Bhavnagar: ઘોઘા-વલ્લભીપુર તાલુકામાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો
ગુરૂવારે દિવસ દરમિયાન રાજ્યનાં કુલ 135 તાલુકામાં વરસાદ પડયો હતો. સૌથી વધુ ભાવનગર જિલ્લાના ઘોઘા અને વલ્લભીપુર તાલુકામાં ચાર ઈંચ કરતાં વધુ વરસાદ પડયો છે. એ સિવાય ગીર સોમનાથના ઉના અને કોડીનાર તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ પડયો છે.હજુ આગામી બે દિવસ દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદી માહોલ રહેશે. આજે દિવસ દરમિયાન ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, અમરેલી, મહેસાણા અને જુનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં દોઢ ઈંચથી લઈને ચાર ઈંચ સુધીનો વરસાદ પડયો હતો. ભાવનગરના ઘોઘા તાલુકામાં સૌથી વધુ 4.53 ઈંચ, વલ્લભીપુરમાં 4 ઈંચ, પાલિતાણામાં 3.62 ઈંચ, ભાવનગરમાં 3.19, સિહોરમાં 3.15 ઈંચ, મહુવામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉનામાં 3.03, કોડીનારમાં 2.80, ગીર સોમનાથમાં 2.36, સુત્રાપાડામાં 2.24 ઈંચ વરસાદ પડયો છે. એ સિવાય વલસાડના ઉમરગાવમાં 2.01 ઈંચ, નવસારીના ખેરગામમાં 1.97 ઈંચ, અમરેલીના જાફરાબાદમાં 1.73 અને ભીલોડોમાં 1.54 ઈંચ વરસાદ પડયો છે. મહેસાણામાં 1.65 અને જુનાગઢનાં ભેસાણામાં 1.30 ઈંચ વરસાદ પડયો છે. શહેરમાં છૂટાછવાયાં ઝાપટાં, મણિનગરમાં સૌથી વધુ પોણો ઈંચ વરસાદ અમદાવાદમાં છેલ્લાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. બુધવારે સરેરાશ એક ઈંચ વરસાદ વરસ્યા બાદ ગુરુવારે બપોર પછી શહેરના જુદા જુદા વિસ્તારોમાં છુટાંછવાયાં ઝાપટાં પડયા હતા. ગુરુવારે બપોરે 3થી 4 વાગ્યા સુધીના એક કલાકમાં મણિનગરમાં સૌથી વધુ પોણો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને નરોડા અને કોતરપુરમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત શહેરના દાણાપીઠ, આશ્રામ રોડ, પાલડી, મેમનગર, વસ્ત્રાપુર, દાણાપીઠ, નિકોલ, વાડજ, સરખેજ, એસજી હાઈવે, સહિતના વિસ્તારોમાં વરસાદના જોરદાર ઝાપટાં વરસ્યા હતા. અત્યાર સુધીમાં શહેરમાં મોસમનો કુલ 37.81 ઈંચ વરસાદ નોંધાયો છે. બે દિવસ દરમિયાન આ વિસ્તારોમાં વરસાદની આગાહી શુક્રવારે છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે જ્યારે પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ગીર સોમનાથ અને દિવમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. શનિવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડશે. એ સિવાય બે દિવસ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં હળવો વરસાદી માહોલ રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુરૂવારે દિવસ દરમિયાન રાજ્યનાં કુલ 135 તાલુકામાં વરસાદ પડયો હતો. સૌથી વધુ ભાવનગર જિલ્લાના ઘોઘા અને વલ્લભીપુર તાલુકામાં ચાર ઈંચ કરતાં વધુ વરસાદ પડયો છે. એ સિવાય ગીર સોમનાથના ઉના અને કોડીનાર તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ પડયો છે.
હજુ આગામી બે દિવસ દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદી માહોલ રહેશે.
આજે દિવસ દરમિયાન ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, અમરેલી, મહેસાણા અને જુનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં દોઢ ઈંચથી લઈને ચાર ઈંચ સુધીનો વરસાદ પડયો હતો. ભાવનગરના ઘોઘા તાલુકામાં સૌથી વધુ 4.53 ઈંચ, વલ્લભીપુરમાં 4 ઈંચ, પાલિતાણામાં 3.62 ઈંચ, ભાવનગરમાં 3.19, સિહોરમાં 3.15 ઈંચ, મહુવામાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉનામાં 3.03, કોડીનારમાં 2.80, ગીર સોમનાથમાં 2.36, સુત્રાપાડામાં 2.24 ઈંચ વરસાદ પડયો છે. એ સિવાય વલસાડના ઉમરગાવમાં 2.01 ઈંચ, નવસારીના ખેરગામમાં 1.97 ઈંચ, અમરેલીના જાફરાબાદમાં 1.73 અને ભીલોડોમાં 1.54 ઈંચ વરસાદ પડયો છે. મહેસાણામાં 1.65 અને જુનાગઢનાં ભેસાણામાં 1.30 ઈંચ વરસાદ પડયો છે.
શહેરમાં છૂટાછવાયાં ઝાપટાં, મણિનગરમાં સૌથી વધુ પોણો ઈંચ વરસાદ
અમદાવાદમાં છેલ્લાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. બુધવારે સરેરાશ એક ઈંચ વરસાદ વરસ્યા બાદ ગુરુવારે બપોર પછી શહેરના જુદા જુદા વિસ્તારોમાં છુટાંછવાયાં ઝાપટાં પડયા હતા. ગુરુવારે બપોરે 3થી 4 વાગ્યા સુધીના એક કલાકમાં મણિનગરમાં સૌથી વધુ પોણો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને નરોડા અને કોતરપુરમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત શહેરના દાણાપીઠ, આશ્રામ રોડ, પાલડી, મેમનગર, વસ્ત્રાપુર, દાણાપીઠ, નિકોલ, વાડજ, સરખેજ, એસજી હાઈવે, સહિતના વિસ્તારોમાં વરસાદના જોરદાર ઝાપટાં વરસ્યા હતા. અત્યાર સુધીમાં શહેરમાં મોસમનો કુલ 37.81 ઈંચ વરસાદ નોંધાયો છે.
બે દિવસ દરમિયાન આ વિસ્તારોમાં વરસાદની આગાહી
શુક્રવારે છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે જ્યારે પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ગીર સોમનાથ અને દિવમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. શનિવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડશે. એ સિવાય બે દિવસ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં હળવો વરસાદી માહોલ રહેશે.