રાજકોટમાં 1200 કરોડના ખર્ચે બનેલી AIIMS કેન્ટિનની છત તૂટી પડી, વિદ્યાર્થીઓમાં નાસભાગ

Rajkot AIIMS Canteen Roof Collapsed : રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસ મેઘરાજેએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે કેટલાંક જર્જરિત મકાનો કે બિલ્ડીંગ પડવાની ઘટનાઓ બની હતી. પરંતુ, રાજકોટમાં તો નવી નક્કોર બિલ્ડિંગની જ છત ધરાશાયી થઈ ગઈ છે. લગભગ 1200 કરોડના ખર્ચે બનેલી એઇમ્સની કેન્ટિનની છત તૂટી પડતાં ત્યાં નાસ્તો કરી રહેલાં વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી. શું હતી સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ, રાજકોટની નવી બનેલી એઇમ્સની કેન્ટિનમાં લોકો નાસ્તો કરી રહ્યા હતાં, ત્યારે એકાએક પીઓપીની છતનો એક ભાગ ધરાશાયી થઈને નીચે પડી ગયો હતો. રાજકોટ એઇમ્સના સત્તાધીશો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, છેલ્લા ઘણાં દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે છત પર ભેજ લાગ્યો હતો અને આ ભેજના કારણે જ પીઓપીની છતનો એક ભાગ નીચે પડી ગયો હતો. જોકે, સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.આ પણ વાંચોઃ મોરબી નજીક કાર અચાનક ભડભડ સળગી ઉઠી, દરવાજા લૉક થઇ જતાં યુવા ઉદ્યોગપતિનું મોતધરાશાયી ભાગ રિપેર કરી દેવાયોસત્તાધીશોના જણાવ્યા મુજબ, હાલ આ ધરાશાયી થયેલા ભાગને રિપેર કરી દેવાયો છે. સમગ્ર ઘટના દરમિયાન સવાલ થઈ રહ્યો છે કે, નવી નક્કોર બનેલી એઇમ્સ જેના આટલા વખાણ કરવામાં આવી રહ્યાં હતાં, ત્યાં ફક્ત ત્રણ-ચાર દિવસના વરસાદમાં જ આ રીતે છત ધરાશાયી થવા લાગે તો વધુ વરસાદમાં આ બિલ્ડિંગ અડીખમ ઉભી રહી શકશે કે કેમ? 

રાજકોટમાં 1200 કરોડના ખર્ચે બનેલી AIIMS કેન્ટિનની છત તૂટી પડી, વિદ્યાર્થીઓમાં નાસભાગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Rajkot AIIMS Canteen Roof Collapsed : રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસ મેઘરાજેએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેના કારણે કેટલાંક જર્જરિત મકાનો કે બિલ્ડીંગ પડવાની ઘટનાઓ બની હતી. પરંતુ, રાજકોટમાં તો નવી નક્કોર બિલ્ડિંગની જ છત ધરાશાયી થઈ ગઈ છે. લગભગ 1200 કરોડના ખર્ચે બનેલી એઇમ્સની કેન્ટિનની છત તૂટી પડતાં ત્યાં નાસ્તો કરી રહેલાં વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી. 

શું હતી સમગ્ર ઘટના? 

મળતી માહિતી મુજબ, રાજકોટની નવી બનેલી એઇમ્સની કેન્ટિનમાં લોકો નાસ્તો કરી રહ્યા હતાં, ત્યારે એકાએક પીઓપીની છતનો એક ભાગ ધરાશાયી થઈને નીચે પડી ગયો હતો. રાજકોટ એઇમ્સના સત્તાધીશો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, છેલ્લા ઘણાં દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે છત પર ભેજ લાગ્યો હતો અને આ ભેજના કારણે જ પીઓપીની છતનો એક ભાગ નીચે પડી ગયો હતો. જોકે, સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

આ પણ વાંચોઃ મોરબી નજીક કાર અચાનક ભડભડ સળગી ઉઠી, દરવાજા લૉક થઇ જતાં યુવા ઉદ્યોગપતિનું મોત

ધરાશાયી ભાગ રિપેર કરી દેવાયો

સત્તાધીશોના જણાવ્યા મુજબ, હાલ આ ધરાશાયી થયેલા ભાગને રિપેર કરી દેવાયો છે. સમગ્ર ઘટના દરમિયાન સવાલ થઈ રહ્યો છે કે, નવી નક્કોર બનેલી એઇમ્સ જેના આટલા વખાણ કરવામાં આવી રહ્યાં હતાં, ત્યાં ફક્ત ત્રણ-ચાર દિવસના વરસાદમાં જ આ રીતે છત ધરાશાયી થવા લાગે તો વધુ વરસાદમાં આ બિલ્ડિંગ અડીખમ ઉભી રહી શકશે કે કેમ?