Vadodara ખાતે ગુજરાતના તમામ પોલીસ કમિશનર અને રેન્‍જ વડાઓની મહત્‍વની બેઠક

વડોદરામાં પહેલીવાર ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન છે. જેમાં ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં કોન્ફરન્સ યોજાશે. કોન્ફરન્સમાં 4 શહેરમાં પોલીસ કમિશનર હાજર રહેશે. 9 રેન્જ IG, લો એન્ડ ઓર્ડરના 4 અધિકારી હાજર રહેશે. વડોદરા પોલીસ ભવનમાં શરૂઆત થશે. ક્રાઈમ અને શહેરની પરિસ્થિતિનો તાગ મેળવાશે. તથા હવે દર મહિને કોન્ફરન્સ અલગ અલગ શહેરમાં યોજાશે. બેઠકમાં સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન જાળવવા સહિત મુદ્દાઓ ટોપ પર રહેશે બેઠકમાં નવરાત્રી તહેવારો અંતર્ગત મેટલ ડિટેકટર, રાત્રિ પેટ્રોલિંગ, દારૂ પીધેલા લોકો સામે કડક કાર્યવાહીની ચર્ચા થશે. મોં સુંઘવા વ્‍યવસ્‍થા અને સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન જાળવવા સહિત મુદ્દાઓ ટોપ પર રહેશે. રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય પ્રફોર્મા એ (સીપી) અને પ્રફોર્મા બી (રેન્‍જ વડા) દ્વારા કેવો અમલ થયો તેનો હિસાબ માંગશે. સાગર સુરક્ષા, ગાંજા, ડ્રગ્‍સ, બોર્ડર પરથી પરપ્રાંતમાં ઘુસ્‍તા દારૂના ટ્રકો આડે સ્‍પીડ બ્રેકર મુકવા લેવાયેલ પગલાઓ સહિત મહત્‍વની બાબતો પર મંથન કરાશે. રાજયમાં કાયદો વ્‍યવસ્‍થા બાબતે આગામી નવરાત્રી પર્વ અને દીપોત્‍સવી તહેવારો પર ડ્રગ્‍સની હેરફેર રોકવા, પર પ્રાંતમાંથી બોર્ડર રસ્‍તે ઘૂસતો દારૂ રોકવા આડે સ્‍પીડ બ્રેકર સહિતની રણનીતિ ઘડી કાઢી અમદાવાદ બેઠકમાં લેવાયેલ નિર્ણય થયા બાદ થયેલ કાર્યવાહી અંગેની રાજ્યના વડા વિકાસ સહાય સહીત ગુજરાતભરના ટોચના આઈપીએસ અધિકારીઓની બેઠક ગાંધીનગરની જગ્યા બદલે વડોદરા ખાતે મળી રહી હોવાથી વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર ટીમ દ્વારા વ્‍યવસ્‍થાને આખરી ઓપ આપવા ભારે ધમધમાટ ચાલી રહ્યાનું સૂત્રો જણાવે છે. હવે રાજ્યના વડોદરા અને ત્‍યારબાદ રાજકોટ અને સુરતમાં પણ આવી બેઠક થશે રાજયના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બોલાવાયેલી આ બેઠકમાં દરેક પોલીસ કમિશનર દ્વારા તેમને અગાઉથી અપાયેલ પરફોમમાં એ મુજબ અને રેન્‍જ વડાઓ દ્વારા પરફોમમાં બી મુજબની વિગતો ત્‍યાર કરી બેઠકમાં કરેલ કાર્યવાહી અંગેનાં હિસાબ કિતાબ રજૂ કરવાના હોવાથી તમામ પોલીસ કમિશનર દ્વારા આ વિગતો તૈયાર કરવા આખી ટીમો કામે લગાડી દીધી છે. જે રીતે ગુજરાત સરકાર બેઠક ફકત ગાંધીનગરને બદલે અલગ અલગ સ્‍થળે રાખે છે તે રીતે રાજયના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અમદાવાદ રાજય કક્ષાની બેઠક યોજયા બાદ હવે રાજ્યના વડોદરા અને ત્‍યારબાદ રાજકોટ અને સુરતમાં પણ આવી બેઠક યોજવાની હોવાનું ગાંધીનગર પોલીસ ભવનનના સૂત્રો જણાવે છે . આ બેઠકમાં રાજયના સીઆઈડી વડા ડો.રાજ કુમાર પાંડિયન હાજર રહેશે આ બેઠકમાં રાજયના સીઆઈડી વડા ડો.રાજ કુમાર પાંડિયન, પોલીસ આધુનિકરણ અને સુધારણા વિભાગના એડી.ડીજી ખુર્શીદ અહેમદ, એડી.ડીજી ઇન્‍કવાયરી અને લો એન્‍ડ ઓર્ડરના ડીઆઇજી પણ ઉપસ્‍થિત રહેવા કહેવાયું છે. બેઠકમાં રાજ્યના વિશાળ દરિયા કિનારો, નિર્જન ટાપુ પર વ્‍યવસ્‍થા, સાગર સુરક્ષા, કાયદો વ્‍યવસ્‍થા સામે પડકાર ઊભા કરતાં તત્‍વો સામેની કાર્યવાહી અને નવરાત્રી મહોત્‍સવ અંગે મેટલ ડિરેકટર,ઓળખ કાર્ડ, રાત્રિ ચુસ્‍ત બંદોબસ્‍ત, સુપ્રીમ કોર્ટેની સમય મર્યાદા પાલન સહિતની બાબતો મુખ્‍ય રહેનાર હોવાનું જાણકારો માની રહ્યા છે.

Vadodara ખાતે ગુજરાતના તમામ પોલીસ કમિશનર અને રેન્‍જ વડાઓની મહત્‍વની બેઠક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં પહેલીવાર ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન છે. જેમાં ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં કોન્ફરન્સ યોજાશે. કોન્ફરન્સમાં 4 શહેરમાં પોલીસ કમિશનર હાજર રહેશે. 9 રેન્જ IG, લો એન્ડ ઓર્ડરના 4 અધિકારી હાજર રહેશે. વડોદરા પોલીસ ભવનમાં શરૂઆત થશે. ક્રાઈમ અને શહેરની પરિસ્થિતિનો તાગ મેળવાશે. તથા હવે દર મહિને કોન્ફરન્સ અલગ અલગ શહેરમાં યોજાશે.

બેઠકમાં સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન જાળવવા સહિત મુદ્દાઓ ટોપ પર રહેશે

બેઠકમાં નવરાત્રી તહેવારો અંતર્ગત મેટલ ડિટેકટર, રાત્રિ પેટ્રોલિંગ, દારૂ પીધેલા લોકો સામે કડક કાર્યવાહીની ચર્ચા થશે. મોં સુંઘવા વ્‍યવસ્‍થા અને સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન જાળવવા સહિત મુદ્દાઓ ટોપ પર રહેશે. રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય પ્રફોર્મા એ (સીપી) અને પ્રફોર્મા બી (રેન્‍જ વડા) દ્વારા કેવો અમલ થયો તેનો હિસાબ માંગશે. સાગર સુરક્ષા, ગાંજા, ડ્રગ્‍સ, બોર્ડર પરથી પરપ્રાંતમાં ઘુસ્‍તા દારૂના ટ્રકો આડે સ્‍પીડ બ્રેકર મુકવા લેવાયેલ પગલાઓ સહિત મહત્‍વની બાબતો પર મંથન કરાશે. રાજયમાં કાયદો વ્‍યવસ્‍થા બાબતે આગામી નવરાત્રી પર્વ અને દીપોત્‍સવી તહેવારો પર ડ્રગ્‍સની હેરફેર રોકવા, પર પ્રાંતમાંથી બોર્ડર રસ્‍તે ઘૂસતો દારૂ રોકવા આડે સ્‍પીડ બ્રેકર સહિતની રણનીતિ ઘડી કાઢી અમદાવાદ બેઠકમાં લેવાયેલ નિર્ણય થયા બાદ થયેલ કાર્યવાહી અંગેની રાજ્યના વડા વિકાસ સહાય સહીત ગુજરાતભરના ટોચના આઈપીએસ અધિકારીઓની બેઠક ગાંધીનગરની જગ્યા બદલે વડોદરા ખાતે મળી રહી હોવાથી વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર ટીમ દ્વારા વ્‍યવસ્‍થાને આખરી ઓપ આપવા ભારે ધમધમાટ ચાલી રહ્યાનું સૂત્રો જણાવે છે.

હવે રાજ્યના વડોદરા અને ત્‍યારબાદ રાજકોટ અને સુરતમાં પણ આવી બેઠક થશે

રાજયના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બોલાવાયેલી આ બેઠકમાં દરેક પોલીસ કમિશનર દ્વારા તેમને અગાઉથી અપાયેલ પરફોમમાં એ મુજબ અને રેન્‍જ વડાઓ દ્વારા પરફોમમાં બી મુજબની વિગતો ત્‍યાર કરી બેઠકમાં કરેલ કાર્યવાહી અંગેનાં હિસાબ કિતાબ રજૂ કરવાના હોવાથી તમામ પોલીસ કમિશનર દ્વારા આ વિગતો તૈયાર કરવા આખી ટીમો કામે લગાડી દીધી છે. જે રીતે ગુજરાત સરકાર બેઠક ફકત ગાંધીનગરને બદલે અલગ અલગ સ્‍થળે રાખે છે તે રીતે રાજયના મુખ્‍ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અમદાવાદ રાજય કક્ષાની બેઠક યોજયા બાદ હવે રાજ્યના વડોદરા અને ત્‍યારબાદ રાજકોટ અને સુરતમાં પણ આવી બેઠક યોજવાની હોવાનું ગાંધીનગર પોલીસ ભવનનના સૂત્રો જણાવે છે .

આ બેઠકમાં રાજયના સીઆઈડી વડા ડો.રાજ કુમાર પાંડિયન હાજર રહેશે

આ બેઠકમાં રાજયના સીઆઈડી વડા ડો.રાજ કુમાર પાંડિયન, પોલીસ આધુનિકરણ અને સુધારણા વિભાગના એડી.ડીજી ખુર્શીદ અહેમદ, એડી.ડીજી ઇન્‍કવાયરી અને લો એન્‍ડ ઓર્ડરના ડીઆઇજી પણ ઉપસ્‍થિત રહેવા કહેવાયું છે. બેઠકમાં રાજ્યના વિશાળ દરિયા કિનારો, નિર્જન ટાપુ પર વ્‍યવસ્‍થા, સાગર સુરક્ષા, કાયદો વ્‍યવસ્‍થા સામે પડકાર ઊભા કરતાં તત્‍વો સામેની કાર્યવાહી અને નવરાત્રી મહોત્‍સવ અંગે મેટલ ડિરેકટર,ઓળખ કાર્ડ, રાત્રિ ચુસ્‍ત બંદોબસ્‍ત, સુપ્રીમ કોર્ટેની સમય મર્યાદા પાલન સહિતની બાબતો મુખ્‍ય રહેનાર હોવાનું જાણકારો માની રહ્યા છે.