Ahmedabad:આજથી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ગણેશોત્સવની ઉજવણીનો પ્રારંભ થશે

Aug 27, 2025 - 03:30
Ahmedabad:આજથી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ગણેશોત્સવની ઉજવણીનો પ્રારંભ થશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આવતીકાલ ગણેશચતૂર્થીથી ગણેશોત્સવનો પ્રારંભ થશે. લોકો એક દિવસથી લઈને દસ દિવસ માટે ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરતા હોય છે.

ગણેશ ઉત્સવ શરૂ થાય તે સાથે જ તંત્ર દ્વારા વિસર્જન માટે વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા મહાપાલિકા વિસ્તારમાં સાત, દહેગામમાં બે તથા માણસામાં એક મળીને કુલ દસ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. ગણેશોત્સવ નિર્વિઘ્નરૂપે પુર્ણ થાય તે માટે લોકોને વિસર્જનમાં ખાસ તકેદારી રાખવા કલેક્ટર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. આવતીકાલ 27 ઓગષ્ટ થી 7 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવની ઉજવણી ગાંધીનગર સહિત સમગ્ર જિલ્લામાં ધામધૂમથી કરાશે. આવતીકાલે ગણેશચતુર્થીના દિવસે ગણપતિદાદાની સાર્વજનિક પંડાલોથી લઈને ઘરોમાં વાજતે ગાજતે પધરામણી થશે.

આ જગ્યાઓએ કૃત્રિમ કુંડો ઊભા કરાયા

મહાપાલિકા વિસ્તારમાં પેથાપુર ખાતે સુખડેશ્વર મહાદેવ, સે-30 સાબરમતી નદી બ્રીજ પાસે, ધોળેશ્વર મહાદેવ, સંત સરોવર -ઈન્દ્રોડા, કોટેશ્વર મહાદેવ, ભાટ ટોલ પ્લાઝા, સિગ્નેચર બ્રીજ-પીડીપીયુ રોડ ખાતે તથા દહેગામ નગરપાલિકા દ્વારા પાલૈયા તળાવ-નિલકંઠ મહાદેવ મંદિર, ઉંટડિયા મહાદેવ-ઉત્કંઠેશ્વર ખાતે જ્યારે માણસા નગરપાલિકા દ્વારા હેત્વા તળાવ ખાતે અને કલોલ પાલિકા દ્વારા ઈન્દિરા બ્રીજ જીએમસી દ્વારા તૈયાર કૃત્રિમ કુંડ તૈયાર કરાયો છે ત્યાં. આ કૃત્રિમ કુંડોનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0