વાંચો 13 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

Jul 12, 2026 - 23:00
વાંચો 13 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લાંબા વેકેશન બાદ દેશની સર્વોચ્ચ અદાલત ફરી કાર્યરત થવા જઈ રહી છે, તો બીજી તરફ રાજકીય, આર્થિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનેક મહત્વની ગતિવિધિઓ આકાર લેવાની છે. 13 જુલાઈના રોજ બનનારી દેશની ટોચની ઘટનાઓ પર એક નજર:

સુપ્રીમ કોર્ટ 42 દિવસના ઉનાળુ વેકેશન બાદ પુનઃ ધમધમશે

નવી દિલ્હી અને અમદાવાદ સહિત દેશભરની નજર સર્વોચ્ચ અદાલત પર રહેશે. લગભગ 42 દિવસના લાંબા ઉનાળુ વેકેશન બાદ સુપ્રીમ કોર્ટ આગામી 13 જુલાઈથી ફરી શરૂ થઈ રહી છે. કોર્ટ પુનઃ ખુલતાની સાથે જ વેકેશન બેન્ચની સુનાવણી હવે બંધ થઈ જશે. નિયમિત કોર્ટના પ્રથમ દિવસે જ અનેક મહત્વના અને પેન્ડિંગ કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

ખાનગી એરલાઇન્સના મનસ્વી ભાડા વધારા સામે સુપ્રીમમાં સુનાવણી

હવાઈ મુસાફરી કરતા નાગરિકો માટે એક મહત્વના સમાચાર છે. ખાનગી એરલાઇન્સ દ્વારા મનસ્વી રીતે ટિકિટના ભાવ વધારવા પર અંકુશ લાવવા અને આ માટે એક સ્વતંત્ર રેગ્યુલેટર (નિયામક)ની રચના કરવાની માંગ કરતી અરજી પર 13 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ આ સંવેદનશીલ મામલે સુનાવણી કરશે.

અયોધ્યા શ્રી રામ મંદિર દાન ચોરી મામલે CJI ની બેન્ચ સમક્ષ સુનાવણી

અયોધ્યા શ્રી રામ મંદિર દાન ચોરીના ચકચારી મામલામાં પણ 13 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની પૂરેપૂરી સંભાવના છે. દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) ની અધ્યક્ષતાવાળી બેન્ચ આ સંવેદનશીલ અને દેશભરમાં ચર્ચા જગાવનારા કેસની સુનાવણી હાથ ધરશે.

સહારા ઈન્ડિયા મામલે સેબીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

વર્ષ 1998થી 2008 દરમિયાન OFCD ના ગેરકાયદેસર ઇશ્યુ અને રોકાણકારોના રૂ.14,106 કરોડ સાથે જોડાયેલા સહારા ઈન્ડિયા મામલે વધુ એક સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટ 13 જુલાઈએ સેબી (SEBI) ની એ અરજી પર સુનાવણી કરશે, જેમાં સહારા ઈન્ડિયા કોમર્શિયલ કોર્પોરેશન લિમિટેડના મેનેજરોને સેસટ (SAT) દ્વારા આપવામાં આવેલી રાહતને પડકારવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો દહેગામ પ્રવાસ અને વૃક્ષારોપણ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 13 જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ગાંધીનગર નજીક આવેલા દહેગામ ખાતે APMC ના અમૃત મહોત્સવ અને નવીન શાકભાજી ઉપ-યાર્ડનું લોકાર્પણ કરશે. આ સિવાય તેઓ 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરશે અને અમૃત મહોત્સવ સ્મરણિકાનું વિમોચન પણ કરશે.

લખનૌમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને સમીક્ષા

ઉત્તર પ્રદેશના લખનૌમાં 13 જુલાઈએ વિકાસ કાર્યોની વણઝાર જોવા મળશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનૌની મુલાકાતે રહેશે. આ પ્રવાસ દરમિયાન તેઓ મુખ્યમંત્રી આવાસ પર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે. ત્યારબાદ ઉન્નાવમાં કાનપુર-લખનૌ એક્સપ્રેસવે (NH-6) પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને સરોજની નગરમાં આયોજિત કાર્યક્રમમાં અનેક નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણની બેંકોના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સોમવારે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) ના વડાઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. આ મહત્વની બેઠકમાં બેંકો દ્વારા વિદેશી હૂંડિયામણ (ફોરેક્સ ડિપોઝિટ) એકત્ર કરવા માટે ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાનની પ્રગતિની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવશે.

દિલ્હીમાં સી.આર. પાટીલની અધ્યક્ષતામાં રાજ્યોના જળ સચિવોની બેઠક

દેશમાં જળ સંસાધન અને નદી વિકાસ સંરક્ષણના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવન ખાતે એક મહત્વનું સંમેલન બોલાવવામાં આવ્યું છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં તમામ રાજ્યોના જળ સચિવો હાજર રહેશે અને પાણીના સંરક્ષણ અંગે વ્યાપક મંથન કરશે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનો યુરોપિયન દેશોનો વિદેશ પ્રવાસ

ભારત-યુરોપિયન યુનિયન (EU) વચ્ચે આર્થિક ભાગીદારી વધુ મજબૂત કરવાના હેતુથી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ 13થી 17જુલાઈ 2026 દરમિયાન સ્પેન, બેલ્જિયમ અને ફિનલેન્ડના પ્રવાસે જશે. તેઓ એક ઉચ્ચ સ્તરીય વ્યાપારી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે, જેનાથી વેપાર, રોકાણ અને ટેકનોલોજી ક્ષેત્રે પરસ્પર સહયોગ વધશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0