હવે કોઈ નહીં કરી શકે સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ! કૉપીરાઇટ અને ટ્રેડમાર્કથી આધ્યાત્મિક વારસો કરાયો સુરક્ષિત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Kashtbhanjan Dev Salangpur Legal Protection: કરોડો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા એક અત્યંત પ્રગતિશીલ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો, તેમની અનન્ય ઓળખ અને સાળંગપુર ધામ સાથે સંકળાયેલી આધ્યાત્મિક વિશિષ્ટતાઓનો ભવિષ્યમાં કોઈ ખોટો કે વ્યાવસાયિક ગેરઉપયોગ ના કરી શકે તે માટે તેને કાયદાકીય કવચ પૂરું પાડવામાં આવ્યું છે.
કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક મેળવી લેવામાં આવ્યા
મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત, વિશ્વપ્રસિદ્ધ "કિંગ ઓફ સાળંગપુર"ની વિશાળ પ્રતિમા સહિત દાદાના વિવિધ સ્વરૂપોના કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક મેળવી લેવામાં આવ્યા છે. આ તમામ સર્ટિફિકેટ્સ આજે ભાવપૂર્વક હનુમાનજી મહારાજના પવિત્ર ચરણોમાં સમર્પિત કરાયા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

