31stને લઈ મહિલા પોલીસ એક્શનમાં, 500 બોડીવોર્ન કેમેરાથી સજ્જ...300 બ્રેથ એનેલાઈઝરથી તપાસ

ગુજરાતભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે 31 st ની ઉજવણીનાં ભાગરૂપે રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ પોલીસ એક્શન મોડમાં આવી છે. મહિલાઓ સલામત રીતે નવા વર્ષની ઉજવણી કરી શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસ વિભાગ ચાપતી નજર રાખશે.મહિલા PI, મહિલા પોલીસકર્મીઓ, શી ટીમ તૈનાત રહેશે પ્રાપ્ત માહિતી અનુસાર, 31 st ની ઉજવણીને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મહિલા પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. શહેરમાં મહિલાઓ સલામત અને સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસે ખાસ તૈયારી કરી છે. અમદાવાદ મહિલા પોલીસ વિભાગમાંથી મહિલા PI, મહિલા પોલીસકર્મીઓ, શી ટીમ તૈનાત રહેશે અને જો કોઈ મહિલાઓ સાથે રોમિયોગીરી કરતા ઝડપાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.500 બોડી વોર્ન કેમેરાથી સજ્જ અમદાવાદ પોલીસઅમદાવાદ પોલીસ વિભાગનાં આગોતરાં આયોજનનાં ભાગરૂપે વિવિધ ઉજવણીનાં સ્થળે પેટ્રોલિંગ હાથ ધરાશે. જ્યાં વધારે ભીડ ભેગી થાય છે અને ઉજવણીનાં હોસ્પોસ્ત વિસ્તારો હોય છે ત્યાં શી ટીમ તૈનાત રહેશે. PI થી લઈને ASI સહિત તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાય રહેશે. ઉપરાંત, ઉજવણી થતાં પાર્ટી પ્લોટ, જાહેર જગ્યા પર મહિલા પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં તેનાત રહેશે. ઉપરાંત, 500 બોડી વોર્ન કેમેરા, 300 બ્રેથ એનેલાઈજરથી તપાસ કરવામાં આવશે.

31stને લઈ મહિલા પોલીસ એક્શનમાં, 500 બોડીવોર્ન કેમેરાથી સજ્જ...300 બ્રેથ એનેલાઈઝરથી તપાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે 31 st ની ઉજવણીનાં ભાગરૂપે રાજ્યભરમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ પોલીસ એક્શન મોડમાં આવી છે. મહિલાઓ સલામત રીતે નવા વર્ષની ઉજવણી કરી શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસ વિભાગ ચાપતી નજર રાખશે.

મહિલા PI, મહિલા પોલીસકર્મીઓ, શી ટીમ તૈનાત રહેશે

પ્રાપ્ત માહિતી અનુસાર, 31 st ની ઉજવણીને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મહિલા પોલીસ પણ એક્શન મોડમાં આવી છે. શહેરમાં મહિલાઓ સલામત અને સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહિલા પોલીસે ખાસ તૈયારી કરી છે. અમદાવાદ મહિલા પોલીસ વિભાગમાંથી મહિલા PI, મહિલા પોલીસકર્મીઓ, શી ટીમ તૈનાત રહેશે અને જો કોઈ મહિલાઓ સાથે રોમિયોગીરી કરતા ઝડપાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

500 બોડી વોર્ન કેમેરાથી સજ્જ અમદાવાદ પોલીસ

અમદાવાદ પોલીસ વિભાગનાં આગોતરાં આયોજનનાં ભાગરૂપે વિવિધ ઉજવણીનાં સ્થળે પેટ્રોલિંગ હાથ ધરાશે. જ્યાં વધારે ભીડ ભેગી થાય છે અને ઉજવણીનાં હોસ્પોસ્ત વિસ્તારો હોય છે ત્યાં શી ટીમ તૈનાત રહેશે. PI થી લઈને ASI સહિત તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાય રહેશે. ઉપરાંત, ઉજવણી થતાં પાર્ટી પ્લોટ, જાહેર જગ્યા પર મહિલા પોલીસકર્મીઓ સિવિલ ડ્રેસમાં તેનાત રહેશે. ઉપરાંત, 500 બોડી વોર્ન કેમેરા, 300 બ્રેથ એનેલાઈજરથી તપાસ કરવામાં આવશે.