Ahmedabના સતાધાર બ્રિજ નિર્માણમાં મનપાની ઘોર બેદરકારી, કરોડોના ખર્ચે બ્રિજ બન્યો પણ સર્વિસ રોડ ભૂલાયો

Jul 26, 2026 - 17:30
Ahmedabના સતાધાર બ્રિજ નિર્માણમાં મનપાની ઘોર બેદરકારી, કરોડોના ખર્ચે બ્રિજ બન્યો પણ સર્વિસ રોડ ભૂલાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની અણઘડ કામગીરી અને આયોજનના અભાવનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. શહેરમાં કરોડો રૂપિયાના અધધ ખર્ચે સતાધાર બ્રિજનું નિર્માણ તો કરી દેવામાં આવ્યું, પરંતુ તેના નીચેથી પસાર થતા અત્યંત મહત્વપૂર્ણ સર્વિસ રોડ બનાવવાનું તંત્ર સાવ ભૂલી જ ગયું હોય તેમ લાગે છે. બ્રિજ બની જવા છતાં સ્થાનિક વાહનચાલકો માટે સર્વિસ રોડની યોગ્ય સુવિધા ન ઊભી કરાતાં મનપાની કામગીરી સામે લોકરોષ ચરમસીમાએ પહોંચ્યો છે.

મસમોટા ખાડાથી અકસ્માતનો ભય

હજુ તો ચોમાસાની શરૂઆતમાં સામાન્ય વરસાદ પડતાં જ બ્રિજ નીચેનો આખો રસ્તો ધોવાઈ ગયો છે. રસ્તા પર ઠેર-ઠેર મસમોટા ખાડા પડી જતાં આંતરિક રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. આ તૂટેલા રસ્તાના કારણે રોજેરોજ નાના-મોટા અકસ્માતો સર્જાવાનો ભય સતત તોળાઈ રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અને વરસાદી પાણી ભરાવાને કારણે ખાડા ન દેખાતાં વાહનચાલકો પટકાવાના બનાવો બની રહ્યા છે.

લોકોનો આક્રોશ: "સર્વિસ રોડ કેમ નહીં?"

સર્વિસ રોડના અભાવે તેમજ બ્રિજ પર લોકોની અવરજવર પ્રમાણમાં ઓછી હોવાથી મોટા ભાગનો ટ્રાફિક નીચેના બિસ્માર રસ્તા પર જ ધકેલાય છે. જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આક્રોશિત સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, "જો તંત્ર કરોડોના ખર્ચે વિશાળ બ્રિજ બનાવી શકતું હોય, તો નીચે એક સરખો સર્વિસ રોડ કેમ બનાવી શકતું નથી?" સ્થાનિકોએ મનપા પાસે આ રોડનું યોગ્ય સમારકામ કરી નવો સર્વિસ રોડ બનાવવાની માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0