સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ગુજરાતની આ એક બેઠક પર મતદાન મોકૂફ, ચૂંટણી પંચનો નિર્ણય

Apr 20, 2026 - 22:30
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ગુજરાતની આ એક બેઠક પર મતદાન મોકૂફ, ચૂંટણી પંચનો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Sabarkantha News: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ છે ત્યારે એક બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ચીતરીયા બેઠક પરથી ભાજપના મહિલા ઉમેદવાર લીનાબેન લક્ષ્મણભાઈ નિનામાનું ગત દિવસોમાં ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. આ દુઃખદ ઘટનાને પગલે ચૂંટણી પંચ દ્વારા આ બેઠકની ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, લીનાબેન નિનામા આ વિસ્તારના એક સક્રિય અને લોકપ્રિય મહિલા અગ્રણી હતા. બુધવારની સાંજે અચાનક તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ભિલોડાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0