Ahmedabad:અમદાવાદ થી દુબઇની ફ્લાઇટમાં ખામી મુસાફરો છ કલાકથી વધુ સમય અટવાયા

Sep 3, 2025 - 06:00
Ahmedabad:અમદાવાદ થી દુબઇની ફ્લાઇટમાં ખામી મુસાફરો છ કલાકથી વધુ સમય અટવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદથી દુબઇ જતી મંગળવારે સાંજે 5:00 વાગ્યાની ફ્લાઇટ SG-015 માં ટેક્નિકલ ખામી સર્જાતા ફ્લાઇટની ઉડાન થોભાવી દેવી પડી હતી. હવે ફ્લાઇટ રાત્રે 11:00 કલાકે ટેક ઓફ કરશે તેવી એરપોર્ટ પર જાહેરાત કરાતા આ ફ્લાઇટના મુસાફરો એરપોર્ટ પર રઝળી પડયા હતા. તેમનો મુસાફરોની શિડયૂલ ખોરવાઇ ગયો હતો.

બીજી બાજુ મંગળવારે ઇન્ડિગોની 6E 1478 નંબરની દુબઇથી અમદાવાદની સવારે 9:35 ની ફ્લાઇટ પણ સાતેક કલાક મોડી પડીને અમદાવાદ સાંજે 5:47 કલાકે લેન્ડ થઇ હતી. જેથી આ ફ્લાઇટના મુસાફરો પણ હેરાનગતિનો ભોગ બન્યા હતા. સોમવારે દિલ્હીમાં ભારે વરસાદ પડી જતા મંગળવારે અમદાવાદ-દિલ્હી વચ્ચેની હવાઇ સેવા ઉપર અસર વર્તાઇ હતી. જેમાં 6 ફ્લાઇટો કલાકો સુધી મોડી પડી હતી. ઇન્ડિગોની દિલ્હીની રાત્રે 12:45 ની 1:24 કલાકે, એર ઇન્ડિયાની ગોવાની સવારે 4:05 ની 4:47 કલાકે, દિલ્હીની બપોરે 2:35 ની 3:12 કલાકે, ઇન્ડિગોની દિલ્હીની બપોરે 3:05 ની 3:43 કલાકે, એર ઇન્ડિયાની દિલ્હીની રાત્રે 3:40 ની 8:10 કલાકે અમદાવાદ આવી હતી. જ્યારે વિયેટજેટની હોચિ મિન્હ સિટીની રાત્રે 10:50 ની 11:29 કલાકે અમદાવાદ આવશે તેવી જાહેરાત કરાઇ હતી.

અમદાવાદથી ઉપડતી એર ઇન્ડિયાની મુંબઇની સવારે 4:40 ની 5:23 કલાકે, બેંગ્લુરૂની સવારે 11:00 ની 11:30 કલાકે, એર ઇન્ડિયાની દિલ્હીની બપોરે 3:15 ની 3:56 કલાકે, ઇન્ડિગોની દિલ્હીની બપોરે 3:45 ની 4:24 કલાકે અને ભુવનેશ્વરની સાંજે 6:15 ની 7:11 કલાકે આવી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0