80,000 રૂપિયાની લાંચ લેનારા સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીના લૉકરમાંથી 52 લાખ મળ્યાં

Mar 18, 2026 - 19:00
80,000 રૂપિયાની લાંચ લેનારા સ્ટેટ ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીના લૉકરમાંથી 52 લાખ મળ્યાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Gandhinagar News: ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ કરતા લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એન્ટી કરપ્શન બ્યુરો, ACB) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગત 15 માર્ચ 2026ના રોજ અમદાવાદ રિજીયન સ્થિત સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો (SIB)ના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતન ગીરીશભાઈ દવે વિરુદ્ધ ગાંધીનગર ACBએ લાંચ અને અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. જે બાદ ગઇકાલે 17 માર્ચે મહેસાણા ACB દ્વારા પણ તપાસ કરવામાં આવતા ગાંધીનગરની એક ખાનગી બેન્કના લોકરમાંથી મોટી રકમ મળી આવી હતી.

સીનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર લાંચ લેતા ACBની ઝપેટમા

સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતન ગીરીશભાઈ દવેએ એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રીન્યુ કરવા માટે પોઝિટિવ અભિપ્રાય આપવાના બદલામાં 80,000 રૂપિયાની માંગણી કરી હતી, જે રકમ સ્વીકારતા જ ACBની ટીમે કેતનને 15 માર્ચે દબોચી લીધો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0