શહેરમાં બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરના બાંધકામને મંજૂરી ના મળવી જોઈએ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના આર્કિટેકચર વિભાગના ઈન્ચાર્જ હેડ ડો.ભાવના વાસુદેવન કહે છે કે, બીજી તરફ કોર્પોરેશનના અધિકારીઓએ શહેરમાં ટાઉન પ્લાનિંગના નામે કોમન સેન્સ પણ નથી વાપરી તે પણ નજરે પડે છે.વિશ્વામિત્રી  નદી શહેરમાંથી વહે છે અને મોટાભાગનુ શહેર નીચાણવાળા વિસ્તારોમાં છે.જ્યાં નદીમાં પૂર આવે તો પાણી આવી જવાની શક્યતા રહે છે.આમ છતા જેટલા પણ મોટા બિલ્ડિંગો બનાવાયા છે અથવા બની રહ્યાં છે ત્યાં બેઝમેન્ટની મંજૂરી આપવામાં આવી રહી છે.બેઝમેન્ટમાં પાર્કિંગથી માંડી દુકાનો પણ રાખવામાં આવી છે.વડોદરામાં આજે સૌથી વધારે નુકસાન બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર દેખાઈ રહ્યું છે.ખરેખર તો બેઝમેન્ટની સાથે સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર પણ કોઈ જાતના બાંધકામની પરવાનગી અપાવી જોઈએ નહીં.જોકે આટલી સામાન્ય વિવેક બુધ્ધિનો ઉપયોગ પણ થયો  નથી.નોર્થ ઈસ્ટના ં રાજ્યોમાં જ્યાં બારે મહિના વરસાદની સ્થિતિ રહેતી હોય છે ત્યાં બેઝમેન્ટ માટે અને ગ્રાઉન્ડ ફ્લોર પર બાંધકામની મંજૂરી અપાતી જ નથી.કુદરતી આફતો દરેક શહેરો, રાજ્યોમાં અને દેશોમાં આવતી હોય છે અને તે પ્રમાણે આયોજન કરાતું હોય છે.કમનસીબે વડોદરાના શાસકોએ વારંવાર આવતા પૂરમાંથી પણ કોઈ બોધપાઠ લીધો નથી તેવુ દેખાઈ આવે છે.

શહેરમાં બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરના બાંધકામને મંજૂરી ના મળવી જોઈએ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના આર્કિટેકચર વિભાગના ઈન્ચાર્જ હેડ ડો.ભાવના વાસુદેવન કહે છે કે, બીજી તરફ કોર્પોરેશનના અધિકારીઓએ શહેરમાં ટાઉન પ્લાનિંગના નામે કોમન સેન્સ પણ નથી વાપરી તે પણ નજરે પડે છે.

વિશ્વામિત્રી  નદી શહેરમાંથી વહે છે અને મોટાભાગનુ શહેર નીચાણવાળા વિસ્તારોમાં છે.જ્યાં નદીમાં પૂર આવે તો પાણી આવી જવાની શક્યતા રહે છે.આમ છતા જેટલા પણ મોટા બિલ્ડિંગો બનાવાયા છે અથવા બની રહ્યાં છે ત્યાં બેઝમેન્ટની મંજૂરી આપવામાં આવી રહી છે.બેઝમેન્ટમાં પાર્કિંગથી માંડી દુકાનો પણ રાખવામાં આવી છે.વડોદરામાં આજે સૌથી વધારે નુકસાન બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર દેખાઈ રહ્યું છે.

ખરેખર તો બેઝમેન્ટની સાથે સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર પણ કોઈ જાતના બાંધકામની પરવાનગી અપાવી જોઈએ નહીં.જોકે આટલી સામાન્ય વિવેક બુધ્ધિનો ઉપયોગ પણ થયો  નથી.નોર્થ ઈસ્ટના ં રાજ્યોમાં જ્યાં બારે મહિના વરસાદની સ્થિતિ રહેતી હોય છે ત્યાં બેઝમેન્ટ માટે અને ગ્રાઉન્ડ ફ્લોર પર બાંધકામની મંજૂરી અપાતી જ નથી.કુદરતી આફતો દરેક શહેરો, રાજ્યોમાં અને દેશોમાં આવતી હોય છે અને તે પ્રમાણે આયોજન કરાતું હોય છે.કમનસીબે વડોદરાના શાસકોએ વારંવાર આવતા પૂરમાંથી પણ કોઈ બોધપાઠ લીધો નથી તેવુ દેખાઈ આવે છે.