Kutch News: કંડલા પોર્ટની જેટી પર કાળમુખી દુર્ઘટના, લાકડાના જહાજમાં ઝેરી ગેસની અસરથી 3 શ્રમિકોના મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના દરિયાકાંઠે આવેલા દેશના મહત્વના કંડલા પોર્ટ (દીનદયાલ પોર્ટ) પરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. કંડલા પોર્ટની જેટી નંબર 13 પર કામ કરી રહેલા ત્રણ શ્રમિકોના શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા ફફડાટ મચી ગયો છે. પ્રાથમિક અહેવાલ મુજબ, જહાજમાં રાખવામાં આવેલા લાકડામાં વપરાતા કેમિકલની ઝેરી અસરને કારણે આ દુર્ઘટના ઘટી હોવાની આશંકા છે.
લાકડા ભરેલા જહાજમાં બની ઘટના
ઘટનાની મળતી માહિતી અનુસાર, જેટી નંબર 13 પર લાકડા (Timber) ભરેલું એક જહાજ લાંગરવામાં આવ્યું હતું. આ જહાજમાં માલ ખાલી કરવાની કે, અન્ય કામગીરી દરમિયાન ત્રણ મજૂરો અચાનક બેભાન થઈ ગયા હતા. લાકડાને જંતુમુક્ત રાખવા માટે વપરાતા ઉગ્ર ઝેરી કેમિકલ અથવા ગેસની અસરને કારણે આ ત્રણેય શ્રમિકોના મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તંત્ર દ્વારા તપાસના આદેશ
ઘટનાની જાણ થતા જ પોર્ટના ઉચ્ચ અધિકારીઓ અને એમ્બ્યુલન્સ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે પોર્ટ પર સુરક્ષા અને સલામતીના સાધનો મુદ્દે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં કંડલા પોર્ટ પ્રશંસાશન અને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. એફએસએલ (FSL) ની મદદ લઈને જહાજમાં કયા પ્રકારનું ઝેરી કેમિકલ હતું અને મજૂરો પાસે પૂરતા સેફ્ટી ગિયર્સ હતા કે, નહીં તે દિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Kutchના નલિયામાં પેટ્રોલ-ડીઝલ માટે હાડમારી, હાઈવે સુધી વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિકજામ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

