વર્ષમાં રૂ. 4.5 કરોડનું આંધણ છતાં 'પે એન્ડ યૂઝ'માં સ્વચ્છતાનો અભાવ
કોન્ટ્રાક્ટ પ્રથા અમલમાં મુકાયા પછી 'પે એન્ડ યૂઝ'ની સફાઈમાં ધાંધિયાપબ્લિક ટોઇલેટ સાફ-સૂથરાં હોવાના મ્યુનિ.ના દાવાઃ પરંતુ હકીકત વિપરીત પબ્લિક ટોઇલેટ સાફ-સુથરાં અને સ્વચ્છ હોવાના દાવા કરવામાં આવે છે AMC દ્વારા શહેરીજનોની સુવિધા માટે તૈયાર કરાયેલા 'પે એન્ડ યૂઝ' અને પબ્લિક ટોઇલેટ સાફ-સુથરાં અને સ્વચ્છ હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકત જુદી જોવા મળે છે. AMC દ્વારા 'પે એન્ડ યૂઝ'ની સફાઈ કામગીરી કરતી એજન્સીને મહિને રૂ. 38 લાખ અને વર્ષે દહાડે રૂ.4.5 કરોડનું આંધણ કરાતું હોવા છતાં શહેરના ઘણા વિસ્તારોમાં આવેલા 'પે એન્ડ યૂઝ'માં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. જેના કારણે ઘણી જગ્યાએ નાગરિકો 'પે એન્ડ યૂઝ'નો ઉપયોગ કરતા ખચકાય છે. AMCની અખબારી યાદીમાં બુધવારે 7 ઝોનમાં ચાલી અને સ્લમ વિસ્તારોમાં આવેલા 179 'પે એન્ડ યૂઝ' અને પબ્લિક ટોઇલેટનું ચેકિંગ કરીને નાગરિકોને સારા ફીડબેક સાથેના દાવા કરવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવમાં ઘણાં વિસ્તારોમાં આવેલા 'પે એન્ડ યૂઝ'માં નિયમિત સફાઈ થતી ન હોવાની ફરિયાદો પણ ઊઠી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં AMCના સફાઈ કામદારો દ્વારા જાહેર શૌચાલયોની સફાઈ કરાતી હતી ત્યારે વધુ સ્વચ્છતા જોવા મળતી હતી, પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી 'પે એન્ડ યૂઝ' અને પબ્લિક ટોઇલેટની સફાઈ કામગીરી માટે કોન્ટ્રાક્ટ પ્રથા અમલમાં મૂકાયા પછી 'પે એન્ડ યૂઝ'ની સફાઈ કામગીરીમાં ધાંધિયા જોવા મળતા હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સોલીડ વેસ્ટ ખાતાનાં ઝોનનાં અધિકારીઓ 'પે એન્ડ યૂઝ' ટોઇલેટની નિયમિત મુલાકાત- રાઉન્ડ લેતા નથી તેમજ સફાઈ સહિતની ફરિયાદો ચેકિંગ કરતાં નથી. જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણ આવે ત્યારે અથવા AMC કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ રાઉન્ડમાં નીકળે ત્યારે જ 'પે એન્ડ યૂઝ' સફાઈ- ચોખ્ખાઇ જાળવવામાં આવતી હોવાનુ ચર્ચાઈ રહ્યું છે. AMC દ્વારા શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં 154 જેટલાં 'પે એન્ડ યૂઝ' ટોયલેટ છે અને મહિને રૂ. 38 લાખ અને વર્ષે રૂ.4.5 કરોડ ચૂકવવા છતાં શહેરીજનોને મોટાભાગે ગંદા-ગંધાતા 'પે એન્ડ યૂઝ' ટોઇલેટનો ઉપયોગ કરવાની ફ્રજ પડે છે. જોકે આવા ગંદા 'પે એન્ડ યૂઝ' ટોઇલેટનો ઉપયોગ ગરીબ વર્ગ અને ડ્રાઇવરો જ કરતાં હોવાનું જોવા મળી રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કોન્ટ્રાક્ટ પ્રથા અમલમાં મુકાયા પછી 'પે એન્ડ યૂઝ'ની સફાઈમાં ધાંધિયા
- પબ્લિક ટોઇલેટ સાફ-સૂથરાં હોવાના મ્યુનિ.ના દાવાઃ પરંતુ હકીકત વિપરીત
- પબ્લિક ટોઇલેટ સાફ-સુથરાં અને સ્વચ્છ હોવાના દાવા કરવામાં આવે છે
AMC દ્વારા શહેરીજનોની સુવિધા માટે તૈયાર કરાયેલા 'પે એન્ડ યૂઝ' અને પબ્લિક ટોઇલેટ સાફ-સુથરાં અને સ્વચ્છ હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકત જુદી જોવા મળે છે. AMC દ્વારા 'પે એન્ડ યૂઝ'ની સફાઈ કામગીરી કરતી એજન્સીને મહિને રૂ. 38 લાખ અને વર્ષે દહાડે રૂ.4.5 કરોડનું આંધણ કરાતું હોવા છતાં શહેરના ઘણા વિસ્તારોમાં આવેલા 'પે એન્ડ યૂઝ'માં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે. જેના કારણે ઘણી જગ્યાએ નાગરિકો 'પે એન્ડ યૂઝ'નો ઉપયોગ કરતા ખચકાય છે. AMCની અખબારી યાદીમાં બુધવારે 7 ઝોનમાં ચાલી અને સ્લમ વિસ્તારોમાં આવેલા 179 'પે એન્ડ યૂઝ' અને પબ્લિક ટોઇલેટનું ચેકિંગ કરીને નાગરિકોને સારા ફીડબેક સાથેના દાવા કરવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવમાં ઘણાં વિસ્તારોમાં આવેલા 'પે એન્ડ યૂઝ'માં નિયમિત સફાઈ થતી ન હોવાની ફરિયાદો પણ ઊઠી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં AMCના સફાઈ કામદારો દ્વારા જાહેર શૌચાલયોની સફાઈ કરાતી હતી ત્યારે વધુ સ્વચ્છતા જોવા મળતી હતી, પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી 'પે એન્ડ યૂઝ' અને પબ્લિક ટોઇલેટની સફાઈ કામગીરી માટે કોન્ટ્રાક્ટ પ્રથા અમલમાં મૂકાયા પછી 'પે એન્ડ યૂઝ'ની સફાઈ કામગીરીમાં ધાંધિયા જોવા મળતા હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
સોલીડ વેસ્ટ ખાતાનાં ઝોનનાં અધિકારીઓ 'પે એન્ડ યૂઝ' ટોઇલેટની નિયમિત મુલાકાત- રાઉન્ડ લેતા નથી તેમજ સફાઈ સહિતની ફરિયાદો ચેકિંગ કરતાં નથી. જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણ આવે ત્યારે અથવા AMC કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ રાઉન્ડમાં નીકળે ત્યારે જ 'પે એન્ડ યૂઝ' સફાઈ- ચોખ્ખાઇ જાળવવામાં આવતી હોવાનુ ચર્ચાઈ રહ્યું છે. AMC દ્વારા શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં 154 જેટલાં 'પે એન્ડ યૂઝ' ટોયલેટ છે અને મહિને રૂ. 38 લાખ અને વર્ષે રૂ.4.5 કરોડ ચૂકવવા છતાં શહેરીજનોને મોટાભાગે ગંદા-ગંધાતા 'પે એન્ડ યૂઝ' ટોઇલેટનો ઉપયોગ કરવાની ફ્રજ પડે છે. જોકે આવા ગંદા 'પે એન્ડ યૂઝ' ટોઇલેટનો ઉપયોગ ગરીબ વર્ગ અને ડ્રાઇવરો જ કરતાં હોવાનું જોવા મળી રહ્યું છે.