રાજકોટ મ્યુનિ.ના જનરલ બોર્ડમાં શાસકની વાતો અને વિપક્ષના વિરોધની રૂટીન નૌટંકી
રાજકોટના નગરસેવકોએ 20 લાખ નાગરિકોના પ્રશ્નો ટલ્લે ચડાવ્યા : વિપક્ષી કોર્પોરેટરોએ આક્ષેપ પણ પ્રશ્નાર્થ સાથે કર્યા! રસ્તાના ખાડાના મુદ્દે વિરોધ કર્યો તો ચર્ચાથી દૂર ભાગતા શાસકોએ ધક્કા મારીને બહાર કઢાવ્યા રાજકોટ, : 20 લાખથી વધુ વસ્તી અને 169 ચો.કિ.મી.નો એરિયા ધરાવતા મહાનગરના પ્રશ્નોની ગંભીરતાથી ફળદાયી ચર્ચા કરવાને બદલે દર બે મહિને એક વાર માંડ બોલાવાતા મહાપાલિકાના આજે રાષ્ટ્રીય ફિલ્મ દિવસ સાથે મળેલા જનરલબોર્ડમાં ફિલ્મોના રાબેતામૂજબ જેવા દ્રશ્યો ભજવાયાનું ચિત્ર તાદ્દશ થયું હતું. ભાજપના શાસકોએ પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાનું જ ટાળી પ્રશ્નોત્તરી અને બોર્ડનું કામકાજ કર્યાનો દેખાડો કર્યો તો વિપક્ષે રાબેતામૂજબ સૂત્રોચ્ચાર,કાગળિયા ફરકાવ્યા અને પ્રજાને રોજેરોજ પીડા આપતા પ્રશ્નો આ નૌટંકીમાં ધરબાઈ ગયા હતા. લાખો નાગરિકો પોતે મનપામાં જઈ ન શકે તે માટે લોકશાહી પ્રણાલીમાં સરેરાશ એક-એક લાખની વસ્તી ધરાવતા એક વોર્ડમાં ચાર-ચાર નગરસેવકોને ચૂંટીને મોકલાતા હોય છે. મહાપાલિકાનું જન.બોર્ડ આમ તો દર મહિને બોલાવવું જોઈએ અને તે ઉપરાંત પણ ખાસ બોર્ડ બોલાવી શકાય છે. પરંતુ, મેયરો નાછૂટકે, ફરજીયાતપણે કમસેકમ 2 મહિનામાં એક વાર બોર્ડ બોલાવવાનો નિયમ હોય દ્વિમાસિક સામાન્ય સભા જ યોજે છે, જે આજે યોજાઈ હતી. બોર્ડના સપ્તાહ પૂર્વે કોર્પોરેટરોના પ્રશ્નો સ્વીકારાય છે પરંતુ, રાજકોટના 12,000 ખાડા અને 60 જર્જરિત મુખ્યમાર્ગો જ ભૂલાઈ ગયા અને તેનો પ્રશ્ન પુછાયો ન્હોતો. પ્રશ્નોત્તરીની શરૂઆતમાં ભાજપના કોર્પોરેટરોનો પ્રશ્ન ચર્ચામાં લેવાયો જેમાં ચર્ચાને બદલે માત્ર કમિશનરનું નિવેદન હતું. મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈએ મેયરની સૂચના અન્વયે જવાબમાં જણાવ્યું કે ત્રણ વર્ષમાં 195 કિ.મી.ના નવા રસ્તા બન્યા છે, જે માટે રૂ।. 62.44 કરોડનો ખર્ચ થયો છે. (જો કે રસ્તા કામો માટે કૂલ ખર્ચ ગત એક વર્ષમાં રૂ।. 123 કરોડ ઉધારાયો છે) ત્રણ વર્ષમાં ડામરના 3,000 નમુનામાંથી માત્ર 39 નમુના નાપાસ થયાનો દાવો થયો. પરંતુ, આટલા ખર્ચ પછી પણ રસ્તા પર ગાબડાં કેમ પડે, તે માટે તપાસ કેમ નથી થતી તે અંગે કોઈએ ચર્ચા ન કરી. કોર્પોરેટર નેહલ શુક્લએ ટી.પી.કપાત અંગે પ્રશ્ન પુછતા અધિકારીઓ વિગતો એકત્ર કરવામાં લાગ્યા હતા. દર વખતની જેમ આ રસ્તાની ચર્ચામાં કોંગ્રેસના કોર્પોરેટરોને ભાગ લેવા દેવાયો નહીં અને દર વખતની જેમ આ વખતે પણ વશરામ સાગઠીયા સહિત વિપક્ષી કોર્પોરેટરો આક્ષેપ અને તે પણ પ્રશ્નાર્થ સાથે કરતા લખાણ સાથે કાગળિયા લાવ્યા તે પ્રદર્શિત કરતા ઉપસ્થિતોની નજર તે તરફ મંડાઈ. વિપક્ષી કોર્પોરેટરે જી.પી.એમ.સી.બૂક પ્રદર્શિત કરતા સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે વળતો આક્ષેપ કર્યો કે જી.પી.એમ.સી.નું ફૂલ ફોર્મ બોલી જાઓ. વાણી વિલાસ, સૂત્રોચ્ચાર,દેકારો, આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને એ બધ્ધુ પછી અંતે માર્શલોએ ધક્કા મારીને આ કોર્પોરેટરને બહાર કાઢ્યા.આ ઉપરાંતકોંગ્રેસના રણજીત મુંધવા રજૂઆત માટે આવતા તેમની પોલીસે અટકકરીને સ્કુટર પર બેસાડીને લઈ ગયા હતા. બાદમાં એકલા ભાજપના કોર્પોરેટરોએ ઘરમેળે કોઈ ચર્ચા વગર કે દરખાસ્તાનું વાંચન પણ કર્યા વગર ફટાફટ બધુ સર્વાનુમતે મંજુર કરી નાંખ્યું હતું. જેમાં એફ.એસ.આઈ.માં રકમ ભરવા હપ્તા કરાય તો વ્યાજ વસુલવાની જોગવાઈ, સફાઈ કામદારોની ભરતીના વિવાદી નિયમોને મંજુરી હિત 22 દરખાસ્તો હતી. ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી-કોર્પોરેટર બાબરિયાએ તો રજા રિપોર્ટ પણ રજૂ ન કર્યો ભાજપના 9, સસ્પેન્ડેડ 2 સહિત 11 કોર્પોરેટર ગેરહાજર! મીટીંગો કે જન.બોર્ડમાં ભાજપના કોર્પોરેટરોને જ હવે રસ નથી રહ્યોરાજકોટ, : શિસ્તના પડદાં પાછળ ઘણુ બધુ થઈ રહ્યાના અણસાર મળી રહ્યા છે. રાજકોટમાં ગઈકાલે કચ્છના સાંસદની હાજરીમાં સદસ્યતા નોંધણી અંગેની બેઠકમાં ભાજપના 11 કોર્પોરેટરો ગેરહાજર રહ્યા બાદ આજે મહાપાલિકાની સામાન્ય સભામાં એક સાથે 12 કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા. ગેરહાજર કોર્પોરેટરોમાં ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પણ સમાવિષ્ટ છે. અન્ય 9 કોર્પોરેટરોએ તો હાજર નહીં રહે તેવો રજા રિપોર્ટ આપ્યો હતો પરંતુ, ભાનુબેન તે તે પણ ભૂલી ગયા હતા. ઉલ્લેખનીય છે કે પક્ષે તેમને કેબીનેટ મંત્રી બનાવ્યા પછી કોર્પોરેટર પદે યથાવત્ રહેવા દીધા છે. આ ઉપરાંત ભાજપની ટિકીટ પર ચૂંટાયેલા દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને તેમના પતિદેવોના નામ અનધિકૃત રીતે આવાસ મેળવવા પ્રયાસ કરવામાં બહાર આવતા બન્નેને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હોય આ બન્ને મનપાના ચોપડે હવે અપક્ષ કોર્પોરેટર છે અને તે બન્ને પણ ગેરહાજર હતા. પરંતુ, જેમને બોલવાની છૂટ છે તેવા કોંગ્રેસના ચારેય કોર્પોરેટરો હાજર રહ્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના નગરસેવકોએ 20 લાખ નાગરિકોના પ્રશ્નો ટલ્લે ચડાવ્યા : વિપક્ષી કોર્પોરેટરોએ આક્ષેપ પણ પ્રશ્નાર્થ સાથે કર્યા! રસ્તાના ખાડાના મુદ્દે વિરોધ કર્યો તો ચર્ચાથી દૂર ભાગતા શાસકોએ ધક્કા મારીને બહાર કઢાવ્યા
રાજકોટ, : 20 લાખથી વધુ વસ્તી અને 169 ચો.કિ.મી.નો એરિયા ધરાવતા મહાનગરના પ્રશ્નોની ગંભીરતાથી ફળદાયી ચર્ચા કરવાને બદલે દર બે મહિને એક વાર માંડ બોલાવાતા મહાપાલિકાના આજે રાષ્ટ્રીય ફિલ્મ દિવસ સાથે મળેલા જનરલબોર્ડમાં ફિલ્મોના રાબેતામૂજબ જેવા દ્રશ્યો ભજવાયાનું ચિત્ર તાદ્દશ થયું હતું. ભાજપના શાસકોએ પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાનું જ ટાળી પ્રશ્નોત્તરી અને બોર્ડનું કામકાજ કર્યાનો દેખાડો કર્યો તો વિપક્ષે રાબેતામૂજબ સૂત્રોચ્ચાર,કાગળિયા ફરકાવ્યા અને પ્રજાને રોજેરોજ પીડા આપતા પ્રશ્નો આ નૌટંકીમાં ધરબાઈ ગયા હતા.
લાખો નાગરિકો પોતે મનપામાં જઈ ન શકે તે માટે લોકશાહી પ્રણાલીમાં સરેરાશ એક-એક લાખની વસ્તી ધરાવતા એક વોર્ડમાં ચાર-ચાર નગરસેવકોને ચૂંટીને મોકલાતા હોય છે. મહાપાલિકાનું જન.બોર્ડ આમ તો દર મહિને બોલાવવું જોઈએ અને તે ઉપરાંત પણ ખાસ બોર્ડ બોલાવી શકાય છે. પરંતુ, મેયરો નાછૂટકે, ફરજીયાતપણે કમસેકમ 2 મહિનામાં એક વાર બોર્ડ બોલાવવાનો નિયમ હોય દ્વિમાસિક સામાન્ય સભા જ યોજે છે, જે આજે યોજાઈ હતી. બોર્ડના સપ્તાહ પૂર્વે કોર્પોરેટરોના પ્રશ્નો સ્વીકારાય છે પરંતુ, રાજકોટના 12,000 ખાડા અને 60 જર્જરિત મુખ્યમાર્ગો જ ભૂલાઈ ગયા અને તેનો પ્રશ્ન પુછાયો ન્હોતો.
પ્રશ્નોત્તરીની શરૂઆતમાં ભાજપના કોર્પોરેટરોનો પ્રશ્ન ચર્ચામાં લેવાયો જેમાં ચર્ચાને બદલે માત્ર કમિશનરનું નિવેદન હતું. મ્યુનિ.કમિશનર ડી.પી.દેસાઈએ મેયરની સૂચના અન્વયે જવાબમાં જણાવ્યું કે ત્રણ વર્ષમાં 195 કિ.મી.ના નવા રસ્તા બન્યા છે, જે માટે રૂ।. 62.44 કરોડનો ખર્ચ થયો છે. (જો કે રસ્તા કામો માટે કૂલ ખર્ચ ગત એક વર્ષમાં રૂ।. 123 કરોડ ઉધારાયો છે) ત્રણ વર્ષમાં ડામરના 3,000 નમુનામાંથી માત્ર 39 નમુના નાપાસ થયાનો દાવો થયો. પરંતુ, આટલા ખર્ચ પછી પણ રસ્તા પર ગાબડાં કેમ પડે, તે માટે તપાસ કેમ નથી થતી તે અંગે કોઈએ ચર્ચા ન કરી. કોર્પોરેટર નેહલ શુક્લએ ટી.પી.કપાત અંગે પ્રશ્ન પુછતા અધિકારીઓ વિગતો એકત્ર કરવામાં લાગ્યા હતા.
દર વખતની જેમ આ રસ્તાની ચર્ચામાં કોંગ્રેસના કોર્પોરેટરોને ભાગ લેવા દેવાયો નહીં અને દર વખતની જેમ આ વખતે પણ વશરામ સાગઠીયા સહિત વિપક્ષી કોર્પોરેટરો આક્ષેપ અને તે પણ પ્રશ્નાર્થ સાથે કરતા લખાણ સાથે કાગળિયા લાવ્યા તે પ્રદર્શિત કરતા ઉપસ્થિતોની નજર તે તરફ મંડાઈ. વિપક્ષી કોર્પોરેટરે જી.પી.એમ.સી.બૂક પ્રદર્શિત કરતા સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે વળતો આક્ષેપ કર્યો કે જી.પી.એમ.સી.નું ફૂલ ફોર્મ બોલી જાઓ. વાણી વિલાસ, સૂત્રોચ્ચાર,દેકારો, આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને એ બધ્ધુ પછી અંતે માર્શલોએ ધક્કા મારીને આ કોર્પોરેટરને બહાર કાઢ્યા.
આ ઉપરાંતકોંગ્રેસના રણજીત મુંધવા રજૂઆત માટે આવતા તેમની પોલીસે અટકકરીને સ્કુટર પર બેસાડીને લઈ ગયા હતા. બાદમાં એકલા ભાજપના કોર્પોરેટરોએ ઘરમેળે કોઈ ચર્ચા વગર કે દરખાસ્તાનું વાંચન પણ કર્યા વગર ફટાફટ બધુ સર્વાનુમતે મંજુર કરી નાંખ્યું હતું. જેમાં એફ.એસ.આઈ.માં રકમ ભરવા હપ્તા કરાય તો વ્યાજ વસુલવાની જોગવાઈ, સફાઈ કામદારોની ભરતીના વિવાદી નિયમોને મંજુરી હિત 22 દરખાસ્તો હતી.
ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી-કોર્પોરેટર બાબરિયાએ તો રજા રિપોર્ટ પણ રજૂ ન કર્યો ભાજપના 9, સસ્પેન્ડેડ 2 સહિત 11 કોર્પોરેટર ગેરહાજર! મીટીંગો કે જન.બોર્ડમાં ભાજપના કોર્પોરેટરોને જ હવે રસ નથી રહ્યો
રાજકોટ, : શિસ્તના પડદાં પાછળ ઘણુ બધુ થઈ રહ્યાના અણસાર મળી રહ્યા છે. રાજકોટમાં ગઈકાલે કચ્છના સાંસદની હાજરીમાં સદસ્યતા નોંધણી અંગેની બેઠકમાં ભાજપના 11 કોર્પોરેટરો ગેરહાજર રહ્યા બાદ આજે મહાપાલિકાની સામાન્ય સભામાં એક સાથે 12 કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા.
ગેરહાજર કોર્પોરેટરોમાં ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પણ સમાવિષ્ટ છે. અન્ય 9 કોર્પોરેટરોએ તો હાજર નહીં રહે તેવો રજા રિપોર્ટ આપ્યો હતો પરંતુ, ભાનુબેન તે તે પણ ભૂલી ગયા હતા. ઉલ્લેખનીય છે કે પક્ષે તેમને કેબીનેટ મંત્રી બનાવ્યા પછી કોર્પોરેટર પદે યથાવત્ રહેવા દીધા છે.
આ ઉપરાંત ભાજપની ટિકીટ પર ચૂંટાયેલા દેવુબેન જાદવ અને વજીબેન ગોલતરને તેમના પતિદેવોના નામ અનધિકૃત રીતે આવાસ મેળવવા પ્રયાસ કરવામાં બહાર આવતા બન્નેને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હોય આ બન્ને મનપાના ચોપડે હવે અપક્ષ કોર્પોરેટર છે અને તે બન્ને પણ ગેરહાજર હતા. પરંતુ, જેમને બોલવાની છૂટ છે તેવા કોંગ્રેસના ચારેય કોર્પોરેટરો હાજર રહ્યા