સુરેન્દ્રનગર-ચોટીલા હાઈવે પર એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
- સોમાસરના પાટીયા પાસે ટ્રક પાછળ એસ.ટી. બસ ઘુસી જતા પાંચથી વધુ મુસાફરોને ઈજાસુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર-ચોટીલા હાઈવે પર એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં સવાર અંદાજે પાંચથી વધુ મુસારોને ઈજાઓ પહોંચી હતી જે અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી. આ અંગે મળતી માહિતી મુજબ ચોટીલાથી પાટણ તરફ જઈ રહેલ એસ.ટી. બસના ચાલકે અચાનક સોમાસર ગામના પાટીયા પાસે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એસ.ટી.બસ આગળ જઈ રહેલ ટ્રક પાછળ ધુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં એસ.ટી. બસના આગળના ભાગે મોટાપાયે નુકશાન પહોંચ્યું હતું જ્યારે પાંચથી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને કાબુમાં લઈ વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો અને આ અંગે વધુ તપાસ હાથધરી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- સોમાસરના પાટીયા પાસે ટ્રક પાછળ એસ.ટી. બસ ઘુસી જતા પાંચથી વધુ મુસાફરોને ઈજા
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે સુરેન્દ્રનગર-ચોટીલા હાઈવે પર એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં સવાર અંદાજે પાંચથી વધુ મુસારોને ઈજાઓ પહોંચી હતી જે અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ ચોટીલાથી પાટણ તરફ જઈ રહેલ એસ.ટી. બસના ચાલકે અચાનક સોમાસર ગામના પાટીયા પાસે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એસ.ટી.બસ આગળ જઈ રહેલ ટ્રક પાછળ ધુસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં એસ.ટી. બસના આગળના ભાગે મોટાપાયે નુકશાન પહોંચ્યું હતું જ્યારે પાંચથી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને કાબુમાં લઈ વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો અને આ અંગે વધુ તપાસ હાથધરી હતી.