Bayad: આંબલિયારામાં ચોરાયેલી બાઇક સાથે બે ઝબ્બે
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બાયડ : અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબલિયારા પોલીસ મથક વિસ્તારમાં બે વર્ષ અગાઉ થયેલી બાઇકની ચોરીનો ભેદ ઉકેલાયો છે. મોડાસા ટાઉન પોલીસ ચાર રસ્તા ચોકી ખાતે વાહન ચેકિંગમાં હતી. ત્યારે નંબર પ્લેટ વગરની પસાર થતી બાઇક અટકાવી હતી. બાઇકચાલકની પાછળ સગીર વયનો કિશોર બેઠેલો હતો. બાઇકના દસ્તાવેજોની માગણી કરતાં બાઇકચાલક રજૂ કરી શક્યો ન હતો. પોકેટ કોપમાં બાઇકનો એન્જિન, ચેસીસ નંબર નાખતાં બાઇક ખેડા જિલ્લાના કપડવંજના તોરણાના રહીશની હોવાનું અને બાયડના આંબલિયારા પોલીસ મથકમાં તેની ચોરીનો ગુનો નોંધાયાનું માલૂમ પડયું હતું. પોલીસની પૂછપરછમાં બાઇક ચાલક વિક્રમ હિંમત દેવીપૂજક (રહે. રણેચી, તા. બાયડ, જિ.અરવલ્લી) અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરે જણાવ્યું હતું કે દોઢ વર્ષ અગાઉ બાયડ તાલુકાના રડોદરા ગામના રહીશ જીગા રમેશ ગોસ્વામીએ આંબલીયારાથી આ બાઇકની ચોરી કરી હતી. જે બાઇક કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને રૂ.4 હજારમાં થોડા દિવસ વાપરવા માટે આપ્યું હતું. જેમણે આ બાઇક વિક્રમ દેવીપૂજકને રૂ.6 હજારમાં આપ્યું હતું. પોલીસે આરોપી વિક્રમ દેવીપૂજક અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને ડીટેઇન કરી વોન્ટેડ જીગા રમેશ ગોસ્વામીની શોધખોળ આદરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

