લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા બ્રાસપાર્ટના એક કારખાનાને ગઈ રાત્રિ દરમિયાન નિશાન બનાવતા તસ્કરો

Mar 15, 2026 - 18:30
લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા બ્રાસપાર્ટના એક કારખાનાને ગઈ રાત્રિ દરમિયાન નિશાન બનાવતા તસ્કરો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા એક બ્રાસપાર્ટના કારખાનાને ગઈ રાત્રી દરમિયાન કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને કારખાનાની પાછળની દીવાલમાં બાકોરું પાડી બે તસ્કરો અંદરથી કુલ 5.92 લાખનો બ્રાસ પાર્ટનો માલ સામાન ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાવાઇ છે. તસ્કરોએ રાત્રિના સાડા પાંચ કલાક નો સમય કાઢીને ઉપરોક્ત ચોરી કરી હોવાનું સીસીટીવી કેમેરા મારફતે જાણવા મળ્યું છે. જેના ફૂટેજના આધારે પોલીસ બંને તસ્કરોને શોધી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ વિસ્તારમાં મારુતિ રેસીડેન્સીમાં રહેતા અને લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં શ્રી બાલાજી ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ચલાવતા ભરતભાઈ બાબુભાઈ શિંગાળા નામના કારખાનેદારે લાલપુર પોલીસ મથકમાં પોતાના કારખાનામાંથી બે તસ્કરો રૂપિયા પાંચ લાખ 92 હજારની કિંમતના માલ સામાનની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0