વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસરતા આજથી શૈક્ષણિક કાર્ય શરૂ : વિદ્યાર્થીઓની પાંખી હાજરી
image : FreepikVadodara News : મેઘાએ વડોદરાને ધમરોળતા વિશ્વામિત્રી નદીમાં આવેલા માનવસર્જિત પૂરના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો હતો. શહેરમાં કંઈક અંશે પરિસ્થિતિ યથાવત થતા શૈક્ષણિક કાર્ય આજથી પુન: ધમધમતું થશે. જોકે હજી પણ કેટલીક શાળાઓમાં વરસાદી પાણી નહીં ઉતરવા સહિત કાદવ કિચડના થર જામ્યા હોવાથી આવી કેટલીક શાળાઓના સંચાલકો દ્વારા ઓનલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું છે. જોકે હજી પણ કેટલા ગ્રહણાક વિસ્તારમાંથી પૂરના પાણી નથી અને ક્યાંક કાયદ કિચડ ભરાયેલા છે ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી રહી હતી. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદ પડ્યો હતો. પાલિકા પદાધિકારીઓના અણગઢ વહીવટના કારણે વિશ્વામિત્રી નદીમાં રેકર્ડ બ્રેક પૂર આવ્યા હતા. સમગ્ર શહેર પૂરમાં સતત તરતું રહ્યું હતું. ભારે વરસાદના પ્રારંભે ડીઇઓ કચેરીએ ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં પ્રાથમિક તબક્કે બે દિવસની રજા જાહેર કરી હતી. ત્યારબાદ પરિસ્થિતિ યથાવત નહીં થતાં વધુ બે દિવસ સહિત કુલ છથી સાત દિવસની રજા સમયાંતરે જાહેર કરાઈ હતી. દરમિયાન પરિસ્થિતિ મોટાભાગે યથાવત થવા માંડી હતી. પરિણામે આજથી શૈક્ષણિક કાર્ય પુનઃ શરૂ કરવા માટેના આદેશો થયા હતા. પરંતુ હજી પણ કેટલીક શાળાઓમાં પૂરના પાણી ભરાઈ ગયા હોવાથી કાદવ કિચડના તળ જામી ગયા છે. પરિણામે આવી શાળાઓમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્યના બદલે ઓનલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
image : Freepik
Vadodara News : મેઘાએ વડોદરાને ધમરોળતા વિશ્વામિત્રી નદીમાં આવેલા માનવસર્જિત પૂરના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો હતો. શહેરમાં કંઈક અંશે પરિસ્થિતિ યથાવત થતા શૈક્ષણિક કાર્ય આજથી પુન: ધમધમતું થશે. જોકે હજી પણ કેટલીક શાળાઓમાં વરસાદી પાણી નહીં ઉતરવા સહિત કાદવ કિચડના થર જામ્યા હોવાથી આવી કેટલીક શાળાઓના સંચાલકો દ્વારા ઓનલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું છે. જોકે હજી પણ કેટલા ગ્રહણાક વિસ્તારમાંથી પૂરના પાણી નથી અને ક્યાંક કાયદ કિચડ ભરાયેલા છે ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી રહી હતી.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદ પડ્યો હતો. પાલિકા પદાધિકારીઓના અણગઢ વહીવટના કારણે વિશ્વામિત્રી નદીમાં રેકર્ડ બ્રેક પૂર આવ્યા હતા. સમગ્ર શહેર પૂરમાં સતત તરતું રહ્યું હતું. ભારે વરસાદના પ્રારંભે ડીઇઓ કચેરીએ ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં પ્રાથમિક તબક્કે બે દિવસની રજા જાહેર કરી હતી. ત્યારબાદ પરિસ્થિતિ યથાવત નહીં થતાં વધુ બે દિવસ સહિત કુલ છથી સાત દિવસની રજા સમયાંતરે જાહેર કરાઈ હતી. દરમિયાન પરિસ્થિતિ મોટાભાગે યથાવત થવા માંડી હતી. પરિણામે આજથી શૈક્ષણિક કાર્ય પુનઃ શરૂ કરવા માટેના આદેશો થયા હતા. પરંતુ હજી પણ કેટલીક શાળાઓમાં પૂરના પાણી ભરાઈ ગયા હોવાથી કાદવ કિચડના તળ જામી ગયા છે. પરિણામે આવી શાળાઓમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્યના બદલે ઓનલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.