રાજ્યમાં 1,903 સ્ટાફ નર્સની સીધી ભરતી કરાશે, જાણો ઉમેદવારો કેવી રીતે અને ક્યારે ભરી શકશે ફોર્મ
Recruitment of Staff Nurse : રાજ્યની વિવિધ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા 1903 સ્ટાફનર્સની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સીધી ભરતીથી આ સ્ટાફ નર્સની ભરતી કરીને નિમણૂક કરાશે. આ જગ્યાઓ માટે આગામી 5 ઓક્ટોબર પછી ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે. જેના ફોર્મ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ OJAS પ્લેટફોર્મના માધ્યમ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ ખાતે 1903 સ્ટાફ નર્સની ભરતી કરવાનો સંવેદનશીલ નિર્ણય !! pic.twitter.com/40kYqvn5Kn— Rushikesh Patel (@irushikeshpatel) October 3, 2024સ્ટાફ નર્સની ભરતીની આ રહેશે પ્રક્રિયાલાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના પરિણામ અને પસંદગી યાદી પ્રસિધ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે. ડૉક્યુમેન્ટ્સ ચકાસણીના અંતે આખરી મેરિટ યાદી પ્રસિધ્ધ કરાશે. આખરી મેરીટ યાદીમાં સમાવેશ થતા ઉમેદવારોને સંપૂર્ણપણે પારદર્શી પ્રક્રિયા હાથ ધરીને નિમણૂક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા 6 થી 8 મહિનામાં પૂર્ણ કરવામાં આવનાર છે.આ પણ વાંચો : અમરેલી જિલ્લા પંચાયતમાં કરાર આધારિત ભરતી, પગાર રૂ. 60000, જાણો સમગ્ર વિગતોછેલ્લા 10 વર્ષમાં કુલ 7732 સ્ટાફ નર્સની ભરતી થઈરાજ્યમાં 10 વર્ષ પહેલા સ્ટાફનર્સ વર્ગ- 3 ની કુલ – 7785 જગ્યાઓ મંજૂર કરાઇ હતી. જે મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ 12,101 જગ્યાઓ મંજૂર છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 7732 સ્ટાફ નર્સ વર્ગ-3 ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી છે. સ્ટાફ નર્સની બઢતી / વયનિવૃત સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ ભરવા દર બે વર્ષના અંતરે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Recruitment of Staff Nurse : રાજ્યની વિવિધ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા 1903 સ્ટાફનર્સની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સીધી ભરતીથી આ સ્ટાફ નર્સની ભરતી કરીને નિમણૂક કરાશે. આ જગ્યાઓ માટે આગામી 5 ઓક્ટોબર પછી ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે. જેના ફોર્મ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ OJAS પ્લેટફોર્મના માધ્યમ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
રાજ્યના સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ ખાતે 1903 સ્ટાફ નર્સની ભરતી કરવાનો સંવેદનશીલ નિર્ણય !! pic.twitter.com/40kYqvn5Kn— Rushikesh Patel (@irushikeshpatel) October 3, 2024
સ્ટાફ નર્સની ભરતીની આ રહેશે પ્રક્રિયા
લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના પરિણામ અને પસંદગી યાદી પ્રસિધ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે. ડૉક્યુમેન્ટ્સ ચકાસણીના અંતે આખરી મેરિટ યાદી પ્રસિધ્ધ કરાશે. આખરી મેરીટ યાદીમાં સમાવેશ થતા ઉમેદવારોને સંપૂર્ણપણે પારદર્શી પ્રક્રિયા હાથ ધરીને નિમણૂક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા 6 થી 8 મહિનામાં પૂર્ણ કરવામાં આવનાર છે.
આ પણ વાંચો : અમરેલી જિલ્લા પંચાયતમાં કરાર આધારિત ભરતી, પગાર રૂ. 60000, જાણો સમગ્ર વિગતો
છેલ્લા 10 વર્ષમાં કુલ 7732 સ્ટાફ નર્સની ભરતી થઈ
રાજ્યમાં 10 વર્ષ પહેલા સ્ટાફનર્સ વર્ગ- 3 ની કુલ – 7785 જગ્યાઓ મંજૂર કરાઇ હતી. જે મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ 12,101 જગ્યાઓ મંજૂર છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 7732 સ્ટાફ નર્સ વર્ગ-3 ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી છે. સ્ટાફ નર્સની બઢતી / વયનિવૃત સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ ભરવા દર બે વર્ષના અંતરે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.