વડોદરા: લગ્નના 3 જ મહિનામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ, ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા

Jun 12, 2026 - 01:00
વડોદરા: લગ્નના 3 જ મહિનામાં પત્નીની હત્યા કરનાર પતિને આજીવન કેદ, ગળાના ભાગે છરીના ઘા માર્યા હતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Waghodia Wife Murder Case: વડોદરા જિલ્લાના વાઘોડીયા તાલુકાના હાંસાપુરા ગામે માત્ર 3 મહિના પહેલાં જ પરણીને આવેલી પત્નીની ચપ્પાના ઘા ઝીંકી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલા પતિને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, વૈજ્ઞાનિક પુરાવાઓ અને સાક્ષીઓની કડીબદ્ધ જુબાનીઓ આરોપીના ગુનાહિત કૃત્યને શંકા રહિત રીતે સાબિત કરે છે.

બનાવની વિગત એવી છે કે, હાંસાપુરા ગામના બાર ફળિયામાં રહેતા આરોપી રઘુવીરસિંહને ગામની જ એક અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ તેની પત્ની સ્નેહાને થઈ ગઈ હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ 27 જુલાઈ 2024ના રોજ મોડી રાત્રે આશરે 1:45 વાગ્યે પત્નીના ગળાના ભાગે ઉપરાછાપરી છરીના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0