29 November Top News: બંગાળની ખાડીમાં ચક્રવાતનું સંકટ, મન કી બાતનો 140 મો એપિસોડ PM મોદી સંબોધશે...
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પીએમ મોદી ડૉ. ભૂપેન હજારિકાના જન્મ શતાબ્દી સમારોહમાં હાજરી આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે 6 વાગ્યે દિલ્હીના ભારત મંડપમ ખાતે ડૉ. ભૂપેન હજારિકાના જન્મ શતાબ્દી સમારોહના સમાપન કાર્યક્રમમાં હાજરી આપશે. આ પ્રસંગે તેઓ ઉપસ્થિત જનમેદનીને સંબોધિત પણ કરશે.
મન કી બાતના 140મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધશે પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ના 140મા એપિસોડમાં દેશવાસીઓ સાથે સંવાદ કરશે.
બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાતી સિસ્ટમ બનવાની શક્યતા
29થી 30 નવેમ્બરની આસપાસ દક્ષિણ અંદમાન સાગર અને બંગાળની ખાડીમાં નવી ચક્રવાતી સિસ્ટમ વિકસિત થવાના સંકેતો મળી રહ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં અરનબ, મુરાસુ અને અકવાન બાદ આ સિઝનમાં બંગાળની ખાડીમાં આ ચોથું સંભવિત ચક્રવાતી સિસ્ટમ હશે. જો આ સિસ્ટમ આગળ જતાં ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે તો તેનું નામ 'કાની' (Kani) રાખવામાં આવી શકે છે.
'સન્ડે ઓન સાઇકલ'નો આવતીકાલે 100મો એપિસોડ
'સન્ડે ઓન સાઇકલ' કાર્યક્રમનો આવતીકાલે 100મો એપિસોડ યોજાશે. આ પ્રસંગે 'ઇન્ડિયા રેડી ફોર ઓલિમ્પિક્સ' થીમ રાખવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મહારાષ્ટ્રના પુણેના પિંપરી-ચિંચવડ ખાતે આશરે 50 હજાર સાઇકલપ્રેમીઓ સાથે સાઇકલિંગ કરશે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દેશમાં રમતગમતની સંસ્કૃતિ અને ફિટનેસને પ્રોત્સાહન આપવાનો છે. આ 100મો એપિસોડ ભારતના ઓલિમ્પિક અભિયાનને સમર્પિત રહેશે.
દિલ્હીમાં RSSનો ભવ્ય સમાગમ 'રાષ્ટ્ર વંદનમ' યોજાશે
આવતીકાલે દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા 'રાષ્ટ્ર વંદનમ' નામનો ભવ્ય સમાગમ યોજાશે. આ કાર્યક્રમમાં આશરે 9 હજાર સ્વયંસેવકો યોગ કરશે અને સમાજને નશામુક્તિ તથા રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપશે. સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જગદીશ સિંહ ખેહર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
NDAની 151મી પાસિંગ આઉટ પરેડનું રાજનાથ સિંહ કરશે નિરીક્ષણ
રક્ષામંત્રી રાજનાથ સિંહ 29 નવેમ્બર 2026ના રોજ મહારાષ્ટ્રના પુણે સ્થિત નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA)ના ખડકવાસલા પરિસરમાં યોજાનારી 151મા કોર્સની પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો બે દિવસીય મિઝોરમ પ્રવાસ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી બે દિવસીય મિઝોરમ પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ મિઝોરમના કેલસિહ ખાતે આવેલા રોપુઇલિયાની આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયની મુલાકાત લેશે.
મહિલા અનામત અને સીમાંકન મુદ્દે કોંગ્રેસના મુખ્યમંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ
મહિલા અનામત અને લોકસભા-વિધાનસભા મતવિસ્તારોના સીમાંકનના મુદ્દે કોંગ્રેસશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આવતીકાલે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પહેલાં આ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક પણ યોજાવાની છે. 30 નવેમ્બરે લોકસભા અને 2 ડિસેમ્બરે રાજ્યસભાનું સત્ર બોલાવવાની જાહેરાત બાદ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે.
યોગી આદિત્યનાથ આવતીકાલે ગોરખપુરની મુલાકાતે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવતીકાલે પોતાની કર્મભૂમિ ગોરખપુરની મુલાકાતે રહેશે. આ દરમિયાન તેઓ ઉત્તર પ્રદેશના બીજા સૌથી મોટા ઔદ્યોગિક શહેર ગીડાના સ્થાપના દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે. આ પ્રસંગે ગોરખપુરમાં અંદાજે 17,650 કરોડ રૂપિયાના રોકાણ સાથે જોડાયેલા પાંચ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવાની યોજના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે 3 વાગ્યે નવસારી જિલ્લાના પ્રવાસે આવશે.મુખ્યમંત્રી નવસારી જિલ્લા ખાતે વિવિધ પ્રકલ્પો ના ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે.જિલ્લા ને 753 કરોડ થી વધુના વિકાસ કાર્યો ની ભેટ મળશે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

