રાજ્યમાં આજે 160 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ મહેસાણાના કડીમાં 3.58 ઈંચ

Jun 30, 2025 - 00:00
રાજ્યમાં આજે 160 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ મહેસાણાના કડીમાં 3.58 ઈંચ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અપર એર સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં આજે  160 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ મહેસાણાના કડીમાં 3.58 ઈંચ અને અમદાવાદના વિરમગામમાં 3.31 ઈંચ પડ્યો છે.

60 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો

ગુજરાતમાં સવારે 6 વાગ્યાથી રાત્રી સુધીમાં 160 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.સૌથી વધુ મહેસાણાના કડીમાં 3.58 ઈંચ અને અમદાવાદના વિરમગામમાં 3.31 ઈંચ પડ્યો છે. ઉમરપાડામાં 1.22, બાવળામાં 1.22 અને દેત્રોજમાં 0.98 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 160 તાલુકાઓમાં એક ઈંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આજે અમદાવાદમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

આવતીકાલે આ જિલ્લામાં વરસાદને લઈ યલો એલર્ટ જારી

30 જૂનના રોજ રાજ્યના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 2 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ સિવાય, બાકીના સાત દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0