઉ વિવિધ રાજ્યોમાંથી આવેલા ભોગ બનનાર લોકોએ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કરેલી રજૂઆત બાદ સિકંદર લોઢા આણી મંડળી વિરૂધ્ધ બે પોલીસ ફરીયાદ નોંધાઈ છે. તો બીજી તરફ સમગ્ર કૌભાંડની ઝીણવટપૂર્વક તપાસ કરવાના આશયથી વહીવટીતંત્ર ધ્વારા ચર્ચાને અંતે એસઆઈટી(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવામાં આવી હતી. જેથી હવે તેના વડા તરીકેની જવાબદારી ડીવાયએસપી એ.કે.પટેલને સોંપવામાં આવી છે. એટલુ જ નહી પણ હિંમતનગર ગ્રામ્ય પોલીસે બુધવારે મોડેથી સિકંદર લોઢાના ઘરેથી વૈભવી અને આલીશાન ગણાતી મોંઘી કાર નં. જીજે 09 બીએન 6000 ને ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લાવી દેવામાં આવી છે. આગામી સમયમાં પોલીસ હવે શંકાના આધારે તેના બેંક ખાતા તથા અન્ય વિગતોની માહિતી મેળવી એસઆઈટીના તપાસનીશ ટીમ સુપ્રત કરશે.
What's Your Reaction?






