29 July Top News: 29 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ

Jul 28, 2026 - 22:00
29 July Top News: 29 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેશ અને દુનિયામાં 29 જુલાઈનો દિવસ અનેક મહત્વપૂર્ણ રાજકીય, સામાજિક અને રમતગમતની ઘટનાઓથી ભરેલો રહેશે. આવતીકાલે રાહુલ ગાંધી સંસદમા સંબોધન કરશે, સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી, 16 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી, મનસુખ માંડવિયાની આવતીકાલે બપોરે પ્રેસ કોન્ફરન્સ સહિતની ઘટનાઓ બનશે.

દેશના 16 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના વાતાવરણને લઈને મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆર (Delhi-NCR), ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત દેશના કુલ 16 રાજ્યોમાં તોફાની પવનો ફૂંકાવાની સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બદલાયેલા હવામાનના મિઝાજને પગલે અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સ્થાનિક લોકોને વહીવટી તંત્ર દ્વારા સાવચેત રહેવાની તેમજ બિનજરૂરી પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવી છે.

રાહુલ ગાંધી અને ધવલ પટેલ વક્તવ્ય આપશે

લોક પરીક્ષા વિધેયક પર સંસદમાં ચર્ચા દરમિયાન વિપક્ષ તરફથી રાહુલ ગાંધી પોતાનું વક્તવ્ય રજૂ કરશે, જ્યારે ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી વલસાડના સાંસદ ધવલ પટેલ પક્ષનો પક્ષ રાખશે.

વલસાડના સાંસદ ધવલ પટેલ પીએમ મોદી અને અમિત શાહને મળશે

વલસાડમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિ અને રાહત કામગીરી અંગે ચર્ચા કરવા માટે વલસાડના સાંસદ ધવલ પટેલ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે.

ભોજશાળા વિવાદ: સતત બીજા સપ્તાહે પણ નમાઝ ન પઢાઈ

મધ્ય પ્રદેશના ધાર સ્થિત વિવાદિત ભોજશાળા પરિસરમાં નમાઝ માટે યોગ્ય જગ્યા અંગે સંમતિ ન સધાતાં સતત બીજા અઠવાડિયે પણ નમાઝ પઢવામાં આવી નહોતી. હવે નમાઝ માટે અન્ય વૈકલ્પિક જગ્યા ફાળવવા મામલે બંને પક્ષો પોતપોતાની દલીલો રજૂ કરશે.

રમતગમત અને શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની આવતીકાલે બપોરે પ્રેસ કોન્ફરન્સ

કેન્દ્રીય રમતગમત અને શ્રમ મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે બપોરે 12:00 વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે, જેમાં મંત્રાલય સંબંધિત મહત્વના નિર્ણયોની જાહેરાત થઈ શકે છે.

ડાંગનો યુવાન કરશે હિમાલય સર

ડાંગ જિલ્લાના યુવા ભોવાનભાઈ રાઠોડ ડ હિમાચલ પ્રદેશમાં આવેલ માઉન્ટ યુનમ શિખર સર કરવાના અભિયાનનો સંકલ્પ લીધો છે.અભિયાન પહેલાં 29 જુલાઈએ આહવા જિલ્લા સેવા સદનમાં ફ્લેગ-ઓફ કાર્યક્રમ યોજાશે,જેમાં જિલ્લાના આગેવાનો અને અધિકારીઓને આમંત્રણ પાઠવાયું છે.આ અભિયાનનો હેતુ માત્ર શિખર સર કરવાનો જ નહીં, પરંતુ ડાંગના યુવાનોમાં સાહસ,આત્મવિશ્વાસ અને દેશપ્રેમની ભાવના જગાવવાનો પણ છે.

શામળાજીમાં ઉજવાશે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ

યાત્રાધામ શામળાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડશે ભગવાન શામળિયાને પણ અનોખા શણગાર કરવામાં આવશે જેને કોઈ ગુરુ નથી એને ભગવાન કૃષ્ણ જગત ના ગુરુછે એવા ભાવ સાથે ભગવાન ના દર્શન કરી ભક્તો ધન્ય બનશે

ડાકોરમાં ભવ્ય રીતે ઉજવાશે ગુરુ પૂર્ણિમા

આવતીકાલે યાત્રાધામ ડાકોરમાં ભવ્ય રીતે ઉજવાશે ગુરુ પૂર્ણિમા ઉત્સવ ડાકોરના ઠાકોર સાથે વિવિધ ગુરુગાદીએ ભક્તો શિષ્યો નમાવસે મસ્તક

રાજકોટમાં આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક

રાજકોટમાં આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે મહત્વની દરખાસ્તો અંગે લેવાઈ શકે છે નિર્ણય 

આવતીકાલે ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂપૂજન

આવતીકાલે ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂપૂજન રાજકોટમાં વિવિધ ગુરુ આશ્રમો આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન બની રહેશે 

29 જુલાઈની વિશ્વ અને ભારતની ઐતિહાસિક ઘટનાઓ 

ઇન્ટરનેશનલ ટાઇગર ડે (આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ): વાઘના સંરક્ષણ અને તેમની ઘટતી જતી સંખ્યા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 29 જુલાઈના રોજ વિશ્વભરમાં 'આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ' ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત વર્ષ 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ખાતે યોજાયેલા સમિટથી થઈ હતી.

1981 - પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયનાના લગ્ન

બ્રિટનના શાહી પરિવારમાં પ્રિન્સ ચાર્લ્સ (હાલના કિંગ ચાર્લ્સ III) અને લેડી ડાયના સ્પેન્સરના લગ્ન લંડનના સેન્ટ પોલ કેથેડ્રલ ખાતે થયા હતા. આ લગ્નને "શતકની રોયલ વેડિંગ" તરીકે ઓળખવામાં આવે છે, જેને વિશ્વભરમાં કરોડો લોકોએ ટીવી પર જીવંત જોયા હતા.

1958 - નાસા (NASA)ની સ્થાપના

અમેરિકી પ્રમુખ ડ્વાઇટ ડી. આઇઝનહોવરે રાષ્ટ્રીય એરોનોટિક્સ અને સ્પેસ એક્ટ પર હસ્તાક્ષર કર્યા, જેના દ્વારા અમેરિકાની અવકાશ એજન્સી NASA (National Aeronautics and Space Administration) ની સત્તાવાર સ્થાપના થઈ.

2020 - ફ્રાન્સથી ભારતમાં 'રાફેલ' ફાઇટર જેટનું આગમન

ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં 29 જુલાઈ 2020નો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે ફ્રાન્સથી ખરીદેલા પ્રથમ 5 'રાફેલ' ફાઇટર વિમાનો અંબાલા એરબેઝ ખાતે સફળતાપૂર્વક પહોંચ્યા હતા, જેનાથી ભારતની સૈન્ય તાકાતમાં ભારે વધારો થયો હતો.

1904 - જે.આર.ડી. ટાટાનો જન્મ

ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ અને ટાટા ગ્રુપને વૈશ્વિક ઓળખ અપાવનાર જે.આર.ડી. ટાટા (જહાંગીર રતનજી દાદાભોય ટાટા) નો જન્મ 29 જુલાઈ 1904 ના રોજ પેરિસમાં થયો હતો. તેઓ ભારતના પ્રથમ લાઇસન્સ પ્રાપ્ત પાઇલટ પણ હતા.

1908 - ઈસ્ટ ઈન્ડિયા રેલવેનું નિર્માણ

ભારતમાં કોલકાતા (તત્કાલીન કલકત્તા) અને આસપાસના વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ સુધારવા માટે 29 જુલાઈ 1908ના રોજ ઈસ્ટ ઈન્ડિયા રેલવેની સ્થાપના માટેના નિર્ણયો લેવાયા હતા.

પ્રખ્યાત પુણ્યતિથિ

1891 - ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર: ભારતના મહાન સમાજ સુધારક, શિક્ષણશાસ્ત્રી અને વિધવા પુનઃવિવાહ આંદોલનના પ્રણેતાનું અવસાન થયું.

1996 - અરુણા આસફ અલી: ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી મહિલા ક્રાંતિકારી.

2009 - મહારાણી ગાયત્રી દેવી: જયપુરના પૂર્વ મહારાણી અને પ્રખ્યાત રાજકીય વ્યક્તિત્વ.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0