સુરત પાલિકાના ખસીકરણ અભિયાનની ‘રિવર્સ ઈફેક્ટ’? કરોડોનો ધુમાડો છતાં રખડતા કુતરાની સંખ્યા વધી

May 20, 2026 - 23:30
સુરત પાલિકાના ખસીકરણ અભિયાનની ‘રિવર્સ ઈફેક્ટ’? કરોડોનો ધુમાડો છતાં રખડતા કુતરાની સંખ્યા વધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Stray Dogs Castration Campaign: સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી રખડતા કુતરાઓના નિયંત્રણ માટે ખસીકરણ અને રસીકરણની આક્રમક કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે. સુરત પાલિકાએ છેલ્લા પાંચ વર્ષમાં 58 હજારથી વધુ કુતરા પકડીને રસીકરણ અને ખસીકરણની કામગીરી પાછળ 7.20 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો છે. અધધ ખર્ચ કરીને સુરતમાં 58 હજાર કુતરાઓનું ખસીકરણ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ કામગીરીની જાણે ‘રિવર્સ ઈફેક્ટ’ (ઊંધી અસર) થઈ હોય તેમ સુરતમાં કુતરાઓની સંખ્યામાં ઘટાડો થવાના બદલે સતત વધારો થઈ રહ્યો છે. સુરતના રસ્તાઓ પર કુતરાઓના ટોળાઓનો આતંક અને દિવસેને દિવસે વધુ આક્રમક બનતા સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0