શાપર-વેરાવળમાં પ્રથમ વરસાદે જ 'વિકાસ' પાણીમાં ગરકાવ!

Jun 28, 2026 - 02:30
શાપર-વેરાવળમાં પ્રથમ વરસાદે જ 'વિકાસ' પાણીમાં ગરકાવ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

 સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા અને સરકારની તિજોરીમાં કરોડો રૂપિયાનો ટેક્સ ઠાલવતા શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં પ્રી-મોન્સૂન પ્લાનિંગના નામે માત્ર મીંડું સાબિત થયું છે. ચોમાસાના પ્રથમ વરસાદે જ તંત્રના પોકળ દાવાઓની પોલ ઉઘાડી પાડી દીધી છે. વેરાવળથી શિવ હોટલ તરફ્ જતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર જાણે નદી વહેતી હોય તેમ એકથી દોઢ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. લાખો-કરોડોના ખર્ચે હજી હમણાં જ બનાવાયેલો આરસીસી સર્વિસ રોડ ઘૂંટણસમા પાણીમાં ડૂબી જતાં સરકારી નાણાંનો કેવો ધુમાડો થાય છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. પાણીના નિકાલની કોઈ જ નક્કર વ્યવસ્થા ન હોવાને કારણે કરોડોનો ટેક્સ ચૂકવતા ઉદ્યોગપતિઓ અને શ્રામિકોએ પ્રથમ વરસાદે જ ભારે આક્રોશ સાથે તંત્રની અણઆવડતના ભોગ બનવું પડયું છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0