સુરેન્દ્રનગર સિટી સર્વે કચેરીના વર્ગ-2 ના કર્મીઓ પેનડાઉન હડતાળ પર ઉતર્યા

-  પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા - 31 જુલાઈ સુધી પેનડાઉન કરી કામગીરીથી અળગા રહેશેસુરેન્દ્રનગર : સિટી સર્વે કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-૩ના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં રાજ્યવ્યાપી પેનડાઉન હડતાળનો પ્રારંભ કરાયો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના કર્મચારીઓ જોડાયા હતા અને કામગીરીથી અળગા રહેતા જમીનને લગતા કામો પર તેની અસર જોવા મળી હતી.સિટી સર્વે કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-૩ના પડતર પ્રશ્નો અંગે અનેક વખત લેખીત-મૌખીક રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. જેમાં પગારધોરણ ૯૩૦૦-૪૪૦૦-૩૪૮૦૦ કરવો, સીનીયર સર્વેયરનું નામાભીધાન બદલી શીરેસ્તેદાર કરવું, રીસર્વેની કામગીરી અન્ય જીલ્લામાં ન સોંપવી તેમજ અન્ય જીલ્લામાં કામગીરી માટે મુકવામાં આવેલ સર્વેયરોને પરત લાવવા, ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવું, મંજુર થયેલ ૮૧૬ જેટલી જગ્યાઓ પર તાત્કાલીક ભરતી કરવી, સ્વવિનંતીથી બદલી કરવી અને સીનીયોરીટી યાદી તૈયાર કરવી સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ આવ્યો ન હોવાનું કર્મીઓ જણાવી રહ્યા છે. જેથી સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યના સિટી સર્વે કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-૩ના કર્મચારીઓ તા.૩૧ જુલાઈ સુધી પેનડાઉન હડતાળ પર ઉતર્યા છે અને તમામ કામગીરીથી અડગા રહેવાનો નિર્ણય લેતા સિટી સર્વે કચેરીમાં જમીનને લગતી કામગીરી માટે આવતા અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.તેમજ આગામી તા. ૩૧ જુલાઈ સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ નહિં આવે તો તા.૧ ઓગષ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચિમકી ઉચ્ચારી હતી.

સુરેન્દ્રનગર સિટી સર્વે કચેરીના વર્ગ-2 ના કર્મીઓ પેનડાઉન હડતાળ પર ઉતર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


-  પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા 

- 31 જુલાઈ સુધી પેનડાઉન કરી કામગીરીથી અળગા રહેશે

સુરેન્દ્રનગર : સિટી સર્વે કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-૩ના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં રાજ્યવ્યાપી પેનડાઉન હડતાળનો પ્રારંભ કરાયો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના કર્મચારીઓ જોડાયા હતા અને કામગીરીથી અળગા રહેતા જમીનને લગતા કામો પર તેની અસર જોવા મળી હતી.

સિટી સર્વે કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-૩ના પડતર પ્રશ્નો અંગે અનેક વખત લેખીત-મૌખીક રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. જેમાં પગારધોરણ ૯૩૦૦-૪૪૦૦-૩૪૮૦૦ કરવો, સીનીયર સર્વેયરનું નામાભીધાન બદલી શીરેસ્તેદાર કરવું, રીસર્વેની કામગીરી અન્ય જીલ્લામાં ન સોંપવી તેમજ અન્ય જીલ્લામાં કામગીરી માટે મુકવામાં આવેલ સર્વેયરોને પરત લાવવા, ઉચ્ચતર પગારધોરણ મંજુર કરવું, મંજુર થયેલ ૮૧૬ જેટલી જગ્યાઓ પર તાત્કાલીક ભરતી કરવી, સ્વવિનંતીથી બદલી કરવી અને સીનીયોરીટી યાદી તૈયાર કરવી સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ આવ્યો ન હોવાનું કર્મીઓ જણાવી રહ્યા છે. 

જેથી સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યના સિટી સર્વે કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-૩ના કર્મચારીઓ તા.૩૧ જુલાઈ સુધી પેનડાઉન હડતાળ પર ઉતર્યા છે અને તમામ કામગીરીથી અડગા રહેવાનો નિર્ણય લેતા સિટી સર્વે કચેરીમાં જમીનને લગતી કામગીરી માટે આવતા અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

તેમજ આગામી તા. ૩૧ જુલાઈ સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ નહિં આવે તો તા.૧ ઓગષ્ટથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચિમકી ઉચ્ચારી હતી.