સાચવજો સુરતીઓ: પાલિકાએ કામમાં વેઠ ઉતારી, 1 મહિના પહેલા જ બનાવેલા રોડમાં 50 ફૂટનો ભૂવો પડ્યો

Potholes in Surat : સુરત પાલિકાની નબળી પ્રિ-મોન્સુન કામગીરીને કારણે અડાજણ બાદ ગોડાદરામાં પણ મોટો ભૂવો પડી જતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ રહ્યો છે. એકાદ દોઢ મહિના પહેલાં પાલિકાએ રોડ બનાવ્યો હતો તે રોડનો 50 ફુટ જેટલો ભાગ અચાનક બેસી જતાં તંત્ર દોડતું થયું છે. મહિના પહેલા જ રોડ બન્યો હતો તે બેસી જતાં લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારમાં રોડ બેસી જતાં એક ટ્રક ફસાઈ ગઈ હતી તેના થોડા જ કલાકોમાં લિંબાયત ઝોનના ગોડાદરા વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા એક રોડ પર અચાનક મોટો ખાડો પડી ગયો હતો. લોકોને એ વાતની નવાઈ લાગે છે કે આ રોડ પાલિકાએ એક મહિના પહેલા જ બનાવ્યો હતો. એક મહિના પહેલા બનાવેલા રોડમાં મોટો ભુવો પડી જાય એટલે કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાની વાત શરૂ થઈ ગઈ છે. ગોડાદરા વિસ્તારમાં ચાર રસ્તા પરનો જ એક તરફનો રોડમાં 50 ફુટ જેટલો રોડ બેસી ગયો છે અને તેના કારણે ટ્રાફિક પર માઠી અસર થઈ રહી છે. રોડનો મોટો ભાગ બેસી જતાં વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો છે. આ અંગેની જાણ પાલિકા તંત્રને થતાં તંત્ર પણ દોડતું થયું છે અને રોડ રીપેરીંગ કામગીરી શરુ કરી દીધી છે.

સાચવજો સુરતીઓ: પાલિકાએ કામમાં વેઠ ઉતારી, 1 મહિના પહેલા જ બનાવેલા રોડમાં 50 ફૂટનો ભૂવો પડ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Potholes in Surat : સુરત પાલિકાની નબળી પ્રિ-મોન્સુન કામગીરીને કારણે અડાજણ બાદ ગોડાદરામાં પણ મોટો ભૂવો પડી જતાં લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ રહ્યો છે. એકાદ દોઢ મહિના પહેલાં પાલિકાએ રોડ બનાવ્યો હતો તે રોડનો 50 ફુટ જેટલો ભાગ અચાનક બેસી જતાં તંત્ર દોડતું થયું છે. મહિના પહેલા જ રોડ બન્યો હતો તે બેસી જતાં લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારમાં રોડ બેસી જતાં એક ટ્રક ફસાઈ ગઈ હતી તેના થોડા જ કલાકોમાં લિંબાયત ઝોનના ગોડાદરા વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતા એક રોડ પર અચાનક મોટો ખાડો પડી ગયો હતો. લોકોને એ વાતની નવાઈ લાગે છે કે આ રોડ પાલિકાએ એક મહિના પહેલા જ બનાવ્યો હતો. એક મહિના પહેલા બનાવેલા રોડમાં મોટો ભુવો પડી જાય એટલે કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાની વાત શરૂ થઈ ગઈ છે. 

ગોડાદરા વિસ્તારમાં ચાર રસ્તા પરનો જ એક તરફનો રોડમાં 50 ફુટ જેટલો રોડ બેસી ગયો છે અને તેના કારણે ટ્રાફિક પર માઠી અસર થઈ રહી છે. રોડનો મોટો ભાગ બેસી જતાં વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો છે. આ અંગેની જાણ પાલિકા તંત્રને થતાં તંત્ર પણ દોડતું થયું છે અને રોડ રીપેરીંગ કામગીરી શરુ કરી દીધી છે.