હોસ્પિટલમાં કાર્યરત પુજા લેબોરેટરી પણ બનાવટી હોવાનું સામે આવ્યું

અમદાવાદ,શુક્રવારઅમદાવાદ જિલ્લાના નળ સરોવર રોડ પર આવેલા કેરાલા  ગામ સ્થિત બોગસ અન્ન્યા હોસ્પિટલ કૌભાંડ કેસની તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે હોસ્પિટલમાં ચાલતી પુજા પેથોલોજી લેબોરેટરી પણ  હોસ્પિટલના સત્તાધીશો બોગસ ડીગ્રી દ્વારા ચલાવતા હતા અને દર્દીઓના લોહી અને તેમજ અન્ય સેમ્પલ લઇને પરીક્ષણ કરતા હતા. પોલીસ આ અનુસંધાનમાં લેબોરેટરીમાં કામ કરતા સાત લોકો ધરપકડ કરી છે. અમદાવાદ જિલ્લાના કેરાલા ગામમાં ચાલતી અન્નયા હોસ્પિટલ સામે કાર્યવાહી કરીને બોગસ પ્રમાણપત્રોની મદદથી ચાલતી હોવાનો પર્દાફાશ કર્યો હતો. જે અંગે મનીષા  અમરેલિયા (રહે.એકલીંગજી રેસીડેન્સી,સાણંદ), મેહુલ ચાવડા અને ધર્મેન્દ્ર નામના વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાં આરોપીઓ બોગસ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલમાં  મેડીકલ સ્ટોર અને લેબોરેટરી પણ ચલાવતા હતા.  જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર  બી સી સોંલકીએ વધુ તપાસ હાથ ધરી ત્યારે ચોંકાવનારી માહિતી સામે આવી ત્યારે જાણવા મળ્યું હતું કે પુજા પેથોલોજી લેબોરેટરીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રમાણપત્રો મળી આવ્યા હતા. જે તપાસ કરાવતા બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે આ ગુનામાં અન્ય કલમોનો ઉમેરો કરીને લેબોરેટરીમાં નોકરી કરતા સાત લોકોની ધરપકડ કરી હતી. જેમાં તેમના નામ સ્મિત રામી (રહેમોરૈયા ગામ,સાણંદ), જયેશ ચાવડા (રહે. મૌરૈયા ગામ), દિનેશ મકવાણા (રહે.જુવાલ ગામ, સાણંદ),  વિશાલ પરમાર (રહે. નિધરાડ, સાણંદ),  તરૂણ ગોહિલ (રહે. મૌરૈયા ગામ, સાણંદ), રાજીવ શર્મા (રહે. સુખ શાંતિ એપાટેમેન્ટ, ચાંગોદર) અને કિશન ઠાકોર (રહે.કાશીન્દ્રા)નો સમાવેશ થાય છે.

હોસ્પિટલમાં કાર્યરત પુજા લેબોરેટરી પણ  બનાવટી હોવાનું સામે આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ,શુક્રવાર

અમદાવાદ જિલ્લાના નળ સરોવર રોડ પર આવેલા કેરાલા  ગામ સ્થિત બોગસ અન્ન્યા હોસ્પિટલ કૌભાંડ કેસની તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે હોસ્પિટલમાં ચાલતી પુજા પેથોલોજી લેબોરેટરી પણ  હોસ્પિટલના સત્તાધીશો બોગસ ડીગ્રી દ્વારા ચલાવતા હતા અને દર્દીઓના લોહી અને તેમજ અન્ય સેમ્પલ લઇને પરીક્ષણ કરતા હતા. પોલીસ આ અનુસંધાનમાં લેબોરેટરીમાં કામ કરતા સાત લોકો ધરપકડ કરી છે.


અમદાવાદ જિલ્લાના કેરાલા ગામમાં ચાલતી અન્નયા હોસ્પિટલ સામે કાર્યવાહી કરીને બોગસ પ્રમાણપત્રોની મદદથી ચાલતી હોવાનો પર્દાફાશ કર્યો હતો. જે અંગે મનીષા  અમરેલિયા (રહે.એકલીંગજી રેસીડેન્સી,સાણંદ), મેહુલ ચાવડા અને ધર્મેન્દ્ર નામના વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાં આરોપીઓ બોગસ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલમાં  મેડીકલ સ્ટોર અને લેબોરેટરી પણ ચલાવતા હતા.  જે અંગે પોલીસ ઇન્સ્પેક્ટર  બી સી સોંલકીએ વધુ તપાસ હાથ ધરી ત્યારે ચોંકાવનારી માહિતી સામે આવી ત્યારે જાણવા મળ્યું હતું કે પુજા પેથોલોજી લેબોરેટરીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રમાણપત્રો મળી આવ્યા હતા. જે તપાસ કરાવતા બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે આ ગુનામાં અન્ય કલમોનો ઉમેરો કરીને લેબોરેટરીમાં નોકરી કરતા સાત લોકોની ધરપકડ કરી હતી. જેમાં તેમના નામ સ્મિત રામી (રહેમોરૈયા ગામ,સાણંદ), જયેશ ચાવડા (રહે. મૌરૈયા ગામ), દિનેશ મકવાણા (રહે.જુવાલ ગામ, સાણંદ)વિશાલ પરમાર (રહે. નિધરાડ, સાણંદ)તરૂણ ગોહિલ (રહે. મૌરૈયા ગામ, સાણંદ), રાજીવ શર્મા (રહે. સુખ શાંતિ એપાટેમેન્ટ, ચાંગોદર) અને કિશન ઠાકોર (રહે.કાશીન્દ્રા)નો સમાવેશ થાય છે.