સુરત ગેંગરેપ અને લૂંટના આરોપીઓએ પોલીસના સ્વાંગમાં દરવાજો ખોલાવ્યો હતો, ભાવનગરથી બેને દબોચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Surat Robbery Case : સુરતના પુણા સીતાનગરમાં મળસ્કે ત્રણ વાગ્યે ઘરમાં ઘુસી લેસપટ્ટીના કારખાનેદારને બંધક બનાવી ચપ્પુની અણીએ ગેંગરેપ કર્યા બાદ રૂ. 60 હજારની મત્તાની લૂંટની ફફડાટ ફેલાવનારી ચોંકાવનારી ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં ભાવનગરના નારી નજીક અંતરિયાળ વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવ મંદિરમાં છુપાયેલા બે હવસખોર નરાધમ લૂંટારૂને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. નરાધમોએ દરવાજો ખખડાવ્યો ત્યારે પુણા પોલીસ તરીકેની ઓળખ આપી હોવાની ચોંકાવનારી હક્કીત જાણવા મળી છે.
મૂળ સૌરાષ્ટ્રના અને હાલમાં પુણાના સીતાનગરમાં રહેતા લેસપટ્ટીના કારખાનેદારના ઘરમાં ગત રોજ વહેલી સવારે 3 વાગ્યે દરવાજો ખખડાવી બે અજાણ્યા જબરજસ્તી ઘરમાં ઘુસી ગયા હતા. બંનેએ ચપ્પુ વડે હુમલો કરી કારખાનેદાર યુવાનને છાતી અને બંને હાથના બાવડા ઉપર ઇજા પહોંચાડી દુપટ્ટા વડે બંધક બનાવ્યો હતો અને મોંઢા ઉપર ટુવાલ બાંધી દીધો હતો.
What's Your Reaction?






