રૃા.25 કરોડના ગોલ્ડ સ્મગ્લીંગમાં દુબઇના સલમાન પેનવાલાને ભાગેડુ જાહેર કરવા અરજી

સુરતદુબઈમાં રહેતા શકદાર વિરુધ્ધ સીઈઆઈબીએ (કોફેપોસા વિંગ) કોફેપોસા હેઠળ કાર્યવાહી શરૃ કરીઃ કોર્ટે શકદારને નોટિસ ઇસ્યુ કરવા નિર્દેશ આપ્યો     જુન-૨૦૨૩માં સુરત એરપોર્ટ પર સુરત શારજાહ ફ્લાઈટમાંથી 25 કરોડના કિંમતના 48 કીલો ગોલ્ડ પેસ્ટના રૃપે સોનાની સ્મગલીંગના રેકેટમાં સંડોવાયેલા મુખ્ય  સુત્રધાર મનાતા દુબઈમાં રહેતા સુરતના શકદાર સલમાન પેનવાલા વિરુધ્ધ કોફેપોસા હેઠળ કાનુની કાર્યવાહીનો પ્રારંભ થયો છે.કોફેપોસા વીંગ દ્વારા  આજે સુરત ચીફ કોર્ટમા કોફેપોસાની કલમ-7(1) હેઠળ ભાગેડુ જાહેર કરવા માંગ કરતાં કોર્ટે શકદારને નોટીસ ઈસ્યુ કરી વધુ સુનાવણી મુલત્વી રાખી છે.સુરત શારજાહ ફ્લાઈટમાંથી ગયા જુન-2023 દરમિયાન સુરત એરપોર્ટ પર પેસેન્જર્સ તરીકે ઉતરેલા સુરતના શકદાર ઉવેશ શેખ,મહમદ આતશબાજીવાલા,યાસીર શેખ સહિત એક મહીલા પેસેન્જર્સની શંકાસ્પદ હીલચાલના પગલે તલાશી લેવામાં આવી હતી.જે દરમિયાન તેમની બેગમાંથી રૃ.25 કરોડની કિંમતના 48 કીલો ગોલ્ડ પેસ્ટ મળી આવી હતી.જેની તપાસ દરમિયાન સુરત-શારજાહ ફ્લાઈટમાં મૂળ સુરતના સોદાગર વાડ રાણી તળાવમાં સ્ટાર એવન્યુમાં રહેતા તથા હાલ દુબઈ ખાતે રહેતા સલમાન મહમદ રફીક પેનવાલા દ્વારા ગોલ્ડ સ્મલગલીંગનું રેકેટનો મુખ્ય સુત્રધાર હોવાનું બહાર આવ્યું હતુ.અલબત્ત દુબઈથી સલમાન પેનવાલા મારફતે ઓપરેટ થતાં ગોલ્ડ સ્મગલીંગના નેટવર્કમાં સુરત એરપોર્ટ પર ઈમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા પોસઈ પરાગ દવે,પ્રીતી આર્ય વગેરેની પણ સંડોવણી બહાર આવી હતી. અલબત્ત આ કેસમાં લાંબા સમયથી વોન્ટેડ એવા મુખ્ય સુત્રધાર સલમાન પેનવાલાની ગોલ્ડ સ્મગલીંગ કેસમાં તા.17-1-24ના રોજ નવી દિલ્હી સ્થિત કોફેપોસા વીંગના જોઈન્ટ સેક્રેટરીએ ડીટેન્શન ઓર્ડર ઈસ્યુ કર્યો હતો.જો કે સુરત ક્રાઈમબ્રાંચે એકથી વધુવાર પ્રયાસો કરવા છતાં સલમાન પેનવાલા તેમના સુરતના રહેણાંક સ્થળે મળી આવ્યા નહોતા.જેથી નવી દિલ્હી સ્થિત કોફેપોસા વીંગેગેઝેટમાં તા.8-5-24ના રોજ સુરત શહેર પોલીસ કમિશ્નર સમક્ષ સાત દિવસમાં હાજર થવા નિર્દેશ આપ્યો હતો.જો કે આ સમયગાળા દરમિયાન શકદાર સલમાન પેનવાલા હાજર થવામાં નિષ્ફળ રહ્યા હતા.જેથી આજે ડીઆરઆઈના ઈન્ટેલિઝન્સ ઓફીસરે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા મારફતે કોફેપોસાની સેકશન-7(1)(એ) તથા બીએનએસએસની સેકશન-82,83,84 હેઠળ સલમાન પેનવાલાને ભાગેડુ જાહેર કરવા કોર્ટમાં ધા નાખી હતી.જેથી કોર્ટે શકદાર સલમાન પેનવાલાને નોટીસ ઈસ્યુ કરી વધુ સુનાવણી મુલત્વી રાખી છે.

રૃા.25 કરોડના ગોલ્ડ સ્મગ્લીંગમાં દુબઇના સલમાન પેનવાલાને ભાગેડુ જાહેર કરવા અરજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


સુરત

દુબઈમાં રહેતા શકદાર વિરુધ્ધ સીઈઆઈબીએ (કોફેપોસા વિંગ) કોફેપોસા હેઠળ કાર્યવાહી શરૃ કરીઃ કોર્ટે શકદારને નોટિસ ઇસ્યુ કરવા નિર્દેશ આપ્યો

     

જુન-૨૦૨૩માં સુરત એરપોર્ટ પર સુરત શારજાહ ફ્લાઈટમાંથી 25 કરોડના કિંમતના 48 કીલો ગોલ્ડ પેસ્ટના રૃપે સોનાની સ્મગલીંગના રેકેટમાં સંડોવાયેલા મુખ્ય  સુત્રધાર મનાતા દુબઈમાં રહેતા સુરતના શકદાર સલમાન પેનવાલા વિરુધ્ધ કોફેપોસા હેઠળ કાનુની કાર્યવાહીનો પ્રારંભ થયો છે.કોફેપોસા વીંગ દ્વારા  આજે સુરત ચીફ કોર્ટમા કોફેપોસાની કલમ-7(1) હેઠળ ભાગેડુ જાહેર કરવા માંગ કરતાં કોર્ટે શકદારને નોટીસ ઈસ્યુ કરી વધુ સુનાવણી મુલત્વી રાખી છે.

સુરત શારજાહ ફ્લાઈટમાંથી ગયા જુન-2023 દરમિયાન સુરત એરપોર્ટ પર પેસેન્જર્સ તરીકે ઉતરેલા સુરતના શકદાર ઉવેશ શેખ,મહમદ આતશબાજીવાલા,યાસીર શેખ સહિત એક મહીલા પેસેન્જર્સની શંકાસ્પદ હીલચાલના પગલે તલાશી લેવામાં આવી હતી.જે દરમિયાન તેમની બેગમાંથી રૃ.25 કરોડની કિંમતના 48 કીલો ગોલ્ડ પેસ્ટ મળી આવી હતી.જેની તપાસ દરમિયાન સુરત-શારજાહ ફ્લાઈટમાં મૂળ સુરતના સોદાગર વાડ રાણી તળાવમાં સ્ટાર એવન્યુમાં રહેતા તથા હાલ દુબઈ ખાતે રહેતા સલમાન મહમદ રફીક પેનવાલા દ્વારા ગોલ્ડ સ્મલગલીંગનું રેકેટનો મુખ્ય સુત્રધાર હોવાનું બહાર આવ્યું હતુ.

અલબત્ત દુબઈથી સલમાન પેનવાલા મારફતે ઓપરેટ થતાં ગોલ્ડ સ્મગલીંગના નેટવર્કમાં સુરત એરપોર્ટ પર ઈમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા પોસઈ પરાગ દવે,પ્રીતી આર્ય વગેરેની પણ સંડોવણી બહાર આવી હતી. અલબત્ત આ કેસમાં લાંબા સમયથી વોન્ટેડ એવા મુખ્ય સુત્રધાર સલમાન પેનવાલાની ગોલ્ડ સ્મગલીંગ કેસમાં તા.17-1-24ના રોજ નવી દિલ્હી સ્થિત કોફેપોસા વીંગના જોઈન્ટ સેક્રેટરીએ ડીટેન્શન ઓર્ડર ઈસ્યુ કર્યો હતો.જો કે સુરત ક્રાઈમબ્રાંચે એકથી વધુવાર પ્રયાસો કરવા છતાં સલમાન પેનવાલા તેમના સુરતના રહેણાંક સ્થળે મળી આવ્યા નહોતા.જેથી નવી દિલ્હી સ્થિત કોફેપોસા વીંગેગેઝેટમાં તા.8-5-24ના રોજ સુરત શહેર પોલીસ કમિશ્નર સમક્ષ સાત દિવસમાં હાજર થવા નિર્દેશ આપ્યો હતો.જો કે આ સમયગાળા દરમિયાન શકદાર સલમાન પેનવાલા હાજર થવામાં નિષ્ફળ રહ્યા હતા.જેથી આજે ડીઆરઆઈના ઈન્ટેલિઝન્સ ઓફીસરે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા મારફતે કોફેપોસાની સેકશન-7(1)(એ) તથા બીએનએસએસની સેકશન-82,83,84 હેઠળ સલમાન પેનવાલાને ભાગેડુ જાહેર કરવા કોર્ટમાં ધા નાખી હતી.જેથી કોર્ટે શકદાર સલમાન પેનવાલાને નોટીસ ઈસ્યુ કરી વધુ સુનાવણી મુલત્વી રાખી છે.