વડોદરાના કારેલીબાગ બાલભવન પાસે ઉચ્ચ અધિકારીઓના બંગલાની નજીક સપ્તાહથી પાણીની લાઈનમાં લીકેજ

May 13, 2026 - 17:30
વડોદરાના કારેલીબાગ બાલભવન પાસે ઉચ્ચ અધિકારીઓના બંગલાની નજીક સપ્તાહથી પાણીની લાઈનમાં લીકેજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara : કારેલીબાગ બાલ ભવન સામે છેલ્લા એક અઠવાડિયાથી પાણીની લાઈન લીકેજની સમસ્યા યથાવત રહી છે. દરરોજ સવારે પાણી વિતરણ સમયે મોટી માત્રામાં પાણી મુખ્ય માર્ગ પર વહેતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. સતત લીકેજના કારણે રોડની નીચે ખાડો પડી જવાની અને ભારે વાહન પસાર થાય તો આખો માર્ગ બેસી જવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

 આ માર્ગ પરથી અનેક ઉચ્ચ અધિકારીઓ અને જવાબદાર તંત્રના વાહનો અવર જવર કરતા હોય છે તેમજ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુન્સિપલ કમિશનના બંગલા અહીંથી ખૂબ નજીક આવેલા છે. છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0