સુરત પાલિકામાં નિવૃત્તિ બાદ પેન્શન સહિતની ફાઇલો તૈયાર કરવામાં ગરબડની ફરિયાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat Corporation : સુરત પાલિકામાં વર્ષો સુધી કામગીરી કર્યા બાદ નિવૃત્ત થયેલા કર્મચારીઓએ પોતે જે વિભાગ-ઝોનમાં લાંબો સમય કામગીરી કરી હોય તેમાં નિવૃતિ બાદના લાભ અને પેન્શનની ફાઈલ માટે ધક્કા ખાવા પડતા હોવા ઉપરાંત આવી ફાઈલ તૈયાર કરવામાં ગરબડ થતી હોવાની ફરિયાદ થઈ હતી. આ ગંભીર ફરિયાદ બાદ વિભાગીય વડાએ એક બેઠક બોલાવીને કર્મચારીઓને પેન્શન અને નિવૃત્તિ લાભોની ફાઈલ તૈયાર કરવામાં વ્હાલા દવલા નીતિ બંધ કરવા માટે તાકીદ કરી દીધી હતી. જેના કારણે કર્મચારીઓમાં સોંપો પડી ગયો હતો.
સુરત પાલિકામાં મહેકમ વિભાગના વડા તરીકે રાજ્ય સરકારમાંથી આવેલા ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય કામગીરી કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક વખતથી તેઓ કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે કામગીરી કરી રહ્યાં છે અને કેટલાક પ્રશ્નો હલ કરવામાં સફળતા પણ મળી છે.
What's Your Reaction?






