Ahmedabad:આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને પણ જોબ પ્રોફાઇલ સમકક્ષ પોસ્ટ પર કાયમીથવાનો હક
રાજયના 300થી વધુ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી રિટ અરજીઓની સુનાવણીના અંતે જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે એક ચુકાદો આપતાં ઠરાવ્યું કે, સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદા અને પ્રસ્થાપિત સિધ્ધાંતોને ધ્યાનમાં લેતાં આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ તેઓની જોબ પ્રોફઇલની સમકક્ષ પોસ્ટ પર નોકરીની સેવામાં કાયમી થવાનો લાભ મેળવવા હકદાર ઠરે છે.હાઇકોર્ટે તેના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આંગણવાડી વર્ક્સ અને આંગણવાડી હેલ્પર્સ રાજય અને કેન્દ્ર સરકારમાં કાયમી કર્મચારીઓની જેમ જ ગણાય અને તેથી કેન્દ્ર અને રાજય સરકાર સાથે મળીને તેઓને સરકારી સેવામાં સમાવી લેવા અને નોકરીમાં કાયમી કરવા તેમ જ કાયમી મુજબના લાભો તેઓને ચૂકવવા બાબતે એક યોગ્ય નીતિ બનાવે. આ નીતિ બનાવતાં કઇ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે પણ જસ્ટિસ નિખિલ એસ.કેરીઅલે સ્પષ્ટ કર્યું કે, આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ માટે પોસ્ટનું વર્ગીકરણ, તેમના માટેના જરૂરી પગારધોરણ અને ગ્રેડ, તેઓ એરિયર્સ માટે હકદાર છે તેની કટ ઓફ્ તારીખ -પિટિશન દાખલ કરાઇ તેના ઓછામાં ઓછા ત્રણ વર્ષ પહેલાંની હોવી જોઇએ., અન્ય જે કોઇ મુદ્દા ઉભા થાય તે પણ ધ્યાને લેવા., કેન્દ્ર સરકાર અને રાજય સરકારે આ નીતિને છ મહિનામાં અંતિમ સ્વરૂપ આપી દેવાનું રહેશે અને ત્યાં સુધી અરજદાર આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને લઘુત્તમ પગાર ધોરણ ચૂકવવાનું રહેશે. જસ્ટિસ નિખિલ એસ.કેરીઅલે સુપ્રીમકોર્ટના બંધારણની કલમ-14 અને 16(1) મુદ્દે સ્પષ્ટતા કરતાં ઇ.પી.રોયપ્પા વિરૂધ્ધ સ્ટેટ ઓફ્ તામિલનાડુના ચુકાદાને ટાંકયો હતો, જેમાં કલમ-14 અને 16(1) હેઠળ સમાનતાની ભારે હિમાયત કરાઇ છે અને પક્ષપાત (ભેદભાવ)નો વિરોધ કરાયો છે. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, સમાનતાની ગતિશીલ વિભાવના હોવાનો ખ્યાલ સીધા જેકેટ ફેર્મ્યુલા સુધી સીમિત ના હોઇ શકે. આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સની સેવાઓને સ્વૈચ્છિક કે માનદ્ સેવા ગણી તેના ઓઠા હેઠળ તેઓને નજીવી રકમ ચૂકવવામાં આવી રહી છે. આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને તેમની ફરજો અને જવાબદારીઓના આધારે અન્યાય થઇ રહ્યો છે. સરકાર તેઓને રાજયના અન્ય કાયમી કર્મચારીઓની જેમ પગાર અને મળવાપાત્ર લાભો ચૂકવવાનો ઇન્કાર કરી ભેદભાવ કરી રહી છે. આ સંજોગોમાં સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદા અને પ્રસ્થાપિત સિધ્ધાંતોને ધ્યાનમાં લેતાં આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ તેઓની જોબ પ્રોફઇલની સમકક્ષ પોસ્ટ પર નોકરીની સેવામાં કાયમી થવાનો લાભ મેળવવા હકદાર ઠરે છે. જસ્ટિસ નિખિલ એસ.કેરીઅલે મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું કે, એવું દેખીતી રીતે સ્પષ્ટ થાય છે કે, કેન્દ્ર સરકાર અને રાજય સરકાર બંને આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નાગરિક સેવાના કર્મચારીઓની સમકક્ષ નહી ગણીને અને તેઓને વેતનની યોગ્ય ચૂકવણી નહી કરીને ભારે ભેદભાવ અને અન્યાય કરી રહી છે. સરકાર આંગણવાડી વર્ક્સ અને હેલ્પર્સને અલગ રીતે મૂલવી રહી છે તે અંગે યોગ્ય ખુલાસો કરી શકી નથી અને તેથી તેઓ સ્વૈચ્છિક સેવા પૂરી પાડી રહ્યા હોઇ તે મતલબનો સરકારનો દાવો ટકી શકે તેમ જ નથી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજયના 300થી વધુ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી રિટ અરજીઓની સુનાવણીના અંતે જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે એક ચુકાદો આપતાં ઠરાવ્યું કે, સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદા અને પ્રસ્થાપિત સિધ્ધાંતોને ધ્યાનમાં લેતાં આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ તેઓની જોબ પ્રોફઇલની સમકક્ષ પોસ્ટ પર નોકરીની સેવામાં કાયમી થવાનો લાભ મેળવવા હકદાર ઠરે છે.
હાઇકોર્ટે તેના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આંગણવાડી વર્ક્સ અને આંગણવાડી હેલ્પર્સ રાજય અને કેન્દ્ર સરકારમાં કાયમી કર્મચારીઓની જેમ જ ગણાય અને તેથી કેન્દ્ર અને રાજય સરકાર સાથે મળીને તેઓને સરકારી સેવામાં સમાવી લેવા અને નોકરીમાં કાયમી કરવા તેમ જ કાયમી મુજબના લાભો તેઓને ચૂકવવા બાબતે એક યોગ્ય નીતિ બનાવે. આ નીતિ બનાવતાં કઇ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે પણ જસ્ટિસ નિખિલ એસ.કેરીઅલે સ્પષ્ટ કર્યું કે, આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ માટે પોસ્ટનું વર્ગીકરણ, તેમના માટેના જરૂરી પગારધોરણ અને ગ્રેડ, તેઓ એરિયર્સ માટે હકદાર છે તેની કટ ઓફ્ તારીખ -પિટિશન દાખલ કરાઇ તેના ઓછામાં ઓછા ત્રણ વર્ષ પહેલાંની હોવી જોઇએ., અન્ય જે કોઇ મુદ્દા ઉભા થાય તે પણ ધ્યાને લેવા., કેન્દ્ર સરકાર અને રાજય સરકારે આ નીતિને છ મહિનામાં અંતિમ સ્વરૂપ આપી દેવાનું રહેશે અને ત્યાં સુધી અરજદાર આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને લઘુત્તમ પગાર ધોરણ ચૂકવવાનું રહેશે.
જસ્ટિસ નિખિલ એસ.કેરીઅલે સુપ્રીમકોર્ટના બંધારણની કલમ-14 અને 16(1) મુદ્દે સ્પષ્ટતા કરતાં ઇ.પી.રોયપ્પા વિરૂધ્ધ સ્ટેટ ઓફ્ તામિલનાડુના ચુકાદાને ટાંકયો હતો, જેમાં કલમ-14 અને 16(1) હેઠળ સમાનતાની ભારે હિમાયત કરાઇ છે અને પક્ષપાત (ભેદભાવ)નો વિરોધ કરાયો છે. હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, સમાનતાની ગતિશીલ વિભાવના હોવાનો ખ્યાલ સીધા જેકેટ ફેર્મ્યુલા સુધી સીમિત ના હોઇ શકે. આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સની સેવાઓને સ્વૈચ્છિક કે માનદ્ સેવા ગણી તેના ઓઠા હેઠળ તેઓને નજીવી રકમ ચૂકવવામાં આવી રહી છે. આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને તેમની ફરજો અને જવાબદારીઓના આધારે અન્યાય થઇ રહ્યો છે. સરકાર તેઓને રાજયના અન્ય કાયમી કર્મચારીઓની જેમ પગાર અને મળવાપાત્ર લાભો ચૂકવવાનો ઇન્કાર કરી ભેદભાવ કરી રહી છે. આ સંજોગોમાં સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદા અને પ્રસ્થાપિત સિધ્ધાંતોને ધ્યાનમાં લેતાં આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ તેઓની જોબ પ્રોફઇલની સમકક્ષ પોસ્ટ પર નોકરીની સેવામાં કાયમી થવાનો લાભ મેળવવા હકદાર ઠરે છે.
જસ્ટિસ નિખિલ એસ.કેરીઅલે મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું કે, એવું દેખીતી રીતે સ્પષ્ટ થાય છે કે, કેન્દ્ર સરકાર અને રાજય સરકાર બંને આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નાગરિક સેવાના કર્મચારીઓની સમકક્ષ નહી ગણીને અને તેઓને વેતનની યોગ્ય ચૂકવણી નહી કરીને ભારે ભેદભાવ અને અન્યાય કરી રહી છે. સરકાર આંગણવાડી વર્ક્સ અને હેલ્પર્સને અલગ રીતે મૂલવી રહી છે તે અંગે યોગ્ય ખુલાસો કરી શકી નથી અને તેથી તેઓ સ્વૈચ્છિક સેવા પૂરી પાડી રહ્યા હોઇ તે મતલબનો સરકારનો દાવો ટકી શકે તેમ જ નથી.