1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ

Feb 15, 2026 - 13:00
1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Mahudi Jain Temple

Mahudi Jain Temple Controversy: ગાંધીનગર જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ તીર્થસ્થાન મહુડીમાં ટ્રસ્ટનો વિવાદ વધુ આગળ ધપ્યો છે. શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ સંઘના 8 ટ્રસ્ટીઓ તથા ટ્રસ્ટ સાથે સંકળાયેલાઓએ તેમના ઉપર લાગવામાં આવેલા વિવિધ આરોપોને ફગાવ્યા હતા. આ સાથે તેમણે એમ પણ ઉમેર્યું કે, મનઘડત આક્ષેપ કરનારા સામે તેઓ બદનક્ષીનો દાવો માંડશે.

ભક્તોને ગેરમાર્ગે દોરીને બંને શખસો ટ્રસ્ટની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છેઃ મહુડી જૈન શ્વેતામ્બર સંઘ

શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક ટ્રસ્ટ સંઘના 8 ટ્રસ્ટીઓ તથા ટ્રસ્ટ સાથે સંકળાયેલા મહેતા, વોરા અને શાહ પરિવારના પ્રતિનિધિઓએ આજે અમદાવાદ ખાતે જણાવ્યું કે, 'પાસા હેઠળ 19 માસની સજા ભોગવી ચૂકેલા અંકિત શ્રેણિકભાઈ મહેતા તથા જયેશ મહેતાને તેમના ગુનાઈત ઈતિહાસને પગલે ગયા વર્ષે મહુડી સંઘના સામાન્ય સભ્યપદેથી બરતરફ કરવામાં હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0