Agriculture News : ખરીફ કઠોળ પાકોમાં રોગ જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં લેવાના પગલાં

Jun 19, 2026 - 23:00
Agriculture News : ખરીફ કઠોળ પાકોમાં રોગ જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં લેવાના પગલાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલમાં ચોમાસાની સિઝન ખેંચાય તેવા સંજોગો છે. અલનીનોને કારણે વરસાદ ખેંચાઈ શકે છે. પરંતુ વાવણી થાય ત્યારે ખરીફ કઠોળ પાકોમાં રોગ જીવાત વ્યવસ્થાપન માટે લેવાના પગલાંની માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જેમાં રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી.રોગમુક્ત છોડ પરથી એકઠા કરેલ દાણાનો બિયારણ તરીકે ઉપયોગ કરવો.વિષાણુંથી થતી પાનની કરચલી રોગના નિયંત્રણ માટે બિયારણને વાવતા પહેલાં 55 સેં ગ્રે.ગરમ પાણીમાં 30 મીનીટ રાખવા ત્યારબાદ ઉપયોગમાં લેવા. મગ, મઠ, અડદ જેવાં પાકોમાં મેક્રોફેમિના બ્લાઇટ રોગના નિયંત્રણ માટે ધાન્ય પાકોની સાથે ફેરબદલી કરવી. બીજને વાવતા પહેલાં થાયરમ, કાર્બેન્ડેઝીમ અથવા મેન્કોઝેબ જેવી ફૂગનાશકોનો 2 થી 3 ગ્રામ/કિલો બીજ દીઠ પટ આપીને વાવણી કરવી. 

15 મીનીટ બોળી રાખીને ત્યારબાદ વાવણી કરવી

જીવાણુંથી થતા પાનના ટપકાનો રોગના નિયંત્રણ માટે બીજને સ્ટ્રેપ્ટોસાયક્લીન 250 પીપીએમ દ્રાવણમાં 15 મીનીટ બોળી રાખીને ત્યારબાદ વાવણી કરવી. મોલો, સફેદમાખી,તડતડીયાં અને થ્રિપ્સના નિયંત્રણ માટે બીજને જંતુનાશક દવાઓ જેવી કે, ઇમિડાક્લોપ્રિડ 70 ડબ્લ્યુએસ 7.5 ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રિડ 600 એફએસ 10 મિ.લી. અથવા થાયામેથોક્ઝામ 70 ડબ્લ્યુએસ 2.8 ગ્રામ અથવા થાયામેથોક્ઝામ 35 એફએસ 10 મિ.લી પ્રતિ કિલો પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવું.

નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવો

થડમાખી જીવાતનો વધુ ઉપદ્રવ રહેતો હોય તેવા વિસ્તારોમાં નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન 3 સીજી 33કિ.ગ્રા./ હે પ્રમાણે જમીનમાં આપવું.વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે,આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવો.

આ પણ વાંચોઃ Sandesh Explainer : જાણો શું છે Dark Web જેણે ભારત જ નહીં સમગ્ર વિશ્વની સરકારોની ચિંતા વધારી?



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0