સરસપુર અશોક મિલની નવી ચાલીમાં રોષે ભરાયેલા યુવકે ભાજપના કાર્યકરને લાફા મારી ભગાડી દીધા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,મંગળવાર
શહેરના સરસપુર અશોક મિલની નવી ચાલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના કાર્યકરોને સ્થાનિક લોકોના રોષનો કડવો અનુભવ થયો હતો. જેમાં એક યુવકે તેમને પ્રચાર માટે ન આવવાનું કહીને ધક્કા માર્યા હતા અને એટલું જ એક કાર્યકરને તો બે થી ત્રણ લાફા મારી દીધા હતા. આ અંગે શહેરકોટડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
શહેરકોટડા નરોડા રોડ પર આવેલા બુદ્ધનગર સોસાયટીમાં રહેતા ૫૭ વર્ષીય ધીરજભાઇ રાઠોડ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાથી તે ઇન્ડિયા કોલોની વોર્ડની પેનલ માટે અલગ અલગ વિસ્તારમાં પ્રચાર કરવા જતા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

