18 બેંક ખાતા વેંચાતા લઈ 17 લોકો સાથે 39.53 લાખનું સાયબર ફ્રોડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢમાં મ્યુલ એકાઉન્ટનું ભૂત ફરી ધુણ્યું : જૂનાગઢના યુવાનની શીલના ગુનામાં ધરપકડ કરાતાં તેની પાસેથી 91 ચેકબુક, ક્રેડિટ કાર્ડ, સીમકાર્ડ મળી આવ્યાં: કુલ 18 સામે ગુનો
જૂનાગઢ, : શીલ પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાયેલા શખ્સ પાસેથી અલગ-અલગ લોકોના બેંક એકાઉન્ટ, ચેકબુક, ક્રેડિટ કાર્ડ, સીમકાર્ડ તથા મોબાઈલ મળી કુલ 91 વસ્તુ મળી આવી હતી. એસઓજીએ પૂછપરછ કરતા આ શખ્સે 18 લોકોના બેંક ખાતા વેંચાતા લઈ અન્ય રાજ્યના 17 જેટલા લોકો સાથે સાયબર ફ્રોડ કરી તેમાં જમા થયેલી રકમ વિડ્રો કરી રફેદફે કરી નાખ્યાનું ખૂલ્યું હતું. આ મામલે જૂનાગઢ એસઓજીએ આ યુવાન તેમજ તેને બેંક ખાતા વેંચાતા આપનાર 18 શખ્સો સામે બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે.
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા કેવિન રમેશ દેકીવાડીયા સામે શીલ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડ તેમજ આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ થયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

