સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ સામે જાહેરનામા ભંગની ફરિયાદ
- ચોટીલા અને ધ્રાંગધ્રા હાઈવે તથા જોરાવરનગર, થાનમાં તપાસ હાથ ધરાઈ સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં હોટલો, દુકાનોમાં સીસીટીવી ન લગાવનાર ચાર સંચાલકો તથા ભંગારના લે-વેચનું રજિસ્ટર ન રાખનાર એક વેપારી મળી કુલ પાંચ લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. ચોટીલા હાઈવે પર આવેલી ગુરૃકૃપા હોટલમાં સીસીટીવી કેમેરા લગાવેલા ન હોવાથી ચોટીલા પોલીસે હોટલના સંચાલક રવિભાઈ ભલાભાઈ સોલંકી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. જ્યારે ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર માધવ ટી સ્ટોલ અને ખેતલા આપા ટી સ્ટોલમાં સીસીટીવી ન લગાવનાર સંચાલકો બળદેવભાઈ મોતીભાઈ બામ્ભા અને રાજુભાઈ દેવશીભાઈ વકાતર સામે સુરેન્દ્રનગર એસઓજીએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. તેમજ જોરાવરનગરમાં સોનીની દુકાનમાં સીસીટીવી ન લગાવનાર ઉમેશ વિજયભાઈ સોની સામે જોરાવરનગર પોલીસે ગુનો નોંધ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- ચોટીલા અને ધ્રાંગધ્રા હાઈવે તથા જોરાવરનગર, થાનમાં તપાસ હાથ ધરાઈ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં હોટલો, દુકાનોમાં સીસીટીવી ન લગાવનાર ચાર સંચાલકો તથા ભંગારના લે-વેચનું રજિસ્ટર ન રાખનાર એક વેપારી મળી કુલ પાંચ લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી.
ચોટીલા હાઈવે પર આવેલી ગુરૃકૃપા હોટલમાં સીસીટીવી કેમેરા લગાવેલા ન હોવાથી ચોટીલા પોલીસે હોટલના સંચાલક રવિભાઈ ભલાભાઈ સોલંકી સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. જ્યારે ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર માધવ ટી સ્ટોલ અને ખેતલા આપા ટી સ્ટોલમાં સીસીટીવી ન લગાવનાર સંચાલકો બળદેવભાઈ મોતીભાઈ બામ્ભા અને રાજુભાઈ દેવશીભાઈ વકાતર સામે સુરેન્દ્રનગર એસઓજીએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. તેમજ જોરાવરનગરમાં સોનીની દુકાનમાં સીસીટીવી ન લગાવનાર ઉમેશ વિજયભાઈ સોની સામે જોરાવરનગર પોલીસે ગુનો નોંધ્યો હતો.