રેશનકાર્ડમાં ખોટા આધાર નંબરની ઝીંકમ ઝીંક, ઈ-કેવાયસીએ મસમોટા છબરડાની પોલ ખોલી

- રેશનકાર્ડમાં આધાર નંબર સુધારવા વહેલી સવારથી ઝોનલ કચેરી બહાર લોકોના ધામા, કનેક્ટિવિટીની કાયમ સમસ્યા- કોઈ આયોજન વિના જ ઈ-કેવાયસીના ધતિંગ શરૂ કર્યાનો બળાપો, આળસુ અધિકારીઓના પાપે રેશનકાર્ડ ધારકોની અત્યારે પાડાના વાંકે પખાલીને ડામ જેવી દયનિય સ્થિતિ ભાવનગર : રેશનકાર્ડમાં જે-તે સમયે આધારકાર્ડ લીંક કરવાની થયેલી કામગીરીમાં આળસુ અધિકારીઓ અને ઓપરેટરોએ ખોટા આધાર નંબરની ઝીંકમ ઝીંક કર્યાના મસમોટા છબરડા અને સરકારને ટાર્ગેટ પૂરો કર્યાની કામગીરી દેખાડવા કરેલા કૌભાંડની ઈ-કેવાયસીએ પોલ ખોલી નાંખી છે. આવા અધિકારી-કર્મચારીઓના પાપનો પરિણામ અત્યારે રેશનકાર્ડ ધારકો ભોગવી રહ્યા છે. ઈ-કેવાયસી દરમિયાન રેશનકાર્ડમાં ખોટો આધાર નંબર હોવાની ખબર પડયા બાદ લાભાર્થીઓ આધાર નંબર સુધરાવવા ઝોનલ ઓફિસોએ દોડધામ કરે છે. પરંતુ કામ-ધંધા પાડીને વહેલી સવારથી ધામા નાંખવા છતાં ત્યાં પણ કનેક્ટિવિટી અને સર્વરની કાયમી સમસ્યાના કારણે લોકોને હતાશ-નિરાશ થઈ પાછું ફરવું પડી રહ્યું છે.

રેશનકાર્ડમાં ખોટા આધાર નંબરની ઝીંકમ ઝીંક, ઈ-કેવાયસીએ મસમોટા છબરડાની પોલ ખોલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- રેશનકાર્ડમાં આધાર નંબર સુધારવા વહેલી સવારથી ઝોનલ કચેરી બહાર લોકોના ધામા, કનેક્ટિવિટીની કાયમ સમસ્યા

- કોઈ આયોજન વિના જ ઈ-કેવાયસીના ધતિંગ શરૂ કર્યાનો બળાપો, આળસુ અધિકારીઓના પાપે રેશનકાર્ડ ધારકોની અત્યારે પાડાના વાંકે પખાલીને ડામ જેવી દયનિય સ્થિતિ 

ભાવનગર : રેશનકાર્ડમાં જે-તે સમયે આધારકાર્ડ લીંક કરવાની થયેલી કામગીરીમાં આળસુ અધિકારીઓ અને ઓપરેટરોએ ખોટા આધાર નંબરની ઝીંકમ ઝીંક કર્યાના મસમોટા છબરડા અને સરકારને ટાર્ગેટ પૂરો કર્યાની કામગીરી દેખાડવા કરેલા કૌભાંડની ઈ-કેવાયસીએ પોલ ખોલી નાંખી છે. આવા અધિકારી-કર્મચારીઓના પાપનો પરિણામ અત્યારે રેશનકાર્ડ ધારકો ભોગવી રહ્યા છે. ઈ-કેવાયસી દરમિયાન રેશનકાર્ડમાં ખોટો આધાર નંબર હોવાની ખબર પડયા બાદ લાભાર્થીઓ આધાર નંબર સુધરાવવા ઝોનલ ઓફિસોએ દોડધામ કરે છે. પરંતુ કામ-ધંધા પાડીને વહેલી સવારથી ધામા નાંખવા છતાં ત્યાં પણ કનેક્ટિવિટી અને સર્વરની કાયમી સમસ્યાના કારણે લોકોને હતાશ-નિરાશ થઈ પાછું ફરવું પડી રહ્યું છે.