રેલવે દ્વારા 40 વર્ષ જૂનું એસઆરપી ફાટક બંધ કરી દેવાતા 15000 રહીશો મુશ્કેલીમાં
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

- નડિયાદ શહેરના કપડવંજ રોડ પર
- 70 થી વધુ સોસાયટીના રહીશોને 3 કિલોમીટરનો લાંબો ફેરો ફરવાની નોબત આવી, ચૂંટણીના બહિષ્કારની ચીમકી
નડિયાદ : નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલા ૪૦ વર્ષ જૂના એસઆરપી ફાટકને રેલવે વિભાગ દ્વારા કોઈપણ આગોતરી જાણ વગર અચાનક બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ વિસ્તારની ૭૦થી વધુ સોસાયટીઓમાં વસતા અંદાજે ૧૫૦૦૦થી વધુ નાગરિકો માટે અવરજવરનો મુખ્ય માર્ગ બંધ થઈ જતા હવે તેમને ૩ કિલોમીટર જેટલો લાંબો ફેરો ફરવાની ફરજ પડી રહી છે. રેલવે તંત્રના આ નિર્ણયથી રોષે ભરાયેલા રહીશોએ એકઠા થઈને તંત્ર સામે બાંયો ચઢાવી છે અને જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

